AMA ખાતે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ વર્કશોપ અને શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન
એએમએ વિવિધ પ્રવૃત્તિઓ કેન્દ્રો દ્રારા મેનેજમેન્ટના સિધ્ધાંતો અને વ્યવહારમાં વિચારો, જ્ઞાન અને અનુભવના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. લોટસ ફાઉન્ડેશનના ખૂબ જ ઉદાર દાન અને સમર્થન સાથે વર્ષ ૨૦૧૮માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે “રૂપા અને આનંદ પંડિત – એએમએ સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ”ની સ્થાપના કરવામાં આવી છે.
કેન્દ્રનો ઉદ્દેશ્ય પ્રમાણપત્ર આધારિત કાર્યક્રમો, ફિલ્મ પ્રશંસા મંચ દ્રારા ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટમાં પ્રવૃત્તિઓને મજબૂત કરવાનો અને વધારવાનો; અને યુવાનોને તેમની કારકિર્દીના વિકલ્પ તરીકે આ સર્જનાત્મક માધ્યમને પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
“રૂપા અને આનંદ પંડિત – એએમએ સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ” છેલ્લા પાંચ વર્ષથી ફિલ્મ પ્રોડક્શનના વિવિધ પાસાઓ પર ટૂંકા ગાળાના પ્રમાણપત્ર તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે.
આ કાર્યક્રમોની શ્રેણીના ભાગરૂપે, એએમએ એ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પ્રતિષ્ઠિત ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, રિએક્ટર અને સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રબંધક શ્રી મકરંદ શુક્લા અને ફિલ્મ, મીડિયા અને મનોરંજન ઉદ્યોગના નિષ્ણાતો દ્રારા દસ્તાવેજી ફિલ્મ નિર્માણમાં તેમની આંતરદૃષ્ટિ અને અનુભવોના આધારિત એક દસ્તાવેજી ફિલ્મ નિર્માણ વર્કશોપ અથવા કાર્યશાળાનું આયોજન કર્યું છે.
આ વર્કશોપમાં ફિલ્મ મેકિંગની ઝાંખી, ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગના તત્વો – દૂરદર્શનથી નેટફ્લિક્સ, સ્ક્રિપ્ટ, પટકથા અને સિનેમેટોગ્રાફીની ઝાંખી, દસ્તાવેજી ફિલ્મના નિર્માણમાં અભિનેતા અને દિગ્દર્શકની ભૂમિકા, બે કેસ સ્ટડીની ચર્ચાનો સમાવેશ થાય છે.
આ વર્કશોપ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ તેમની ફિલ્મ પ્રોડક્શન કૌશલ્યોને પ્રોફેશનલાઇઝ કરવા ઇચ્છે છે અથવા જેઓ કારકિર્દીમાં ફેરફારની શોધમાં છે;
જેઓ દસ્તાવેજી ફિલ્મ નિર્માણનો પ્રથમ અનુભવ મેળવવા ઇચ્છતા હોય અને તેમાં પ્રતિબ્ધધતા અને તેની સાથે સંકળાયેલી આવશ્યકતાઓની દ્રષ્ટિએ જે બધું જરૂરી છે; જેઓ તેમની દસ્તાવેજી ફિલ્મ નિર્માણ પ્રેક્ટિસનું નવીકરણ અથવા પુનઃમૂલ્યાંકન કરવા ઈચ્છે છે અથવા જેઓની પાસે કોઈ ટેકનિકલ કૌશલ્ય નથી.
એએમએ એ દસ્તાવેજી ફિલ્મ નિર્માતાઓના રસને પોષવા માટે “નીરુભાઈ દેસાઈ – એએમએ સેન્ટર ફોર ક્લાઈમેટ મેનેજમેન્ટ”ના આશ્રય હેઠળ “પાણી અને કૃષિ પર હવામાન પરિવર્તનની અસર” પર ટૂંકી ફિલ્મ સ્પર્ધા(શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન)નું પણ આયોજન કર્યું છે અને એવા લોકો પાસેથી દરખાસ્તો આમંત્રિત કરે છે કે જે સમુદાય અને વિવિધ લક્ષ્ય જૂથો સંબંધિત પાયાના સ્તરે જળવાયુ પરિવર્તન માટે ચિંતિત છે અને કામ કરે છે.
નોંધાયેલા તમામ સહભાગીઓને સહભાગિતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ વર્કશોપ અને શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન વિશે વધુ વિગતો માટે કૃપા કરીને અમને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ અથવા ૭૨૦૩૦૩૦૯૯૦ પર કૉલ કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org