રીવર ફ્રન્ટ પર ફાઈટર જેટની મદદથી એર શો યોજવાની પણ તૈયારી
અમદાવાદ, સાબરમતી રીવરફ્રન્ટ ખાતે તા.18 ઓકટોબરથી ચાર દિવસમાં ડીફેન્સ એકસપો યોજાશે જેમાં ભારત ઉપરાંત દુનિયાભરની શસ્ત્ર નિર્માણ કંપની તથા લડાયક વિમાનો અને અન્ય નિર્માતા કંપનીઓ પણ હાજરી આપશે.
આ ઉપરાંત અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ પર ફાઈટર જેટની મદદથી એર શો યોજવાની પણ તૈયારી છે જેમાં ભારતીય હવાઈદળના વિમાનો અલગ અલગ કરતુત બતાવશે. ગુજરાતમાં આ પ્રમાણે પ્રથમ વખત મર્યાદીત એર શો યોજાશે જે થોડા કલાકોનો હશે.
ડીફેન્સ એકસપોનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ પણ હાજર રહે તેવી શકયતા છે. રાજયમાં અગાઉ માર્ચ મહિનામાં ડીફેન્સ એકસપોનું આયોજન થયું હતું પરંતુ યુક્રેન, રશિયા યુદ્ધના કારણે તે મુલત્વી રખાયો હતો.