‘પુષ્પા ૨’ થિયેટરમાં આવે તે પહેલા મુશ્કેલીમાં ફસાયો અલ્લુ અર્જુન
મુંબઈ, અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ આ વર્ષની સૌથી ચર્ચિત અને મોસ્ટ અવેટેડ ફિલ્મો પૈકીની એક છે. દર્શકોની વચ્ચે આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ‘પુષ્પા ૨ઃ ધ રુલ’ ૫ ડિસેમ્બરે રિલીઝ થશે, જેમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં નજર આવશે.
આ દરમિયાન અલ્લુ અર્જુન એક બીજા કારણે ચર્ચામાં આવી ગયો છે. એક્ટર સામે હૈદરાબાદના જવાબર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આવું માત્ર એક શબ્દના કારણે થયું છે. અલ્લુ અર્જુન તાજેતરમાં જ મુંબઈમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં સામેલ થયો હતો જ્યાં તેણે પોતાના ફેન બેઝને ‘આર્મી’ કહીને સંબોધિત કર્યાે હતો.
આ શબ્દના કારણે શ્રીનિવાસ ગૌડ નામના એક વ્યક્તિએ એક્ટર સામે ફરિયાદ નોંધાવી છે. શ્રીનિવાસ ગૌડે અલ્લુ અર્જુન દ્વારા પોતાના ફેન બેઝ માટે આર્મી શબ્દના ઉપયોગને લઈને વાંધો વ્યક્ત કર્યાે છે.ગ્રીન પીસ એનવાયરમેન્ટ એન્ડ વોટર હાર્વેસ્ટિંગ ઓપરેશનના અધ્યક્ષ શ્રીનિવાસ ગૌડે એક વીડિયો જારી કર્યાે છે, જેમાં તેણે કહ્યું ‘અમે ટોલિવૂડ સ્ટાર અલ્લુ અર્જુન સામે ફરિયાદ નોંધાવી છે.
અમારી તેમને વિનંતી છે કે તે પોતાના ફેન બેઝ માટે આર્મી જેવા શબ્દનો ઉપયોગ ના કરે કેમ કે આ એક ખૂબ સન્માનજનક શબ્દ છે. આ તેમના માટે ઉપયોગ થાય છે, જે આ દેશની રક્ષા કરે છે. તેથી તમે પોતાના ફેન્સ માટે આ શબ્દનો ઉપયોગ ન કરી શકો.
તેના બદલે તમે બીજા શબ્દોનો ઉપયોગ કરી શકો છો.’અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અત્યારે ‘પુષ્પા ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સિવાય ફહાદ ફાસિલ અને પ્રકાશ રાજ જેવા કલાકાર પણ મહત્ત્વના રોલમાં છે.SS1MS