સ્પેશિયલ્ટી કેમિકલ્સ ઉત્પાદક ઓલકેમ લાઇફ સાયન્સિસે સેબીમાં DRHP ફાઇલ કર્યું

એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેશિયલ્ટી કેમિકલ્સની ભારતીય ઉત્પાદક ઓલકેમ લાઇફસાયન્સિસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. Allchem Lifescience Limited Files DRHP With SEBI
આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 190 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 7,155,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં કાંતિલાલ રમણલાલ પટેલ દ્વારા પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 3,577,500 સુધીના અને મનીષા બિપિન પટેલ દ્વારા પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 3,577,500 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ).
ઓલકેમ લાઇફસાયન્સ લિમિટેડ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી અથવા પૂર્વ-ચૂકવણી તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને કંપનીની વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ચોખ્ખી આવકમાંથી રૂ. 130 કરોડની અંદાજિત રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
2017માં સ્થાપિત ઓલકેમ લાઇફસાયન્સ લિમિટેડ એ એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) ઇન્ટરમીડિયેટ અને સ્પેશિયાલિટી કેમિકલ્સની ભારતીય ઉત્પાદક છે. કંપની કી સ્ટાર્ટિંગ મટિરિયલ્સ (કેએસએમ), જેનેરિક એપીઆઈ ઇન્ટરમીડિયેટ અને સ્પેશિયાલિટી કેમિકલ્સના ઉત્પાદનમાં નિષ્ણાંત છે. કંપની પાઇપરાઝિન ડેરિવેટિવ્ઝના ઉત્પાદનમાં મુખ્ય કંપની છે, જે ક્વેટીઆપાઇન જેવા એપીઆઈના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ કાચી માલસામગ્રી છે. કેરના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2024 સુધીમાં કંપનીનું રિએક્શન વોલ્યુમ 1,134 કેએલ અને હાઇડ્રોજનેશન ક્ષમતા 60 કેએલ છે, જે તેને ભારતમાં સૌથી મોટી કંપનીઓમાંની એક કંપની બનાવે છે.
વર્ષોથી, ઓલકેમ લાઇફસાયન્સે 263 પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી છે જે ઓર્ગેનિક કેમિકલ કમ્પાઉન્ડ્સમાં વિવિધ કેમેસ્ટ્રીઝ પર તેમનું મજબૂત ધ્યાન દર્શાવે છે. કંપનીનું ધ્યાન એવી પ્રોડક્ટ્સની સંભવિત માંગને ઓળખવા પર રહ્યું છે જે ભારતમાં મેળવવી મુશ્કેલ છે અથવા જે આયાત અવેજી તરીકે સરળતાથી ઉપલબ્ધ નથી. કંપની આવી પ્રોડક્ટ્સ વિકસાવવા અને માંગ પૂર્ણ થયા પછી ઉત્પાદન વધારવા પર ધ્યાન આપી રહી છે. પ્રોડક્ટ બુકેની આવી વિવિધતા કંપનીને ફાર્માસ્યુટિકલ, કૃષિ રસાયણો, પશુચિકિત્સા, પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોકેમિકલ સહિત વિવિધ પ્રકારના ઔદ્યોગિક ઉપયોગો માટે સક્ષમ બનાવે છે.
ઓલકેમ લાઇફસાયન્સ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, બોન્ડ કેમિકલ લિમિટેડ, કેમોએસિન્થા બીવી, કોહેન્સ લાઇફ સાયન્સીસ લિમિટેડ, એજેન કંપની લિમિટેડ, હાટ્ટોરી કોર્પોરેશન, હુઆયન જિયામુ બાયોટેકનોલોજી કંપની લિમિટેડ, ઇન્ડોકો રેમેડીઝ લિમિટેડ, મેગાફાઇન ફાર્મા (પ્રાઇવેટ) લિમિટેડ, માઇક્રો લેબ્સ લિમિટેડ, Moehs Iberica, S.L., એમએસએન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ, નાગાસે ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, નિયોજેન કેમિકલ્સ લિમિટેડ, ન્યુલેન્ડ લેબોરેટરીઝ લિમિટેડ, ઓલોન એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, યુનિકેમ લેબોરેટરીઝ લિમિટેડ, વસુધા ફાર્મા કેમ લિમિટેડ અને વિવાટિસ ફાર્મા GmbH જેવા અગ્રણી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સેવાઓ આપે છે. 31 ડિસેમ્બર, 2024 સુધીમાં કંપની ભારતના 13 રાજ્યો અને વિદેશમાં 22 દેશોમાં ગ્રાહકોને સેવા આપે છે. નાણાંકીય વર્ષ 2024 સુધીમાં, તેમના ભારતમાં 148 ગ્રાહકો અને વિદેશમાં 66 ગ્રાહકો છે.
કંપનીનું ઉત્પાદન એકમ ગુજરાતના વડોદરાના મંજુસરમાં છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ, ઉત્પાદન એકમની કુલ ઇક્વિપમેન્ટ કેપેસિટી 1,133.50 કેએલ હતી. કંપનીએ નાણાંકીય કામગીરીમાં સતત વૃદ્ધિ દર્શાવી છે. નાણાંકીય વર્ષ 2022 અને નાણાંકીય વર્ષ 2024 વચ્ચે કામગીરીમાંથી આવક 12.75 ટકાના સીએજીઆર પર વધી છે.
30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા 6 મહિનાના સમયગાળા દરમિયાન અને નાણાંકીય વર્ષ 2024, નાણાંકીય વર્ષ 2023 અને નાણાંકીય વર્ષ 2022 દરમિયાન કામગીરીમાંથી આવક રૂ. 784.48 મિલિયન, રૂ. 1,374.21 મિલિયન, રૂ. 1,057.19 મિલિયન અને રૂ. 1,081.01 મિલિયન હતી. આ ઉપરાંત, 31 માર્ચ, 2022 થી 31 માર્ચ, 2024 સુધીમાં કરવેરા પછીનો નફો (ચોખ્ખો નફો) 28.65 ટકાના સીએજીઆર પર વધ્યો છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા 6 મહિનાના સમયગાળા માટે અને નાણાંકીય વર્ષ 2024, નાણાંકીય વર્ષ 2023 અને નાણાંકીય વર્ષ 2022 માટે કરવેરા પછીનો નફો અનુક્રમે રૂ. 108.91, રૂ. 234.09 મિલિયન, રૂ. 179.89 મિલિયન અને રૂ. 141.39 મિલિયન હતો.
એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર્સ હતા.