Western Times News

Gujarati News

એએમ/એનએસ શિપીંગ એન્ડ લોજીસ્ટીક્સે બે કામસારમેક્સ બલ્ક કેરિયર્સ હસ્તગત કર્યા

સુરત-હજીરા, આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અને શિપીંગ શાખા એએમએનએસ શિપીંગ એન્ડ લોજીસ્ટીક્સે ૮૧,૦૦૦ ડેડવેઈટ ટનેજ (DWT) ક્ષમતાનું એક એવા બે કામાસારમેક્સ બલ્ક કે રિયર્સ હસ્તગત કર્યા છે.

આ બંને જહાજાેના નામ એએમએનએસઆઈ મેક્સીમસ (AMNSI Maximus) અને એએમએનએસઆઈ સ્ટાલિઅન (AMNSI Stallion) રાખવામાં આવ્યા છે, જે એએમ/એનએસ ઈન્ડિયાની પ્રિમિયમ ક્વોલિટી રોલ્ડ સ્ટીલ પ્લેટસ અને હોટ રોલ્ડ સ્ટીલનાં બ્રાન્ડનેમ દર્શાવે છે.

આ બંને જહાજને તાજેતરમાં મુંબઈ ખાતેના મર્કેન્ટાઈન મરીન વિભાગમાં (એમએમડી) રજીસ્ટર્ડ કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગે એમએમડી મુંબઈના પ્રિન્સીપલ ઓફિસર કેપ્ટન એસઆઈ અબ્દુલ કલામ આઝાદ અને નોટીકલ સર્વેયર કમ ડીડીજી (ટેક) કેપ્ટન અનિશ જાેેસેફ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત, આ પ્રસંગે એએમ/એનએસ ઈન્ડિયાના ચાર્ટરીંગ વિભાગના હેડ-આશુતોષ માથુર,એએમ/એનએસ ઈન્ડિયાના ટ્રેઝરી અને બેંકીગ વિભાગના હેડ એમ. બાલાજી અને એન્ગલોઈસ્ટર્ન શીપ મેનેજમેન્ટના એમડી માનિષ સકસેના પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.