Western Times News

Gujarati News

હીરા ઉદ્યોગોની સાથે જ્વેલરી ઉદ્યોગોમાં પણ હાલમાં તેજી

સુરત, હીરા ઉદ્યોગમાં હાલ મંદી ઘટી છે. દિવાળી સહિત અનેક પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિદેશથી પણ ઓર્ડર મળવા માંડ્યા છે. હીરા ઉદ્યોગો અને રત્ના કલાકારો માટે સારા સમાચાર કહી શકાય છે.

અમેરિકા સહિત અલગ અલગ દેશોમાંથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા હીરા ઉદ્યોગમાં મંદી ઘટી રહી છે. હીરા ઉદ્યોગમાં ડાયમંડ કટ એન્ડ પોલિસીંગમાં બ્રેક લાગી ગઈ હતી પરંતુ હવે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડમાં વધારો થવાને કારણે હીરા ઉધોગો ધીમે ધીમે મંદીમાંથી બહાર આવી રહ્યા છે.

ખાસ કરીને દિવાળીના ઓર્ડર મળતા મોટી રાહત હીરા ઉદ્યોગ થઈ છે. દર વર્ષે ડિસેમ્બરના મહિના બાદ ઉનાળાની સિઝન સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામકાજ પર સામાન્ય રીતે બ્રેક લાગતી હોય છે. આ દરમિયાન શહેરના કેટલાક હીરા કારખાનામાં વેકેશન પણ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે સુરતના હીરા ઉધોગ પર વિપરીત અસર જાેવા મળી રહી છે.

કારણ કે ભારતમાં હીરાની રફની આયાત થાય છે તેમાંથી ૩૦ ટકા રફ રશિયાથી મંગાવવામાં આવે છે. યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે અમેરિકાના ડાયમંડ ખરીદારોએ જાહેર કર્યુ હતુ કે, રશિયાથી રફમાંથી બનેલા હીરા ખરીદવામાં આવશે નહીં. જેના કારણે પણ સુરતના હીરા અને ઉધોકારો દ્વારા પ્રોડક્શન પર કાપ મુકવામાં આવ્યો હતો.

પરંતુ હવે એ સ્થિતિમાં સુધારો થયો છે અને રફનો શોર્ટ સપ્લાય હતો તે પણ પૂરો થઈ ગયો છે. બીજી તરફ હીરાના ઉધોકારો દ્વારા દિવાળીના ઓર્ડર પુરા કરવા માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શહેરના હીરા ઉદ્યોગોની સાથે જ્વેલરી ઉદ્યોગોમાં પણ હાલમાં તેજી જાેવા મળી રહે છે. જ્વેલરી ઉધોગકારોને અમેરિકા સહિત અલગ અલગ દેશમાંથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહેવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જેથી હીરા ઉદ્યોગકારો અને રત્નાક કલાકારોને પણ ફાયદો થશે. રત્ના કલાકારો ઓવર ટાઈમ કરીને સારી કમાણી કરી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.