એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટનો એડ-ટેક્ ક્ષેત્રમાં પ્રવેશઃ ડિજિટલ કંપની એલેન ડિજિટલ (ADPL) શરૂ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/Allen-Career-Institute-1024x600.jpg)
જયપુરઃભારતમાં વિદ્યાર્થીઓ માટે સંગઠિત શિક્ષણમાં પ્રણેતા એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ (ACI) એ આજે તેની પ્રથમ ડિજિટલ કંપની એલેન ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ લોંચ કરીને એડ-ટેક સેક્ટરમાં પ્રવેશ કર્યો હોવાની જાહેરાત કરી હતી. Allen Career Institute forays into ed-tech; Launches its maiden digital arm Allen Digital Pvt Ltd (ADPL)
JEE (એડવાન્સ્ડ અને મેઇન) અને NEET (UG) જેવી પ્રવેશ પરીક્ષાનાં કોચિંગ માટે પ્રણેતા કંપની ભારતમાં અને વિદેશમાં પોતાનાં નવા ડિજિટલ વેન્ચર દ્વારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સુધારો કરવા માંગે છે.
સંજોગોને કારણે આશાસ્પદ વિદ્યાર્થીઓનું ભાવિ ન રોળાવું જોઇએ તેવી માન્યતા સાથે એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ડિજિટલ અને ઓફલાઇન વિકલ્પો દ્વારા કેરિયર કોચિંગમાં ક્રાંતિ લાવવા માંગે છે.
એલેન ડિજિટલ વિદ્યાર્થીઓને મેન્ટોર સપોર્ટ, ઓનલાઇન અને ઓફલાઇન સપોર્ટ, કેરિયર કાઉન્સેલિંગ અને સાયકોલોજિકલ કાઉન્સેલિંગ દ્વારા સજ્જ કરશે.
વધુમાં, આ પ્લેટફોર્મ પર IIT-JEE માટે અને NEET તૈયારી માટેનાં ફ્લેગશિપ કોર્સ તથા ટૂંકા ગાળાનાં, લાંબા ગાળાના વર્કશોપ અને ક્રેશ કોર્સ ફોર્મેટમાં નોન-સાયન્સ ક્યુરેટેડ કોર્સ પણ ભણાવવામાં આવશે.
એડ-ટેક ક્ષેત્રમાં પ્રવેશ અંગે ટિપ્પણી કરતા એલેન ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના એમડી આનંદ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “છેલ્લાં ત્રણ દાયકાથી એલેન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે શ્રેષ્ઠ કોચિંગ સંસ્થા તરીકે ઊભરી આવી છે અને આ પરીક્ષાઓમાં સતત ઉત્તમ પરિણામ આપી રહી છે.
અમારા ઉત્તમ પરિણામ અને શિક્ષણને કારણે દર વર્ષે કોટા અને અન્ય લોકેશન્સમાં અમારા સેન્ટર્સમાં વિદ્યાર્થીઓ અને માબાપ અમારો સંપર્ક સાધે છે. અત્યારની સ્થિતિમાં વિકલ્પો ખૂબ છે અને શિક્ષણ પ્રથા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે અમારી સેવાઓ લેવા સ્થળ ન બદલવાની સ્થિતિમાં ન હોય તેવા વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડવાની જરૂર જણાઈ રહી છે. વળી, ડિજિટલની સર્વવ્યાપકતાને કારણે અમે શિક્ષણની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વગર ઝડપથી વ્યાપ વધારી શકીશું.”
વધુમાં, ક્લાસ કોચિંગમાં શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે કંપની વિદ્યાર્થીની શૈક્ષણિક જરૂરિયાતને આધારે કોર્સ કસ્ટમાઇઝેશન વિકલ્પો પૂરાં પાડશે. ડિજિટલ કોચિંગનો વિકલ્પ અપનાવનાર વિદ્યાર્થીઓ પોતાનાં શૈક્ષણિક અને કારકિર્દીનાં ધ્યેયને આધારે લર્નિંગ મોડ્યુલ્સ નક્કી કરી શકશે. વિદ્યાર્થીઓ ટોપિક લેવલ પર પણ પોતાનાં સ્ટડી પ્લાનનું આયોજન અને તેમાં ફેરફાર કરી શકશે.
એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વાઇસ પ્રેસિડન્ટ પંકજ અગરવાલે જણાવ્યું હતું કે, “અમારી સંસ્થાનાં નક્કર મૂલ્યોનું નિર્માણ કરતાં એલેન ડિજિટલ તેની એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપવા કટિબધ્ધ છે. આ અત્યાધુનિક પ્લેટફોર્મ પર અમારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ આપવામાં આવશે. માત્ર સાયન્સ પૂરતું મર્યાદિત રહેવાને બદલે વૈવિધ્યપૂર્ણ શાખાઓ પર ધ્યાન રાખતા વિદ્યાર્થીઓને પણ અમે ઓફર કરી રહ્યા છીએ.”
એલેન કેરિયર ઇન્સ્ટિટ્યૂટે ગયા મહિને બોધી ટ્રી પાસેથી 60 કરોડ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતું. હવે એલેન ડિજિટલનાં લોંચ દ્વારા ગ્રૂપ હવે ભારતનાં 40 શહેરોથી આગળ વિસ્તરણ કરવા માંગે છે. વિદ્યાર્થીઓએ હવે ભણવા માટે ફરજિયાત ક્લાસરૂમમાં જવાની જરૂર નથી અને એ રીચે તેઓ પોતાનાં સપના સાકાર કરી શકશે.