પહેલાથી જ પિચ હાવી થવા દીધી હતી: સુનીલ ગાવસ્કર
ઈન્દોર, બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ખરાબ પ્રદર્શન માટે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર ટીમ ઈન્ડિયાની નિંદા કરી હતી. ઈન્દોર ટેસ્ટ બાદ ગાવસ્કરે કહ્યું હતું કે ‘તેમના મગજમાં પીચ હાવી થઈ ગઈ છે’.
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ‘બેટ્સમેનો હકીકતમાં પોતાની પ્રતિભાને ન્યાય આપી શક્યા નહીં. જાે તમે ભારતીય વિકેટ પતનને જાેશો તો તમે કહી શકશો કે બેટ્સમેનોએ પોતાની ભૂલથી વિકેટ ગુમાવી હતી. તેઓ કેટલાક એવા શોટ્સ રમી રહ્યા હતા જેના પરથી લાગી રહ્યું હતું કે, પહેલાથી તેમણે અનુમાન લગાવી દીધું હતું કે પિચથી બોલ કઈ રીતે જશે.
સુનીલ ગાવસ્કરે તેમ પણ કહ્યું હતું કે ‘ભારતીય બેટ્સમેનોમાં આત્મવિશ્વાસની કમી હતી તે તેમને જાેઈને જ લાગતું હતું. કારણ કે, રોહિત શર્મા સિવાય પહેલી બે મેચમાં તેમણે રન બનાવ્યા નહોતા.
રોહિતે નાગપુરમાં શાનદાર સદી ફટકારી હતી. જ્યારે તમારા ખાતામાં ઓછા રન હોય તો, બેટિંગમાં થોડી અસ્થિરતા આવે છે. તેઓ પિચ પર બોલ પાસે પહોંચી નહોતા શકતા. તેમણે પિચને પોતાના પર હાવી થવા દીધી હતી. આ એવી પિચ હતી જે હકીકતમાં પહેલી ઈનિંગમાં જ તેમના મગજ પર હાવી થવા લાગી હતી. બીજી ઈનિંગમાં તેની અસર વધારે જ હતી.
જણાવી દઈએ કે, પહેલા જ બોલમાં સ્પિનરોની મદદગાર પિચ પર ભારતીય ખેલાડીઓ બંને ઈનિંગમાં માત્ર ૧૦૯ અને ૧૬૩ રન જ બનાવી શક્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચને ત્રીજા જ દિવસે નવ વિકેટથી જીતીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. હજી એક મેચ બાકી છે, જે ૯ માર્ચથી અમદાવાદમાં રમાવાની છે. હવે ભારતની તમામ આશા આ ટેસ્ટ પર ટકેલી છે.
જાે ટીમ અમદાવાદ ટેસ્ટ મેચમાં જીત મેળવી લેશે તો તેમના માટે ડબલ્યૂટીસીના ફાઈનલમાં પહોંચવાની આશા બનેલી રહેશે. ચાર મેચોની આ સીરિઝમાં ભારતીય ટીમે નાગપુરમાં ઓસ્ટ્રેલિયાને ૧૩૨ રનથી હરાવ્યું હતું. તો દિલ્હી ટેસ્ટમાં યજમાન ટીમે ૬ વિકેટથી જીત મેળવી હતી.SS1MS