Western Times News

Gujarati News

50 લાખના ખર્ચે સાવરકુંડલા તાલુકામાં 16 ગામોમાં મિની ટ્રેકટરો તથા ટ્રોલીઓની ફાળવણી

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વચ્છતા મિશન ચાલુ કરવામાં આવ્યુ છે ત્યારે તેને અંતર્ગત સ્વચ્છતા અંગેની અલગ અલગ ગ્રાન્ટો રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે.

ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયતની કચેરીમાં ગામડાઓને રળીયામણુ બનાવવા માટે તેનું પ્રથમ પગથીયુ સ્વચ્છતા છે જે અંતર્ગત ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા દ્વારા અને લોકપ્રિય સાંસદશ્રી નારણભાઇ કાછડીયાની વિશેષ ઉપસ્થિતીમાં ૧૬ ગામોમાં ઘન કચરના નિકાલ માટે રૂા.૫૦ લાખના ખર્ચે મિની ટ્રેકટરો તથા ટ્રોલીઓ ફાળવવામાં આવેલ છે.

સાવરકુંડલા તાલુકામાં ૧૬ ગામો જેવા કે, ચિખલી, જેજાદ, કેરાળા, કાનાતળાવ, લીખાળા, વિજયાનગર, બોરાળા, વિરડી, જીરા, હાડીડા, મોટાભમોદ્રા, દોલતી, વણોટ, આદસંગ, મેરીયાણા તથા ગોરડકા ગામોમાં ઘન કચરના નિકાલ માટે ગ્રામ પંચાયતોને મિની ટ્રેકટરો તથા ટ્રોલીઓ અર્પણ કરવામાં આવેલ છે આ સમગ્ર આયોજન તાલુકા વિકાસ અધીકારીશ્રી પરમાર તથા યુવા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

જેમાં તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયા, મહામંત્રીશ્રીઓ ચેતનભાઇ માલાણી, નિતીનભાઇ નગદીયા, સરપંચ એશોસીએશનના પ્રમુખશ્રી હિતેશભાઇ ખાત્રાણી, અતુલભાઇ બોરાળા, લલીતભાઇ બાળધા, તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી મહેશભાઇ ભાલાળા, ઉપપ્રમુખશ્રી પરશોતમભાઇ ઉમટ, સરપંચશ્રીઓ, અધીકારીશ્રીઓ તથા ભાજપાના સર્વે પદાધીકારીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ અને કાર્યકર્તા મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા તેમ ”અટલધારા” કાર્યાલયની યાદીમાં જણાવાયુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.