Western Times News

Gujarati News

ધાર્મિક સ્થળોએ જતી તમામ ટ્રેનો હાઉસફુલઃ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ

તહેવારોમાં અન્ય રાજ્યોમાં જવા માટે દિવાળી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ-છઠ પૂજા, દિવાળી વેકેશન, વતન જતા લોકો અને ધાર્મિક પ્રવાસના પગલે ઉત્તર ભારત જતાં પ્રવાસીઓનો ધસારો

(એજન્સી)અમદાવાદ, દિવાળી વેકેશનની રજાઓમાં અન્ય રાજ્યોના પર્યટન અને ધાર્મિક સ્થળોએ હરવા-ફરવા માટે ગુજરાતીઓ માટેા ભાગે ટ્રેનોની મુસાફરી પસંદ કરે છે, જેના કારણે ઉત્તર-દક્ષિણ ભારત સહિતના તમામ રાજ્યોની ટ્રેનો હાઉસફુલ થઈ છે અને બધી ટ્રેનોમાં માટેું વેઈટિંગ જાેવા મળી રહ્યું છે. જાેકે આજથી પશ્ચિમ રેલવેએ દિવાળી અને છઠપૂજા માટે ઉત્તર ભારત જતી સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ કર્યાે છે, જેના કારણે હજારો મુસાફરોને રાહત થશે.

અત્યારે તમામ રેગ્યુલર ટ્રેનો હાઉસફુલ જઈ રહીહોવાથી મુસાફરો માટે રિઝર્વ ટિકિટ મેળવવી અશક્ય છે, પરંતુ સ્પેશિયલ ટ્રેનોમાં તેમને સીટ મળવાની શક્યતા છે, કારણ કે રેલવેતંત્ર હજુ આગામી સમયમાં દિવાળી વેકેશનને લઈ અનેક નવી સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવાશે.

બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ સહિત અન્ય રાજ્યના લોકો વસે છે. આ તમામ લોકો માટે દિવાળી અને તે પછી ઉજવાતા છઠ વર્ષનું અનેકગણું મહત્વ છે, જેથી મોટી સંખ્યામાં લોકો આ તહેવાર વતનમાં ઉજવવાનું પસંદ કરે છે, ટ્રેેનોમાં ૧૨૦ દિવસ પહેલાં બુકિંગ શરૂ થવાની સાથે જ ઉત્તર ભારતના લોકો વતનમાં જવા માટે રિઝર્વેશન સેન્ટર તેમજ બુકિંગ એજન્ટ પાસેથી રિઝર્વેશન મેળવી લે છે,

જેના કારણે દિવાળી દરમિયાન અમદાવાદથી દિલ્હી સહિત ઉત્તર ભારત તરફ જતી આશ્રમ એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, હરિદ્વાર મેલ, સાબરમતી એક્સપ્રેસ, અઝીમાબાદ એક્સપ્રેસ, ગોરખપુર એક્સપ્રેસ સહિતની અન્ય ટ્રેનો અત્યારથી જ હાઉસફુલ છે.છઠ્ઠ પૂજા વ્રતની ઉજવમઈ ૧૮ નવેમ્બરને શનિવારથી શરૂ થઈ રહી છે, જેનું સમાપન ૧૯ નવેમ્બરે થશે. આગલા દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે,

વ્રત રાખનારી મહિલાઓ આ દિવસે માત્ર એક જ વાર ખાય છે. છઠ્ઠ પૂજાના બીજા દિવસને ખારણા કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ વ્રતનું અનેકગણું મહત્વ છે, સાથે દિવાળી વેકેશન પણ હોઈ ઉત્તર ભારત જતા યાત્રીઓનો ધસારો છે. દિવાળી વેકેશનની રજાના દિવસોમાં આ વર્ષે પ્રવાસીઓએ ઉત્તર ભારત પર વધુ પ્રમાણમાં પસંદગી ઉતારી છે.

દિવાળી વેકેસનમાં હરિદ્વાર, ચારધામની યાત્રાએ જવા માટે આ વર્ષે જબરો ધસારો જાેવા મળી રહ્યો છે. હરિદ્વારની સાપ્તાહિક ટ્રેનમાં ૨૫૦થી વધુ વેટઈટિંગ છે. એસી કોચમાં ૧૦૦ ઉપરાંત વેઈટિંગ છે. જમ્મુ-કાશ્મીર, વૈષ્ણોદેવી, મનાલી, શિમલા, કટરા તરફ જતી હાપા-કટરા, જામનગર-કટરા ટ્રેનોમાં પણ મોટું વેઇટિંગ છે. દિલ્હી તરફ જતી ટ્રેનો પણ હાઉસફુલ છે.

દક્ષિણ ભારત જતી ટ્રેનોમાં પણ ડિસેમ્બર સુધી વેઈટિંગ છે. રામેશ્વરની સાપ્તાહિક ઓખા-રામેશ્વર ટ્રેનો ફુલ છે. યુપી અને બંગાળ તરફની ઓખા-ગોરખપુર અને પોરબંદર-હાવડા ટ્રેનો પણ ફુલ છે. હવે દિવાળી વેકેશનની રજાઓમાં પર્યટન અને ધાર્મિક સ્થળોએ જતી તમામ ટ્રેનો ફુલ હોવાથી કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ છે. અનેક પ્રવાસીઓને હવે તાત્કાલિક ટિકિટ બુક કરાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે દિવાળીની રજાઓમાં ટ્રેનોની મુસાફરી માટે તત્કાલ ટિકિટનો જ વિકલ્પ બાકી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.