AMA અને ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (OIA)એ કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસ માટે MoU પર હસ્તાક્ષર કર્યા
અમદાવાદ, અમદાવાદના પૂર્વ ઝોનમાં કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલા અને ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (OIA)ના પ્રમુખ શ્રી મુકેશભાઈ વેકરિયાએ માનનીય રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ગુજરાત સરકાર;
અને શ્રી જતીન પટેલ, ડેપ્યુટી મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉપસ્થિતિમાં AMA અને OIA વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. એએમએ વિસ્તરણ સેવા સમિતિના અધ્યક્ષ શ્રી પદમીન બુચ અને એએમએનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિતએ જણાવ્યું હતું કે
આ મહત્વપૂર્ણ ભાગીદારી અમદાવાદના પૂર્વ ઝોનમાં કૌશલ્ય વિકાસ તાલીમ અને સામાજિક જાગૃતિ દ્રારા આ સમુદાયમાં વૃદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન આપી એએમએની પ્રવૃત્તિઓને વધારશે, તથા આ થકી ઓઢવ અને અમદાવાદ પૂર્વમાં ૧૨૦૦થી વધુ ઉદ્યોગોને મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો લાભ મળશે. આ સમજૂતી કરાર અને પરસ્પર સહકાર આવનારા સમયમાં નોંધપાત્ર તકો અને પરિવર્તન સર્જશે.