Western Times News

Gujarati News

10 વર્ષ અગાઉ હાટકેશ્વર બ્રીજના કોન્ટ્રાકટરની 2 કરોડ પેનલ્ટી ઘટાડી હોવાના આક્ષેપ

File

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ છત્રપતિ શિવાજી ફલાય ઓવરની નબળી ગુણવત્તાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે સદર બ્રીજ માટે વાપરવામાં આવેલ મટીરિયલના રિપોર્ટ ત્રણ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા છે. Allegation of reducing 2 crore penalty of Hatkeshwar Bridge contractor 10 years ago

હવે કમિશ્નર દ્વારા મટિરિયલના સેમ્પલ રૂરકી ખાતે મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યા બાદ બ્રીજની દશા અને દિશા નકકી થશે પરંતુ આ બધી ગડમથલ વચ્ચે એક નવો જ વિવાદ બહાર આવ્યો છે. બ્રીજના કોન્ટ્રાકટરને એક દાયકા અગાઉ તત્કાલીન કમિશ્નર દ્વારા રૂા.ર કરોડ કરતા વધુ રકમની પેનલ્ટી કરવામાં આવી હતી પરંતુ સત્તાધારી પાર્ટીની રહેમનજર હોવાથી નજીવી પેનલ્ટી લઈ માંડવાળ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૧-૧૨માં ગોતા રેલવે ઓવરબ્રિજ અજય ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો. ગોતા રેલવે ઓવરબ્રિજમાં મ્યુનિસિપલ કમિશનરે દ્વારા તેને રૂપિયા ૨.૩૬ કરોડની પેનલ્ટી આપવામાં આવી હતી.

જેને ભાજપની સ્ટેન્ડિંગ કમિટીએ તેમાં ઠરાવમાં સુધારો કરી અને તેને માત્ર ૨૩ લાખની પેનલ્ટી કરી હતી. આમ પેનલ્ટીમાં રૂ. ૨.૧૩ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો હતો હાટકેશ્વર બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું જેને રિપેરિંગ કરવાના કારણે છેલ્લા છ મહિનાથી આ બ્રિજ બંધ છે.

હાટકેશ્વર બ્રીજ પણ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જ બનાવવામાં આવ્યો છે. લેબોરેટરીના રિપોર્ટ મુજબ બ્રીજમાં જે માલસામાન વાપરવામાં આવે છે તેની ક્ષમતા ટેન્ડરમાં દર્શાવેલ ક્ષમતા કરતા માત્ર ર૦% જ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ ગોતા ફલાય ઓવર માટે અજય ઈન્ફ્રાસ્ટ્રકચરને જે પેનલ્ટી કરવામાં આવી હતી તેમાં સ્ટેન્ડિગ કમિટી દ્વારા ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ તત્કાલીન કમિશ્નરે ઘટાડાને નામંજુર કર્યો હતો તથા પુરી પેનલ્ટી લેવાનો જ આગ્રહ રાખ્યો હતો જેના કારણે શાસક પક્ષ અને વહીવટી તંત્રના વડા આમને સામને આવી ગયા હતાં.

ત્યારબાદ કમિશ્નરની બદલી થયા બાદ નવા કમિશ્નર ડી. થારા એ સ્ટેન્ડિગ કમિટિ દ્વારા કરવામાં આવેલ ઠરાવને મંજુર રાખ્યો હતો તથા કરોડોની પેનલ્ટી લાખોમાં લઈ શાસક પક્ષ અને કોન્ટ્રાકટરને છાવર્યા હતા તેમજ તંત્રની તિજાેરીને નુકસાન કર્યું હતું તેવા આક્ષેપ ચાલી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.