Western Times News

Gujarati News

અમદાવાદની ત્રણેય RTO ક્ચેરી અધિકારીઓની મનમરજી મુજબ ચાલે છે

આરટીઓનો સમય સાંજના ૬ વાગ્યા સુધીનો પણ લાઈસન્સની એપોઈન્ટમેન્ટ ૪ સુધીની જ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની ત્રણેય આરટીઓ સહિત રાજ્યની આરટીઓ ક્ચેરીનો સમય સાંજના ૬.૧૦ વાગ્યા સુધીનો છે. આમ છતાં લાસન્સના રિન્યુ.ડુપ્લિકેટ, એડ્રેસ ચેન્જ, ઈન્ટરનેશનલની ઓફલાઈન કામગીરી માટે સાંજના ૪.૦૦ વાગ્યા સુધી જ એપોઈન્ટમેન્ટ મળે છે. જેથી ઓફીસથી રજા લઈને આવતાં અરજદારોનું ૪.૦૦ વાગ્યા પછી કામ થતું નથી. બપોર પછી આવનાર અરજદારોને ફરજિયાત સવારે જ આવવું પડે છે.

આરટીઓ ક્ચેરીના સમય કરતાં બે કલાક વહેલા એપોઈન્ટમેન્ટના સ્લોટ મળતાં નથી. જેની પાછળનું કારણ આરટીઓ અધિકારીએ જણાવતા કહ્યું કે, ૪.૦૦ વાગે કામગીરી બંધ કરીએ ત્યારે સાંજે ૬.૦૦ વાગ્યા સુધી અન્ય પ્રોસેસ પુરી કરી શકીએ છે. જો ૬.૦૦ વાગે બંધ કરીએ તો રાત્રિના ૮.૦૦ વાગ્યા સુધી રોકવું પડે.

જ્યારે વાહનવ્યવહારના એક અધિકારીએ કહ્યું કે, આરટીઓ ક્ચેરીમાં વાહન અને લાઈસન્સની કામગીરી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી કરવાની હોય છે. જો કોઈ ક્ચેરીમાં વહેલી કામગીરી આટોપી લેવાતી હોવાની જાણકારી મળશે તો આરટીઓ-એઆરટીઓનો ખુલાસો પૂછાશે.

બીજી તરફ બપોર ૪.૦૦ વાગ્યા પછી ઓફિસથી વહેલા છૂટી અથવા પ્રથમ શીફ્ટમાં કામ કરનાર અરજદારને ઓફીસના સમય બાદ લાઈસન્સ અને ઈન્ટરનેશનલ લાઈસન્સના ઓફલાઈન કામ માટે આરટીઓમાં આવવું હોય તો એપોઈન્ટમેન્ટ મળતી નથી. જેના લીધે અરજદારને ફરજિયાત રજા લઈને જ આરટીઓની કામગીરી કરવી પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.