વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભંગાણના એંધાણ
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે AAPએ પણ તૈયારી શરૂ કરી છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે.
તો છછઁ એ તો નવો ચિલો ચીતરીને મંગળવારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પરંતુ કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી જાેવા મળી રહી છે, કારણ કે ચૂંટણી પહેલા વધુ એક વાર પાર્ટીમાં ભંગાણના એંધાણ વર્તાય રહ્યા છે.
કોંગ્રસના અગ્ર હરોળના નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી નરેશ રાવલ કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે. પક્ષમાં અવગણનાને કારણે હાલ નરેશ રાવલ પાર્ટીથી નારાજ જાેવા મળી રહ્યા છે. જેને કારણે તેણે હવે પક્ષ છોડવાનો ર્નિણય લીધો છે.
માહિતી મુજબ ૨-૩ દિવસમાં નરેશ રાવલ પાર્ટી માંથી રાજીનામુ આપી શકે છે. આ સાથે એવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે કે આગામી સમયમાં તેઓ ભાજપમા જાેડાશે.
તો એવી પણ માહિતી મળી રહી છે કે નરેશ રાવલ સાથે અન્ય એક રાજ્યસભાના પૂર્વ સાંસદ પણ પાર્ટી છોડી શકે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે નરેશ રાવલના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.SS1MS