Western Times News

Gujarati News

અમદાવાદના તમામ બ્રીજોનું મરામત – કલરકામ કરવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં રેલવે, નદી અને નાના મોટા જંકશનો પર મળી કુલ ૮૪ બ્રીજ છે. સમયાંતરે ઘસારાના કારણે બ્રિજના જાઈન્ટ્‌સ ખુલી ગયા છે. અને વાહન ચાલકોને જર્ક આવતાં હોય છે. તેથી તમામ બ્રીજા પર મરામત કરવામાં આવશે. આ ઉપરાંત તેમાં ડેકોરેટીવ પેઈન્ટ્‌સ પણ કરવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ શહેરના જુદા જુદા બ્રિજા ઉપર બેરીંગ સરફેશ ખરાબ થઈ હોવાથી તેમજ રોડ ઉબડખાબડ થઈ ગયા હોવાથી હયાત માસ્ટીક પર રીસરફેશ કરવામાં આવશે. શહેરના ચિમનભાઈ પટેલ બ્રીજ ઉપર આ પ્રકારે કામગીરી કરવામાં આવી હતી. જે સફળ થતાં તમામ બ્રીજ ઉપર આ મુજબની કામગીરી કરવામાં આવશે.

ચિમનભાઈ પટેલ બ્રીજની ટોપસરફેસ વારંવાર રીપેર કરવી પડતી હતી. તેમજ જાઈન્ટ્‌સ વચ્ચે ગેપ થઈ જવાના કારણે વાહન ચાલકોને તકલીફ થતી હતી. જેની યોગ્ય મરામત થયા બાદ ચાંદખેડા, મોટેરા, ગાંધીનગર અને સાબરમતી તરફના રહીશોને રાહત થઈ છે. હાલ શીવરંજની બ્રીજની રીસરફેશ કરવાની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં જીવરાજ મહેતા બ્રીજ, ગુજરાત કોલેજ બ્રીજ, તેમજ સરદાર પટેલ બ્રિજનું પણ રીસરફેશ કરવામાં આવશે.

શહેરના ઐતિહાસિક ફર્નાન્ડીઝ બ્રીજને પણ રીપેર કરવામાં આવશે. આ બ્રિજના ડેકસ્લેબ તથા ગડરના બોટમમાં ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. તેમજ તેની ખરાબ થયેલ વોલને પણ મજબૂત કરવામાં આવશે. કેડિલાઓવરબ્રીજ અને કાલુપુર બ્રિજની પણ રીપેરીંગ કામ ચાલી રહ્યા છે. શહેરના તમામ ૮૪ બ્રીજ પર સમયાંતરે કલર કામગીરી કરવાની જરૂરિયાત ઉભી થતી હોય છે.

અગાઉ પણ તમામ બ્રીજ ઉપર ડેકોરેટીવ પ્રિન્ટીંગની કામગારી કરવામાં આવી છે. હાલમાં એલિસબ્રિજ, દધીચી બ્રીજ, ઈન્કમટેક્ષ ફ્લાયઓવર, રાણીપ આરઓબી, ગુરુજી આરઓબી, મણિનગર બીઆરટીએસ ફૂટ ઓવરબ્રિજનું કામ પ્રગતિમાં છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.