ગાંધીનગરના આ ગામોમાં ર૪ કલાક પાણી સપ્લાય કરવા માટે આયોજન
ગાંધીનગરની આસપાસના ગામોમાં દુષીત પાણીના નિકાલ માટે નવી લાઈન નંખાશે -ડભોડા, ચિલોડા, પાલજ, દોલાસણા વાસણા નવા ધરમપુર, દશેલા મોટી શિહોલી સહીતના ગામોને આવરી લેવાશે
ગાંધીનગર, ગાંધીનગરમાં ગામોમાં ગંદા પાણીના નિકાલ માટે કાર્યયોજના તૈયાર કરી દેવામાં આવી છે. આ યોજના અન્વયે વિવિધ સાત ગામોને આવરી લેવામાં આવશે. જયારે આ કાયોયોજના પાછળ અંદાજીત ૧૧૦ કરોડના ખર્ચને મંજુરી આપી દેવામાં આવી ેછ. જેમાં ડભોડા, પાલજ, વાસણા શીહોલી મોટી દશેલા સહીતના ગામોમાં સમાવેશ કરવામાં આવશે.
ગાંધીનગરના ગામોમાં દુષીત પાણીના નિકાલમાટે અલાયદી વ્યવસ્થા ગોઠવવા માટે આયોજન કરી દેવાયું છે. જયારે આ માટે અલગથી નેટવર્ક ઉભુ કરાશે અલબત્ત નવેસરથી લાઈન નાંખવામાં આવશે આ ઉપરાંત ૧.પ એમ એઅલ ડીથી માંડીને ર એમ એલ ડી સુધીનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાશે.
જાે કે હાલગ્રામ્ય વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ખાળકુવા આધારીત કામ ચલાવવામાં આવે છે. જયારે ખાળકુવા ભરાઈ જાય છે. ત્યારબાદ પાણીનો ગામના તળાવમાં નિકાલ કરવામાં આવે છે. જયારે ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયા બાદ તળાવમાં ઠલવાતું પાણી પણ ચોખ્ખું જ રહેશે
જયારે ર૪ કલાક પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તે વ્યવસ્થાના ભાગરૂપે સુએઝ પમ્પીગ સ્ટેશન પણ બનાવાશેઢ. જેના લીધે વપરાયેલા પાણીને શુધ્ધ કરીને ખેતીના ઉપયોગમાં લેવાશે. જયારે વિવિધ ગામોમાં જરૂરીયાતને ધ્યાનમાં રાશખીને ટાંકીને ક્ષમતા વધારવામાં આવશે.
એટલું જ નહી પરંતુ જરૂર મુજબ નવી ટાંકી પણ બનાવાશે. જયારે ઘરો સુધી પાણી વિતરણ કરવા માટે મેઈન લાઈન નાંખવામાં આવશે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં જુની લાઈન દુર કરીને નવી પ્લાસ્ટીકની લાઈન નાંખવામાં આવશે. જેના લીધે પાણીની લાઈનમાં લીકેજ જે ભંગાણ સહીતની સમસ્યાન અંત આવશે. શહેરની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ ર૪ કલાક પાણી સપ્લાય કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેના લીધે ગ્રામજનોને મળતી માળખાગત સુવિધાઓમાં પણ નોધપાત્ર સુધાર આવશે.