વિમાનની છત હવામાં ઉડી ગઈ પાઈલટે ૯૪ના જીવ બચ્યા
ટ્વીન-એન્જિન, ૧૧૦-સીટનું બોઈંગ ૭૩૭-૨૦૦ જેટ ૪૦ મિનિટની ફ્લાઇટમાંથી અડધું હતું ત્યારે કેબિનનું દબાણ અચાનક ઘટી ગયું હતું
નવી દિલ્હી, તમે ઘણી ચમત્કારિક વાતો સાંભળી હશે. જેમાં અનેક લોકોના જીવ બચી ગયા હોત. પરંતુ આ કહાની થોડી અલગ છે જેને વાંચ્યા પછી તમે વિશ્વાસ નહીં કરો. જરા કલ્પના કરો કે તમે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છો અને વિમાનની વચ્ચે હવામાં કંઈક ખોટું થાય છે અથવા તમને આંચકો લાગવા લાગે છે કે પછી જાે કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય તો તમે શું કરશો? તે સમયે તમારી સ્થિતિ વધુ ખરાબ થશે. હવે કલ્પના કરો કે તે ઈમર્જન્સી સ્થિતિમાં તમે ઓક્સિજન માસ્ક લેવા માટે તમારો હાથ ઊંચો કરો અને તમારી ઉપર વિમાનની છત નહીં પરંતુ ખુલ્લું આકાશ હોય તો? Aloha Airlines Flight 243
#OTD in 1988: Aloha Airlines Flight 243, a B-737 with 95 aboard, has a severe explosive decompression over Hawaii (US). Part of the passenger cabin rips open, killing one steward who is ejected from the aircraft. Despite significant damage, crew was able to land jet safely. pic.twitter.com/hfKOxYaMcV
— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) April 27, 2022
આવી જ ઘટના ખરેખર બની હતી. જેની સાબિતી આ તસવીરો આપી રહી છે. જાણે રોલર કોસ્ટરમાં બેઠા હોય તેવી હાલત આ પ્લેનની જાેવા મળી રહી છે. અમેરિકાની અલોહા એરલાઇન્સની ફ્લાઇટ ૨૪૩ જેની છતનો ભાગ ગુમાવવા છતાં કેવી રીતે સુરક્ષિત રીતે ઉતરી તેની ચમત્કારિક કહાની ઉડ્ડયન ઇતિહાસની સૌથી અવિશ્વસનીય ઘટના છે, છતાં આઘાતજનક ક્ષણો પૈકીની એક છે.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર ૨૮ એપ્રિલ, ૧૯૮૮ના રોજ, ૮૯ મુસાફરો અને છ ક્રૂને લઈને જતા અલોહા એરલાઇન્સના જેટની છતનો મોટો ભાગ ફ્લાઇટની વચ્ચે તૂટી ગયો હતો. પછી જે બન્યું તે એકદમ ભયાનક હતું અને એક ક્ષણ જેણે ઉડ્ડયન ઉદ્યોગને હંમેશ માટે બદલી નાખ્યો હતો. ટ્વીન-એન્જિન, ૧૧૦-સીટનું બોઈંગ ૭૩૭-૨૦૦ જેટ ૪૦ મિનિટની ફ્લાઇટમાંથી અડધું હતું ત્યારે કેબિનનું દબાણ અચાનક ઘટી ગયું હતું.
બોઈંગ ૭૩૭ની છત ફાટી ગઈ હતી અને તેના ફ્યુઝલેજનો મોટો હિસ્સો ફાટી ગયો હતો, જેના કારણે મુસાફરોને પેસિફિક મહાસાગર ઉપર ૨૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ ભારે પવનનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પ્લેન ટેક ઓફ કર્યું અને થોડી જ વારમાં ૨૪ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું. થોડા સમય પછી, અચાનક બધાને જાેરદાર આંચકો લાગે છે. મુસાફરોએ હાશકારો લીધો ત્યાં તો વિમાનના અમુક ભાગ, જેને ફ્યુઝલેજ કહેવાય છે, તે તૂટી ગયો હતો.
આ ભાગ તૂટીને હવામાં ઉડી ગયો હતો. બાકીના ક્રૂ મેમ્બર્સ અને પેસેન્જરો ડરથી ચીસો પાડવા લાગ્યા અને તેમને ખાતરી થઈ ગઈ કે તેઓ બચશે નહીં. તે અકલ્પનીય લાગે છે, પરંતુ પાઇલટ કોઈક રીતે છત વગરના પ્લેનને ૨૪,૦૦૦ ફૂટ નીચે લાવ્યા અને એન્જિન બળી જવા સાથે લેન્ડ કર્યું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, કેપ્ટને પ્રથમ અધિકારી પાસેથી નિયંત્રણો લઈ લીધા હતા અને માયુ માટે ઈમર્જન્સી લેન્ડિંગની શરૂઆત કરી હતી, આ ઘટનાના બન્યાની તેર મિનિટ પછી સફળતાપૂર્વક ત્યાં લેન્ડ થયા હતા.
ક્ષતિગ્રસ્ત વિમાનની નજીક આવતાં જ જમીન પર રહેલા ઈમરજન્સી કર્મચારીઓ આ ઘટના જાેઈને વિશ્વાસ નહોતો થતો. ચમત્કારિક રીતે, વિમાનમાં સવાર અન્ય તમામ લોકો આ ઘટનામાં બચી ગયા. વિમાનમાં સવાર ૯૫ લોકોમાંથી એકનું મોત થયું હતું અને આઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા. એકમાત્ર મૃત્યુ એર હોસ્ટેસનું થયું હતું, તે સમયે તમામ મુસાફરો બેલ્ટ પહેરીને બેઠા હતા. આ બનાવ પછી એર હોસ્ટેસનો મૃતદેહ ક્યારેય મળ્યો જ નહીં.ss1