તમામ પક્ષોએ 5 વર્ષ સુધી પ્રજાનો અવાજ ઝીલવો પડશે
તમામ રાજનીતિક પક્ષો માટે આ સમય છે આત્મચિંતનનો-ચૂંટણી પરિણામોના વિશ્લેષણ સાથે હારજીતના કારણોનું પોસ્ટમોર્ટમ પણ આવશ્યક બનશે
(એજન્સી)અઢારમી લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી હાર-જિતના કારણો પાછળની કવાયત શરૂ થઈ ગઈ છે. કોની પાસે ચૂંટણી પૂર્વે શું મુદ્દા હતા, શું હોવા જોઈએ અને શું નહીં તે વિષે પણ મંથક જરૂરી બન્યું છે. ક્યાં ભાજપનું જોર ઓછું પડ્યું અને ક્યાં કોંગ્રેસે પોતાનું કૌવત દાખવ્યું તે વિષય પણ ચર્ચાનો છે.
અયોધ્યામાં ભાજપનો પરાજય પણ આત્મમંથન માગે છે એટલું જ નહીં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ જૂથને જે બેઠકો પ્રાપ્ત થઈ છે તેનાથી પણ ભાજપ અને તેમના સાથીદારોને અવઢવમાં મુકયા છે. પરિવર્તને તેઓને જમીની સ્તરનો ખ્યાલ આપી દીધો છે. ૪૦૦ની પાર જઈ શકાયું નહી તે વિષય પણ અફસોસનો રહ્યો હશે એમ કહી શકાય. પ્રજાએ જે પ્રકારનું પોતાનું વલણ દર્શાવ્યું છે તેનાથી પણ ભાજપ અને તેના સાથી પક્ષોને અવઢવમાં મુકયા છે.
ધારણા મુજબની સરસાઈ નહીં મળતા ભાજપ અને તેમના સાથીદારોને વિચારતા કરી મુકયા છે. ગુજરાતમાં વિજયની હેટ્રીક ના મળી અને ગેનીબહેન મેદાન સર કરી ગયા. આ છે પ્રજાનો મન, પ્રજાનો અભિપ્રાય અને તેનું મનોવલણ. આ સમય કોઈ એકને માટે નહીં સામુહિક આત્મચિંનનો વિષય બની રહેશે એમ કહેવું અતિશયોકિત ભર્યું નથી. લાંબા સમય ગઠબંધનની સરકાર આવશે.
નીતિશકુમર અને ચન્દ્રાબાબુ નાયડુની ભૂમિકા પણ અહીં જોવા મળશે. મોદીની ગેરન્ટી પર તેમનો અંકુશ રહેશે. રાજકારણમાં કોઈ સમીકરણ ફાઈનલ હોતું નથી. અહીં ગમે ત્યારે બાજી પલ્ટાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા દિગ્ગજો હારીને ઘરે આવ્યા છે. નવા ચહેરાઓ પણ ખીલ્યાં છે. રાહુલ ગાંધીની લોકસંપર્ક યાત્રાએ તેમને સફળતા અપાવી છે.
ર૦૧૯માં કોંગ્રેસને માંડ પર બેઠકો મળી હતી, તેમાં આ વખતે વધારો થયો છે. જોકે બન્ને મોટી પાર્ટીઓ બહુમતથી વંચિત બની છે. આજે રાજનિતિક પક્ષો માટે આત્મચિંતનનો સમય આવ્યો ખુશી અને ગમની સ્થિતિ વચ્ચે કોનો શું આત્મચિંતન કરવાની રહેશે તેની વાત કરીએ. આમ જોઈએ તો સત્તાપક્ષ અને વિપક્ષ બન્ને માટે પરિણામો અણધાર્યા કહી શકાય. સત્તા પક્ષ માટે તો વિશેષ કેમ કે એમનો મંત્ર, ‘અબકી બાર ચારસો કે પાર’ હવામાં ઓઝલ થઈ ગયો છે. જનતાએ તેમના એ મંત્રને સાકાર થવા દીધો નથી.
‘ચારસોની પાર’એ મંત્ર સાકાર થયો નહી તેથી ભાજપના પક્ષે ચિંતન આવે તે જરૂર છે. આ આંકડાને સ્પર્શ કરવો તો દૂરની વાત ભાજપાએ પોતાના પાંચ વર્ષ પહેલાના પ્રદર્શનને પણ દલબદલ કાયમ રાખી શકાયું નહી. તો વિપક્ષી દળોના ગઠબંધન ‘ઈન્ડિયા’માટે આ પરિણામો એટલા માટે આકસ્મિક અને આશ્ચર્યજનક રહ્યા કેમ કે, સમુચિત એક જુથતાનો અભાવ જણાયો આમ છતાં તેણે એનડીએને બરાબરની ટક્કર આપી છે.
સાગમટે સૌએ એક સૂરમાં તાકાત લગાવી હોત તો તેમના માટે પરિણામનું ચિત્ર જરા આગવું બની રહેત. ટૂંકમાં ચૂંટણી પરિણામના વિશ્લેષણ અને હાર-જીતના કારણોના પોસ્ટ મોર્ટમનો સમય પણ આવ્યો છે. રાજનિતીક પક્ષો એ ઘડીને આત્મચિંતન અથવા આત્મમંથનનું નામ આપે છે, આ મંથન નિશ્ચિત રીતે જ બન્ને પક્ષોની તરફથી પોત-પોતાની રીતથી થશે એમ કહી શકાય.
ભાજપા માટે જાણવું જરૂરી હશે કે, આખરે એમને યુપી તથા રાજસ્થાન જેવા મોટા પ્રદેશોમાં આ પ્રકારથી પાછા પડવાની નોબત કેમ આવી? ટિકીટ વિતરણ દરમિયાન ઉમેદવારોની પસંદની પ્રક્રિયા તથા પાર્ટીના પોતાના કાર્યકર્તાઓને નજર અંદાજ કરી દલબદલ કરી આવેલા નેતાઓને મોકો આપવાની પ્રક્રિયા પણ કારણરૂપ મનાય છે.
એમાં બે મત નથી કે, રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસે ખૂબ સરસ પ્રદર્શન કર્યું છે, પરંતુ રાજનીતિક દૃષ્ટિકોણથી જોઈએ તો એ વાત પણ સામે આવી છે કે, કોંગ્રેસ તથા બીજા પક્ષો જે ‘ઈન્ડિયા’માં શામેલ થવા એમણે સત્તામાં આવવા પોતાના સંકલ્પો અનુરૂપ એકજુથતા દર્શાવી નહી.
ભાજપા નેતૃત્વ માટે આ એક સાચેજ ચિંતાનો વિષય બની રહેશે કે વિધાનસભા ચૂંટણીઓમાં યોગ્ય પ્રદર્શન આપનાર પાર્ટીને રાજસ્થાન જેવા પ્રદેશમાં આખરે લોકસભા ચૂંટણીમાં શું થઈ ગયું ?
જયારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. દેખાવ ઉમદા થયો છે. કાયદો વ્યવસ્થામાં સુધારાના યુપી મોડલનો પ્રચાર કરનારા ઉત્તર પ્રદેશમાં મતદાતા કેમ એમનાથી વિમુખ થયા ? તેમનું વલણ કેમ બદલાયું ? જયારે ચિંતન બેઠકોનો સમય શરૂ થશે તો એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન સિવાય એનાથી ઈતર બીજા પક્ષોમાં પણ હાર જીતના કારણોનું વિશ્લેષણ થાય તો જનતાની આશાઓને પણ જરૂર ધ્યાનમાં લેવી જોઈએ.