Western Times News

Gujarati News

પુ્ષ્પા-2ના એક સીન માટે અલ્લુ અર્જુનનો પગ દર ૫-૧૦ દિવસે ઈજાગ્રસ્ત થઈ જતો હતો

મુંબઈ, ફિલ્મમાં ભલે પુષ્પરાજ કોઈ સામે ઝૂકે નહીં અને કોઈ તેની સામે ટક્કર ઝીલી શકે નહીં પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. હવે કેટલાંક એવા અહેવાલો સામે આવ્યા છે કે ‘પુષ્પા ૨’ના જાથારા વાળા સીન માટે અલ્લુ અર્જૂને ઘણી ઇજાઓનો ભોગ બનવું પડ્યું હતું.

તાજેતરમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ આ વાત કરી હતી. તેણે જણાવ્યું કે આ ગીતના શૂટ દરમિયાન અલ્લુ અર્જુનને ઘણી ઇજાઓ થઈ હતી. દર ૫-૧૦ દિવસે તને પગમાં અને ગળામાં ઇજાઓ થઈ હતી.અલ્લુ અર્જુનના પર્ફાેર્મન્સથી તો ફિલ્મ દર્શકો ખુશ થઈ ગયા હતા.

ખાસ કરીને ગીતમાં ‘પુષ્પા ૨ ઃ ધ રુલ’માં ખાસ કરીને ગંગો રેણુકા થલ્લી (જથારા) ગીતના શૂટમાં અલ્લુએ ગંગન્ના થલ્લીનાં માનમાં સાડી પહેરી હતી, ભારે મેકઅપ કર્યાે હતો અને તેમજ ભારે ઘરેણાં પહેર્યાં હતાં. ત્યારે ગણેશ આચાર્યએ તાજેતરમાં અલ્લુ અર્જુનના ફિલ્મ માટેનારપ ડેડિકેશનના વખાણ કર્યા હતા અને ઇજાની અસર જળવાઈ રહે તે માટે તેણે વારંવાર પતાને ઇજાઓ પહોંચાડી હતી.

ગણેશ આચાર્યએ કહ્યું, જાથરા ગીતનું શૂટ અમારા માટે “અતિશય પડકારજનક” હતું. ૨૯ દિવસ સુધી આ ગીતનું શૂટિંગ સતત ચાલતું રહ્યું હતું. તેણે આ ગીત માટેનો બધો જ શ્રેય અલ્લુ અર્જુનની ઉર્જાને આપ્યું હતું.

ગણેશ આચાર્યએ કહ્યું,“એણે આ બે ફિલ્મ માટે પોતાના પાંચ વર્ષ સમર્પિત કરી દીધાં છે. જાથરામાં તેણે સાડી, ઘુંઘરુ, ગળાના હાર, બ્લાઉઝ અને બીજું કેટલું બધું પહેર્યું હતું.

દર ૫-૧૦ દિવસે એ પોતાને ઇજા પહોંચાડી આવતો હતો., ક્યારેક એનો પગ તૂટી જતો તો ક્યારેય ગળામાં ઇજા થઈ જતી હતી. છતાં તેણે ક્યારેય કામ અટકવા દીધું નથી.”આ સીન વિશે અલ્લુ અર્જુને એક વાર કહ્યું હતું કે, શરૂઆતમાં જ્યારે ડિરેક્ટરે મને આ સીન વિશે વાત કરી તો ત્યારે તે થોડો નર્વસ હતો.

તેને મુંઝવણ હતી કે તે આ કામ કઈ રીતે કરી શકશે, પરંતુ તેણે આ કામ પડકારની જેમ સ્વીકાર્યું અને કરી બતાવ્યું.અલ્લુ અર્જુને કહ્યું હતું, “પહેલાં મને ડર હતો, પછી મેં થોડો અભ્યાસ કર્યાે. પછી અમે જાણતા હતા કે આ જ સીન ફિલ્મમાં મહત્વનો બની રહેશે. મને ખબર હતી કે એક કલાકાર તરીકે આ મારા માટે પડકારજનક હતું. જો હું આ કરી લઈશ તો હું એક કલાકાર તરીકે મોટું નામ કરીને નીકળીશ. મેં અને સુકુમાર ગારુએ માત્ર એક વિચાર કર્યાે હતો, એ કે જો એ સાડી પહેરશે તો તેણે ઘણું વધારે પુરુષપણું દર્શાવવું પડશે, એનું પૌરુષત્વ જવું જોઈએ નહીં.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.