Western Times News

Gujarati News

આતંકવાદ સામે આકરી કાર્યવાહી કરવાની સાથે સરકારે અનેક મહત્ત્વના પગલાં ભર્યાઃ મુર્મુ

(એજન્સી)નવી દિલ્હી, આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ ગયું છે. આજે રાષ્ટ્રપતિ મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું. જે બાદ હવે કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ બપોરે ૧ વાગ્યે આર્થિક સર્વે રજૂ કરશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજાે તબક્કો ૧૩ માર્ચથી શરૂ થઈને ૬ એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન ૨૭ બેઠકો થશે.

સંસદમાં સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ પર કઠોર હુમલા સુધી, એલઓસીથી લઈને એલએસી સુધી, કલમ ૩૭૦ હટાવવાથી લઈને ટ્રિપલ તલાક સુધી, મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે. ભારત કોવિડ દરમિયાન ગરીબી રેખા નીચે આવતા કરોડો લોકોને બચાવવામાં સફળ રહ્યું

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, સંપૂર્ણ પારદર્શિતા સાથે કરોડો લોકોને ૨૭ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે. વિશ્વ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે આવી યોજનાઓ અને પ્રણાલીઓથી ભારત કોવિડ દરમિયાન ગરીબી રેખા નીચે આવતા કરોડો લોકોને બચાવવામાં સફળ રહ્યું હતું. આયુષ્માન ભારત યોજનાએ દેશના કરોડો ગરીબ લોકોને વધુ ગરીબ થવાથી બચાવ્યા છે. અગાઉ ટેક્સ રિફંડ માટે લાંબી રાહ જાેવી પડતી હતી. આજે આઈટીઆરફાઇલ કર્યાના થોડા દિવસોમાં રિફંડ મળી જાય છે. આજે જીએસટીમાં પારદર્શિતાની સાથે કરદાતાઓની ગરિમા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.