લગભગ 60 ટકા MSME 2025 સુધીમાં પોતાનો બિઝનેસ પ્રોસેસીસ ડિજિટાઇઝ કરવાની યોજના
Vi બિઝનેસ રેડીફોરનેક્સ્ટ એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડી વોલ્યુમ 2.0, 2024
- વર્લ્ડ એમએસએમઈ ડેના રોજ Vi બિઝનેસે 16 ઉદ્યોગોમાં 1.6 લાખ ઉત્તરદાતાઓને આવરી લેતો ભારતનો સૌથી મોટો એમએસએમઈ અભ્યાસ – એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ વોલ્યુમ 2.0, 2024 પ્રસિદ્ધ કર્યો Almost 60% of MSMEs Plan to Digitize their Business Processes by 2025
- એમએસએમઈ માટે અંગ્રેજી અને હિન્દીમાં ઉચ્ચ ડિજિટલ એસેટમેન્ટ ટૂલ લોન્ચ કર્યું
અભ્યાસની મુખ્ય બાબતોઃ
• સેક્ટરલ ઇનસાઇટઃ ટોચના ત્રણ ક્ષેત્રો કે જે સૌથી વધુ ડિજિટલી મેચ્યોર્ડ તરીકે ઉભરી આવ્યા છે તે છે આઈટી-આઈટી એનેબલ્ડ સર્વિસીઝ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને ટ્રાન્સપોર્ટેશન. આ ક્ષેત્રો ડિજિટલી મેચ્યોર્ડ છે ત્યારે રિટેલ અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રો પણ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે. • બજેટ ફાળવણી: 43 ટકા એમએસએમઈ વર્ષ 2025 સુધીમાં તેમના એકંદર ડિજિટલાઇઝેશન બજેટમાં વધારો કરવાની યોજના ધરાવે છે. નીચા ડિજિટલ મેચ્યોરિટી ઇન્ડેક્સ (ડીએમઆઈ) ધરાવતા ક્ષેત્રો ખાસ કરીને ડિજિટલ પરિવર્તન તરફ વધતી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતા તેમના રોકાણો વધારવાનું વલણ ધરાવે છે. • સિનિયર લીડરશિપ અથવા સીઈઓની સામેલગીરી વધુ વ્યાપક ડિજિટલ પરિવર્તનમાં પરિણમે છે: જ્યારે સિનિયર લીડરશિપ અને સીઈઓ આગેવાની લે ત્યારે ડિજિટલાઈઝેશનનો સફળતા દર વધુ હતો. • ઓછું જ્ઞાન અને નાણાંકીય અવરોધો જેવા પડકારો હોવા છતાં, એમએસએમઈ ઉત્પાદકતા, સહયોગ અને બજારની પહોંચને વધારવા માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ, આઈઓટી અને એડવાન્સ્ડ વર્કસ્પેસ ટૂલ્સ જેવી ટેક્નોલોજીનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યાં છે. અભ્યાસમાં બહાર આવ્યું છે કે આઈટી અને આઈટી એનેબલ્ડ સર્વિસીઝ, રિટેલ અને કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે 40 ટકા એમએસએમઈએ બિઝનેસમાં આઈઓટી સોલ્યુશન્સ અપનાવ્યા છે. • રોગચાળા દરમિયાન જ્યારે એમએસએમઈએ તેમના વર્કસ્પેસને ડિજિટલ કરવાને પ્રાથમિકતા આપી હતી ત્યારે હવે 2024માં ધ્યાન તેમના ગ્રાહકો સાથે ડિજિટલ રીતે જોડાવા તરફ આગળ વધ્યું છે. અભ્યાસમાં એમએસએમઈને ડિજિટલ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભલામણ કરવામાં આવી છે અને ગ્રાહકો (ગ્રાહક સેવા) અને સંભાવનાઓ (ગ્રાહક જોડાણ) બંને સાથે ડિજિટલ રીતે સંલગ્ન થવાની ભલામણ કરવામાં આવી છે, જે ગ્રાહકોની વિકસતી અપેક્ષાઓને પહોંચી વળવા ડિજિટલ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઉભરતી જરૂરિયાત દર્શાવે છે. • ડિજિટલાઇઝેશનનો ટર્નઓવર સાથે સીધો સકારાત્મક સંબંધ છે. આ ઉપરાંત જેમ જેમ કંપનીના કદમાં વધારો થાય છે તેમ, ડિજિટલ મેચ્યોરિટીના સ્તરમાં વેરિએશન ઓછું થાય છે જે દર્શાવે છે કે મધ્યમથી મોટી કંપનીઓએ ડિજિટલાઈઝેશન સ્વીકાર્યું છે અને સૂક્ષ્મ અને નાની કંપનીઓમાં છૂટીછવાઈ રીતે ડિજિટલ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. • ડેટા સિક્યોરિટી અને ડેટા પ્રાઇવસી સોલ્યુશન્સની વધતી જતી જરૂરિયાત: 43% એમએસએમઈ હાલમાં ડિવાઇસ સિક્યોરિટી ટેક્નોલોજીસ, ડેટા અને ડિવાઇસ પ્રોટેક્શનનો ઉપયોગ કરી રહ્યાં છે. વધુમાં રૂ. 10 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા એમએસએમઈ પબ્લિક ક્લાઉડનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે રૂ. 10થી 100 કરોડના ઊંચા ટર્નઓવર ધરાવતા લોકો પ્રાઇવેટ ક્લાઉડનો ઉપયોગ કરે છે, જે એમએસએમઈના ટર્નઓવરમાં વધારા સાથે વધુ ડેટા સિક્યોરિટી અને ડેટા પ્રાઇવસીની જરૂરિયાત દર્શાવે છે. અભ્યાસની વધુ વિગતો માટે આ લિંક પર ક્લિક કરોઃ |
મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો (એમએસએમઈ) એ ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ છે, જે હાલમાં દેશના જીડીપીમાં 30 ટકા સુધીનું યોગદાન આપે છે. ઘણા અભ્યાસો છે જે સૂચવે છે કે એમએસએમઈ તેમના જીડીપી યોગદાનને 2027 સુધીમાં 35-40 ટકા સુધી વધારશે. આથી એમએસએમઈ માટે તેમની વૃદ્ધિની સંભાવનાને બહાર લાવવા અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે ડિજિટલ પરિવર્તન અપનાવવું મહત્વપૂર્ણ છે. ડિજિટલ અપનાવવાની જરૂરિયાતને ઓળખીને ભારત સરકારે એમએસએમઈ ક્ષેત્ર માટે ઉત્પાદકતા વધારવા, કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને એકંદર સ્પર્ધાત્મકતા વધારવા માટે મેક ઇન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત, ઉદ્યમ પોર્ટલ, ઉદ્યમી મિત્ર અને અન્ય જેવી ઘણી મુખ્ય પહેલ અને નીતિઓ રજૂ કરી છે.
ભારત સરકારના વિકાસ એજન્ડાના અડગ ભાગીદાર તરીકે ભારતના અગ્રણી ટેલિકોમ ઓપરેટર Viની એન્ટરપ્રાઈઝ શાખા એવી Vi બિઝનેસ વિશ્વ એમએસએમઈ દિવસ પર દેશવ્યાપી અભ્યાસ – ‘Vi બિઝનેસ રેડીફોરનેક્સ્ટ એમએસએમઈ ગ્રોથ ઈનસાઈટ્સ સ્ટડી (વોલ્યુમ 2.0 2024)’ રિલીઝ કર્યો છે. આ વ્યાપક અભ્યાસ આઈટી અને આઈટી એનેબલ્ડ સર્વિસીઝસ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ, ટ્રાન્સપોર્ટેશન, કન્સ્ટ્રક્શન, રિટેલ, કૃષિ, મીડિયા અને મનોરંજન, મેન્યુફેક્ચરિંગ અને અન્ય જેવા 16 ક્ષેત્રોમાં એમએસએમઈની ડિજિટલ પરિપક્વતા અને તેઓ કેવી રીતે ડિજિટાઈઝેશન અને ટેક્નોલોજીનો લાભ લઈ રહ્યા છે તેમાં ઊંડે ઉતરે છે.
આ ઉપરાંત Vi બિઝનેસ એ તેમના સમર્પિત એમએસએમઈ પ્રોગ્રામ, #ReadyForNextના વિસ્તરણ તરીકે અંગ્રેજી અને હિન્દી બંનેમાં વિસ્તૃત ડિજિટલ એસેસમેન્ટ ટૂલ લોન્ચ કર્યું છે. આ એસેસમેન્ટ ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: ડિજિટલ કસ્ટમર, ડિજિટલ વર્કસ્પેસ અને ડિજિટલ બિઝનેસ. પ્રતિસાદોના આધારે ટૂલ વ્યવસાયના ડિજિટલ પરિપક્વતા આંક દર્શાવતો યુઝર સ્પેસિફિક રિપોર્ટ પ્રદાન કરે છે, જે સંબંધિત ડિજિટલ પ્રોડક્ટ ભલામણો સાથે ઉદ્યોગ સામે બેન્ચમાર્ક થયેલો હોય છે. ટૂલને ઓનલાઈન એક્સેસ કરવા માટે આ લિંક પર ક્લિક કરો: https://www.myvi.in/business/enterprise-segments/smb/msme-readyfornext
આ સ્ટડી અંગે વોડાફોન આઈડિયાના ચીફ એન્ટરપ્રાઇઝ બિઝનેસ ઓફિસર અરવિંદ નેવાતિયાએ જણાવ્યું હતું કે “Vi બિઝનેસમાં અમે ભારતના વિકાસ એજન્ડામાં એમએસએમઈ જે મહત્વની ભૂમિકા ભજવે છે અને અર્થતંત્રમાં જે નોંધપાત્ર યોગદાન આપે છે તેને ઓળખીએ છીએ. અમારો વ્યાપક એમએસએમઈ અભ્યાસ ભારતમાં નાના વ્યવસાયો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહેલી પ્રગતિ તેમજ તેમના ડિજિટલ પરિવર્તનમાં રહેલા પડકારો પર પ્રકાશ પાડે છે.
આ ઉપરાંત કદાચ ભારતના સૌથી મોટા એમએસએમઈ આધારિત ડિજિટલ એસેસમેન્ટ સ્ટડી એવા આ અભ્યાસના તારણો આવી સંસ્થાઓ માટે ભવિષ્યના માર્ગ અંગે અસરકારક અને ઉપયોગી આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે. Vi બિઝનેસ એ ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને આગળ ધપાવવા અને એમએસએમઈને તેમની વૃદ્ધિની સંભાવનાને વેગ આપવા માટે એક અડગ ભાગીદાર છે.”
રિપોર્ટ મેથડોલોજી –Vi બિઝનેસ રેડીફોરનેક્સ્ટ એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડી વોલ્યુમ 2.0 એ ભારતમાં 16 ઉદ્યોગોમાં 1.6 લાખ એમએસએમઈના સર્વેક્ષણ પર આધારિત છે, જેમ કે આઈટી અને આઈટી એનેબલ્ડ સર્વિસીઝ, કન્સ્ટ્રક્શન, ટ્રાન્સપોર્ટેશન, મીડિયા અને મનોરંજન, ખાણકામ, રિટેલ, ફાઇનાન્શિયલ સેક્ટર્સ, કૃષિ, પ્રોફેશનલ સર્વિસીઝ, એજ્યુકેશન, ટુરિઝમ અને હોસ્પિટાલિટી વગેરે. ડિજિટલ કુશળતામાં ભિન્નતા પર પ્રકાશ પાડવા માટે એમએસએમઈને સેક્ટર, ઓપરેટિંગ લોકેશન્સ અને કંપની સાઇઝ દ્વારા વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.
વિવિધ ઉદ્યોગો માટે પ્રશ્નો પ્રદાન કરવામાં આવ્યા હતા, જેમાં આઈટી અને ટેલિકોમને તેમની ઉચ્ચ ટેક્નોલોજીકલ નિર્ભરતાને કારણે વધુ ટેક્નિકલ પ્રશ્નો મળ્યા હતા જ્યારે કૃષિ અને મેન્યુફેક્ચરિંગને તેઓ ધીમેધીમે ડિજિટલ પ્રક્રિયાઓ અપનાવતા હોવાન લીધે અને સંસાધનના અવરોધોને અનુરૂપ પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત એમએસએમઈને રૂ. 10 કરોડથી રૂ. 250 કરોડ સુધીના ટર્નઓવરના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.