AM/NS ઇન્ડિયા તેની હાઇપરમાર્ટ રિટેઇલ ચેઇન વિસ્તારીને 50 આઉટલેટ્સ કરશે
એએમ/એનએસ ઇન્ડિયાએ ભારતના વિશાળ અને વાઇબ્રન્ટ એમએસએમઇ સેગમેન્ટને સર્વિસ આપતાં રિટેઇલ આઉટલેટના રાષ્ટ્રીય નેટવર્ક હાઇપરમાર્ટના રિલોન્ચ કરવા અને તેને વિસ્તારવાનો નિર્ણય કર્યો છે. એએમ/એનએસ ઇન્ડિયાનું લક્ષ્ય આગામી વર્ષના અંત સુધીમાં પોતાના હાઇપરમાર્ટ નેટવર્કને 50 આઉટલેટ સુધી વિસ્તારવાનું છે.
હાઇપરમાર્ટ રિટેઇલ, ટ્રેડ અને અંતિમ ગ્રાહકો માટે એક એકીકૃત પ્લેટફોર્મ છે, જે ફેબ્રિકેટર, એન્જિનિયરિંગ ગુડ્સ અને ઓટો કોમ્પોનન્ટ જેવા ક્ષેત્રોમાં કામ કરતી એમએસએમઇની સ્ટીલની માગને પૂર્ણ કરે છે. હાઇપરમાર્ટ મેન્યુફેક્ચરર્સને એએમ/એનએસ ઇન્ડિયાની પ્રોડક્ટ્સની સીધી એક્સેસ પ્રદાન કરે છે, જે તેઓ સ્ટીલ મીલ્સ પાસેથી સીધી પ્રાપ્ત કરવામાં અક્ષમ હોય છે.
આ પ્લેટફોર્મના માધ્યમથી ઓર્ડરને કસ્ટમાઇઝ કરવા તથા એએમ/એનએસ ઇન્ડિયાની મૂળ કંપનીઓ આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનની ટેક્નોલોજી અને ઇનોવેશનથી તૈયાર ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ પ્રાપ્ત કરવાની તક મળે છે.
હાઇપરમાર્ટ વધુ સરળતા અને અનુકૂળતા સાથે નવી પ્રોડક્ટ લાઇન્સ ઓફર કરે છે. એમએસએમઇ ગ્રાહકોને લક્ષ્યમાં રાખતાં હાઇપરમાર્ટ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી અસરકારક રીતે પ્રાપ્ત કરવા માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે.
કોવિડ-19 મહામારી બાદ એમએસએમઇની કામગીરીની પુનઃશરૂઆત મહત્વપૂર્ણ પરિબળ છે ત્યારે અર્થતંત્રને પુનર્જિવિત કરવાના સરકારના પ્રયાસોને સહયોગ કરવા માટે એએમ/એનએસ ઇન્ડિયાએ હાઇપરમાર્ટને ફરીથી શરૂ કર્યું છે. આ માટેએએમ/એનએસ ઇન્ડિયાએ હઝિરા, તલોજા, મેંગ્લોર, ગાઝિયાબાદ, હૈદરાબાદ, કોઇમ્બતુર અને બેંગાલુરુ જેવાં એમએસએમઇ કેન્દ્રોમાં હાઇપરમાર્ટની ઉપસ્થિતિ વિસ્તારી છે. હાઇપરમાર્ટ ટૂંક સમયમાં અમદાવાદ, લુધિયાણા અને જોધપુર જેવાં અન્ય એમએસએમઇ કેન્દ્રોમાં વિસ્તારવામાં આવશે.
એએમ/એનએસ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર (માર્કેટિંગ) એલન લેગ્રિક્સે જણાવ્યું હતું કે, “અમે પોતાના રિટેઇલ નેટવર્ક હાઇપરમાર્ટની ઉત્તમ વિસ્તરણ યોજના સાથે પોતાની ઉપસ્થિતિ અને ઓફરિંગને મજબૂત કરી રહ્યાં છીએ. આ વિસ્તરણની સાથે અમે ગ્રાહકો માટે ગુણવત્તાયુક્ત સ્ટીલ અને બેસ્ટ-ઇન-ક્લાસ સર્વિસ સુનિશ્ચિત કરીશું. એમએસએમઇ ભારતીય અર્થવ્યવસ્થાનું વિકાસ એન્જિન છે અને અમને વિશ્વાસ છે કે જો ગુણવત્તાયુક્ત સ્ટીલની સરળ અને ઉત્તમ પહોંચ ઉપલબ્ધ હોય તો તેની વ્યાપક અસરોથી દેશમાં વપરાશ અને વિકાસને ગતિ આપવામાં મદદ મળશે, જે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પણ અનુરૂપ હશે.”
એએમ/એનએસના ચીફ માર્કેટિંગ ઓફિસર રંજન ધરે જણાવ્યું હતું કે, “અમારી નવી પ્રોડક્ટ લાઇન્સ અને ગ્રાહક માટેની પહેલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે વિવિધ પ્રોડક્ટ રેન્જ સુધી ગ્રાહકો સરળતાથી પહોંચી શકે. વર્તમાન સમયમાં સ્ટીલ પ્રોડક્ટ્સ માટે વન-સ્ટોપ-સોલ્યુશન બનીને ઉભરી આવેલું હાઇપરમાર્ટ એમએસએમઇ ગ્રાહકોને પોતાનો કારોબાર વિસ્તારમાં અને મજબૂત કરવામાં મદદ કરશે.”
એએમ/એનએસ ઇન્ડિયાની આવકમાં હાઇપરમાર્ટની હિસ્સેદારી 20 ટકા છે અને નેટવર્ક વિસ્તાર બાદ તે 30 ટકા થવાનું અનુમાન છે. જે પ્રકારે દેશમાં એમએસએમઇ સેક્ટર વધી રહ્યું છે તેની સાથે-સાથે સ્ટીલ જેવા કાચા માલની સરળ ઉપલબ્ધતા માગને મજબૂતી પ્રદાન કરશે તથા આ મહામારીની સ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થાને ઉભરવામાં મદદ મળશે.