Western Times News

Gujarati News

“જૈવવિવિધતાનું પોષણ: AMA અને ‘પ્રોજેક્ટ એડોપ્ટ અ ક્વીન’ (પીએક્યુ) દ્રારા વિશ્વ મધમાખી દિવસ પર જીવંત મધપૂડાનું લોકાર્પણ કરાયું “

અમદાવાદ, “નીરુભાઈ દેસાઈ – એએમએ સેન્ટર ફોર ક્લાઈમેટ મેનેજમેન્ટ” સમાજના વ્યાપક હિત અને ભાવિ પેઢી માટે આબોહવા પરિવર્તનથી ઉદ્ભવતા વર્તમાન અને ભાવિ પડકારોને સંબોધવામાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સમર્પિત છે.

વિશ્વ મધમાખી દિવસ, ૨૦મી મેના રોજ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ), ‘પ્રોજેક્ટ એડોપ્ટ અ ક્વીન’ (પીએક્યુ)ના સહયોગથી, એએમએ કેમ્પસમાં એક વિશેષ મધપૂડાનું જીવંત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એએમએ દ્રારા અમદાવાદની પ્રથમ પરાગનયન-મૈત્રીપૂર્ણ સંસ્થા તરીકે આ પહેલ કરવામાં આવેલ છે

અને ટકાઉપણું પ્રત્યેની તેની લાંબા ગાળાની પ્રતિબધ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ કાર્ય “નીરુભાઈ દેસાઈ – એએમએ સેન્ટર ફોર ક્લાઈમેટ મેનેજમેન્ટ” અને પીએક્યુના મિશન સાથે સંક્ળાયેલ છે કે જે કૃષિ સુધારણા, જૈવવિવિધતા પુનઃસ્થાપના અને દરેક માટે સ્વચ્છ ખોરાક સુલભ બનાવવાના કેન્દ્રમાં મધમાખીઓને સ્થાન આપે છે.

એએમએના પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલાએ જીવંત મધપૂડા સ્થાપિત કરવાના મહત્વ પર સંબોધન કર્યું હતું અને પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે સહ-અસ્તિત્વના મધમાખી સંરક્ષક અને સંશોધક શ્રી મીત જોશીએ ૮ જૂન, ૨૦૨૨ ના રોજ “નીરુભાઈ દેસાઈ – એએમએ સેન્ટર ફોર ક્લાઈમેટ મેનેજમેન્ટ” લોન્ચ કર્યું હતું. એએમએ ઉદ્યોગસાહસિકોના વિઝનને ટેકો આપવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબધ્ધ છે.

આ મિશનના ભાગ રૂપે, આ ભાગીદારી ત્રણ વર્ષ પછી પણ ચાલુ છે, અને આ કાર્યક્રમ તેમના વિઝન અને સામાજિક પરિવર્તન દ્રારા જૈવવિવિધતા, ટકાઉપણું અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેનો એક પ્રયાસ છે.

શ્રી મીત જોશી, શ્રી પૂરવ શેલત અને શ્રી ચંદ્રમૌલી પાઠકે ભારતના ઇકોલોજીકલ ભવિષ્યને આકાર આપવામાં ડંખરહિત મધમાખીઓ, ટેકનોલોજી અને સામુદાયિક કાર્યવાહી કેવી રીતે મદદરૂપ થાય છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.