કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂના કેસમાં પણ વધારો થયો
અમદાવાદ, શહેરમાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થવાના કારણે ચિંતા વધી રહી છે ત્યારે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો પણ ચિંતાજનક બન્યો છે. આ સાથે તાવ અને ઝાડ ઉલ્ટીના કેસના કારણે પણ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
જુલાઈમાં સ્વાઈન ફ્લૂના કેસ વધવાના શરુ થયા પછી ઓગસ્ટની શરુઆતમાં જ આ કેસ ૪ ગણા વધી ગયા છે. જ્યારે પાછલા વર્ષે ઓગસ્ટમાં સ્વાઈન ફ્લૂના માત્ર ૨ કેસ નોંધાયા હતા. એટલે કે હવે લોકોએ માત્ર કોરોના નહીં પરંતુ સ્વાઈન ફ્લૂથી પણ બચવાની જરુર છે.
અમદાવાદમાં અચાનક સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થતા સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. મ્યુનિસિપલ હેલ્થ ઓફિસસર ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, “શહેરના લોકોએ કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂ ના ફેલાય તેની કાળજી રાખીને માસ્ક સહિતના નિયમોનું પાલન આવશ્યક કરવું જાેઈએ.”
આ સાથે તેમણે હાલની સિઝનને ટાંકીને કહ્યું કે, “હાલ ચોમાસાની સિઝન છે, ભેજવાળું વાતાવરણ છે, જેથી સ્વાઈન ફ્લૂનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂ જાેખમી રહ્યો નથી અને કોઈનું મરણ પણ થયું નથી.” બીજી તરફ કોરોના પણ ડરાવી રહ્યો છે.
કોરોનાના કેસમાં સામાન્ય વધારો થયો છે તેના કારણે પણ ચિંતા વધી રહી છે. આ અંગે ડૉક્ટર ભાવિને જણાવ્યું છે કે, “રસીકરણની કામગીરી રીતે ચાલી રહી છે અને તમામ નાગરિકોને કોરોના રસીના બૂસ્ટ ડોઝ આપવાના ર્નિણય બાદ (ગઈકાલ સુધીમાં) ૩૧ હજારથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે કોરોના સામે લડવા માટે જે ગતિથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે તેના લીધે કોરોનાના કારણે ઉભા થયેલા ખતરામાં ઘટાડો થયો છે. ચોમાસાના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાથી માખી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.
આવામાં મચ્છરોના કરડવાથી થતા મેલેરિયા સહિતના રોગ અને પાણીથી થતા ટાઈફોઈડ, કોલેરા વગેરે રોગોનું પ્રમાણ વધ્યું છે. પાણી અને મચ્છરના કારણે થતા રોગોના ઉપદ્રવને રોકવા માટે ઝડપી કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવે તે જરુરી છે.SS1MS