Western Times News

Gujarati News

એલોપેથિક ડૉકટરોએ ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી લાઇસન્સ લેવું ફરજિયાત

ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ડૉકટરોને તેઓની MCI/ NMC દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ સ્પેશ્યાલિટી કે સુપર સ્પેશ્યાલિટી ડિગ્રીનું લાઇસન્સ/ રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક

ભારત દેશ બહાર  MBBS પાસ થઈને આવતા કેટલાક એલોપેથિક ડૉક્ટર્સ (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (FMGs)) કે જે ભારત દેશની M.B.B.S. લાયકાતને સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા છતાં પોતે M.D. PHYSICIAN અથવા Doctor of Medicine લાયકાતધારક હોવાનું દર્શાવી/લખી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે,

તો આવા તમામ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMGs) એ તેઓના પ્રિસ્ક્રીપ્શન, વિઝિટિંગ કાર્ડ, લેટર પેડ, સાઈન બોર્ડ, રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે જેવી તમામ જગ્યાઓ પર ફક્ત M.B.B.S. જ લખવાનું રહેશે અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા તમામ એલોપેથિક ડૉકટરોએ તેઓના પ્રિસ્ક્રીપ્શન, લેટર પેડ/ રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે પર તેઓને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ લાઇસન્સ નંબર ફરજિયાતપણે દર્શાવવાનો રહેશે અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

એટલું જ નહીં, તમામ એલોપેથિક ડૉક્ટરોએ ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા  ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી લાઇસન્સ લેવું ફરજિયાત છે. અન્ય રાજ્યનું કે MCI/NMCનું રજિસ્ટ્રેશન/ લાઇસન્સ હોય છતાં ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન/ લાયસન્સ લેવું ફરજિયાત છે અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

અગત્યની વાત એ છે કે, ગુજરાત મેડિકલ કાઉન્સિલના ધ્યાન પર આવ્યું છે કે, ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા કેટલાક સ્પેશ્યાલિસ્ટ/ સુપર-સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો ગુજરાત મેડિકલ કાઉન્સિલનું ફક્ત MBBSનું જ રજિસ્ટ્રેશન/ લાઇસન્સ ધરાવે છે પરંતુ તેમની પોસ્ટ ગ્રેજ્યુએટ MD/ MS જેવી સ્પેશ્યાલિટી કે MCH/ DM જેવી સુપર સ્પેશ્યાલિટી ડિગ્રીનું રજિસ્ટ્રેશન/ લાઇસન્સ લીધું નથી,

તો આવા ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરોને તેઓની MCI/ NMC દ્વારા માન્યતાપ્રાપ્ત તમામ સ્પેશ્યાલિટી કે સુપર સ્પેશ્યાલિટી ડિગ્રીનું લાઇસન્સ/ રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક હોઈ સત્વરે કરાવી લેવા જણાવવામાં આવે છે

અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડીકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે, એવું ગુજરાત મેડિકલ કાઉન્સિલરના રજિસ્ટ્રારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.