સિંગલ-સ્પીડ ઇલેક્ટ્રિક સાયકલઃ ઇ-મોબિલિટીમાં એક ક્રાંતિ
આલ્ફાવેક્ટરની 91 સાયકલ્સ રજૂ કરે છે વુલ્વરિન એક્સ 27.5ટી સિંગલ-સ્પીડ ઇલેક્ટ્રિક સાયકલઃ ઇ-મોબિલિટીમાં એક ક્રાંતિ
ભારત, 16 જાન્યુઆરી, 2025 – આલ્ફાવેક્ટર (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડની બ્રાન્ડ નાઇન્ટી વન ગર્વભેર વુલ્વરિન એક્સ 27.5ટી સિંગલ-સ્પીડ ઇલેક્ટ્રિક સાયકલ રજૂ કરતા ગર્વ અનુભવે છે. આ સાયકલ આધુનિક ટેક્નોલોજી, ઉત્કૃષ્ટ ડિઝાઇન અને અદ્વિતીય ફંક્શનાલિટીનો ક્રાંતિકારી સમન્વય રજૂ કરે છે.
AlphaVector’s 91 Cycles Introduces Wolverine X 27.5T Single-Speed Electric Cycle: A Revolution in E-Mobility.
શહેરીના લોકો, સાહસ ઇચ્છુકો અને પર્યાવરણ પ્રત્યે સભાન રાઇડર્સ માટે ડિઝાઇન કરવામાં આવેલી આ ઇ-સાયકલ સરળ રાઇડિંગ અનુભવનું વચન આપે છે જે સુગમતા અને કામગીરી બંને પૂરા પાડે છે. આધુનિક ફીચર્સ અને અર્ગોનોમિક બિલ્ડથી સજ્જ વુલ્વરિન એક્સ 27.5ટી ભારત જે પ્રકારે સવારી કરે છે તેને પુનઃવ્યાખ્યાયિત કરવા તથા પર્યાવરણ પર હકારાત્મક અસર છોડવા માટે સજ્જ છે.
વુલ્વરિન એક્સ 27.5ટીની ખાસિયતોઃ
બેટરી અને રેન્જઃ મજબૂત 7.8 Ah લિ-ઓન બેટરીથી સજ્જ આ સાયકલ પેડલ આસિસ્ટ પર 40થી વધુ કિમી અને થ્રોટલ મોડ પર 25થી વધુ કિમીની પ્રભાવશાળી રેન્જ પૂરી પાડે છે.
શક્તિશાળી મોટરઃ હાઇ-ટોર્ક, વોટરપ્રૂફ 36V 250W મોટર દ્વારા સંચાલિત, સરળ અને વિશ્વસનીય રાઇડ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ઉચ્ચ સુરક્ષાઃ ઓટોમેટિક કટ-ઓફ માટે ઇ-બ્રેક સિસ્ટમ સાથે ફ્રન્ટ અને રિઅર મિકેનિકલ ડિસ્ક બ્રેક્સ ધરાવે છે.
આરામદાયક સવારીઃ અદ્વિતીય રાઇડિંગ અનુભવ માટે 91 ટફ શોક્સ સસ્પેન્શન ફોર્ક્સ અને 27.5″ x 2.1″ હાઇ-ટ્રેક્શન નાયલોન ટાયર્સ ધરાવે છે
સ્માર્ટ ડિસ્પ્લેઃ બેટરી સ્ટેટસ અને પેડલ આસિસ્ટ લેવલ્સ દર્શાવતી એલઈડી ડિસ્પ્લે (આઈપી66 રેટેડ) સાથે આવે છે જે રાઇડર્સને એક જ નજરે બધી માહિતી પૂરી પાડે છે
વુલ્વરિન એક્સ 27.5ટી જીએસટી સહિત રૂ. 24,999ની આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે જે રૂ. 29,999ની એમઆરપી પર 17 ટકા ડિસ્કાઉન્ટ રજૂ કરે છે. આ ઇલેક્ટ્રિક સાયકલ ઓફિશિયલ વેબસાઇટ Outdoors91.comથી સીધી જ ખરીદી શકાય છે. તે બેટરી માટે 2 વર્ષ, મોટર માટે 1 વર્ષ, ફ્રેમ માટે 5 વર્ષ અને ઇલેક્ટ્રિક કમ્પોનેન્ટ્સ માટે 6 મહિના સહિત વ્યાપક વોરંટી પેકેજ સાથે આવે છે જે માનસિક શાંતિ તથા લાંબા ગાળે વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે.
વુલ્વરિન એક્સ 27.5ટી શહેરી મુસાફરો, સાહસ ઇચ્છુકો અને ફિટનેસ ઉત્સાહીઓ માટે સુગમતાને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે. તેના મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ, અર્ગોનોમિક ડિઝાઇન અને ઇકો-ફ્રેન્ડલી અપ્રોચ સાયકલિંગના અનુભવને વધારવા તથા હરિયાળા વિશ્વમાં યોગદાન આપવા ઇચ્છતા લોકો માટે તેને આદર્શ પસંદગી બનાવે છે.