Western Times News

Gujarati News

બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ અંકલેશ્વર શહેરમાં નગરચર્યાએ નીકળી

અષાઢી બીજના દિવસે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ અંકલેશ્વર શહેરમાં નગરચર્યાએ નીકળી.

(વિરલ રાણા) ભરૂચ,
આજરોજ અષાઢી બીજ નિમિત્તે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ અંકલેશ્વર શહેરમાં નગરચર્યાએ રથ પર સવાર થઈ નીકળ્યા હતા.અંકલેશ્વરના હરિદર્શન સોસાયટી માં ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલ છે,જ્યાં છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ હોવાથી યાત્રાનું આયોજન કરવામાં આવતું ન હતું.

Along with sister Subhadra and brother Balram, Lord Shri Jagannath went on a pilgrimage to Ankleshwar city.

પરંતુ આ વર્ષે જયારે કોરોના કાબુમાં છે અને તમામ ધર્મના તહેવારો ઉજવાઈ રહ્યા છે.તો આ વર્ષે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા હતા.રથયાત્રા હરિદર્શન સોસાયટી થી લઈને ભરૂચીનાકા, સેલારવાડ, કરોળિયાવાડ,ચૌટા બજાર,પંચાટી બજાર, ભાંગવાડ થઈ મંદિર પરિસરમાં પરત થઈ હતી.યાત્રાના આયોજક જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યાત્રા જ્યારથી અંકલેશ્વરમાં નીકળે છે.

ત્યાર થી યાત્રાની શરૂઆતથી જ સાથે રેહનાર અને મુસ્લિમ સમાજવતી ગામમાં શાંતિ અને સલામતી ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે હેતુસર દરેક તહેવારોમાં પોતાની હાજરી આપનાર શહેરના અગ્રણી અને જેમની દરેક કૌમ માં અનહદ ચાહનાઓ છે એવા અમારા વડીલ સિકંદરભાઈ ફડવાલા અમારી વચ્ચે નથી રહ્યા જેમની ખોટ કદાપિ પુરી શકાય એમ નથી ભગવાન એમની આત્માને શાંતિ આપે, એમની વર્ષોની પરંપરા એમના દીકરાએ જાળવી રાખી એનું અમને આનંદ છે,

એમના આપેલ સંસ્કારો એમના દીકરામાં આવ્યા એ અમારા માટે હર્ષની વાત છે,એમની જગ્યાએ એમના દીકરા વસીમ ફડવાલા એ હાજરી આપી હતી.જયારે મુસ્લિમ આગેવાનો પૈકી બખ્તિયાર પટેલ,રિટાયર્ડ પીઆઈ મોહમ્મદ અલી શેખ, ઉપસ્થિત રહ્યા હતા.જયારે આયોજકો પૈકી જીતુભાઈ પટેલ, ઉજ્જવલ નાણાવટી, ગંગાદાસ બાપુ, મહેન્દ્ર પુષ્કર્ણા, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, શહેર પીઆઈ વાળા,પાલિકા પ્રમુખ વિનય વસાવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.