અલ્લુ અર્જુને દાઢી કઢાવી, પુષ્પા ૨ હવે આવતા વર્ષે
મુંબઈ, અલ્લુ અર્જુન, સમંથા રૂથ પ્રભુ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા’ની સફળતા બાદ દર્શકો ખુબ આતુરતાપૂર્વક ‘પુષ્પા ૨- ધ રુલ’ની રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ પહેલાંથી જ પોસ્ટપોન થઈ ચૂકી છે. આ ફિલ્મના બે ગીતો આવી ચૂક્યાં છે અને લોકપ્રિય પણ થયાં છે.
શરૂઆતમાં આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ કરવાની વાત હતી. પરંતુ હવે ફિલ્મનું પ્રિમિયર જ ૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ શીડ્યુલ થઈ ગયું છે. તેના કારણે એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે ફિલ્મની રિલીઝ પણ પાછી ઠેલાશે.
કેટલાંક અહેવાલો મુજબ અલ્લુ અર્જુન ફિલ્મના અનિયમિત શૂટિંગથી કંટાળી ગયો છે અને સંતુષ્ટ નથી તેથી તેણે પોતાની દાઢી કઢાવી નાખી છે, જે ફિલ્મમાં તેના પાત્રના લૂકનો એક મહત્વનો ભાગ હતી. ત્યાર બાદ તે પોતાના પરિવાર સાથે વેકેશન ગાળવા યુરોપ જતો રહ્યો હતો. એ દરમિયાન ફિલ્મનો ડિરેક્ટર પણ યૂએસ ચાલ્યો ગયો હતો, તેના કારણે ફિલ્મ પાછી ઠેલાતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
તો કેટલાંક સૂત્રોનું કહેવું છે કે આ બધી અફવાઓ છે અને અલ્લુ અર્જુને ખાસ ફિલ્મ માટે થઈને જ દાઢી કાઢી નાખી છે. તેમ છતાં એવી શક્યતાઓ વધુ લાગે છે કે ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે, તેથી નિરાશ દર્શકો પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી.
ફિલ્મ મેકર્સે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરીને આ ચર્ચાઓ અને અફવાઓનો અંત લાવવાની જરૂર છે. ‘પુષ્પા ૨- ધ રુલ’માં પણ અલ્લુ અર્જૂન સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે તેમજ ફવાદ ફાસિલ વિલનનના રોલમાં હશે. આ ઉપરાંત અનસૂયા ભારદ્વાજ, સુનિલ, રાવ રમેશ અને જગદીશ સહિતના કલાકારો વિવિધ રોલમાં જોવા મળશે.SS1MS