કેનન ઈન્ડિયા એમ્બેસેડર્સ દ્રારા AMA ખાતે ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાતે કેનન ઈન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે. આના ભાગરૂપે જૂન ૧૭, ૨૦૨૩ના રોજ કેનન ઇન્ડિયાના
એમ્બેસેડર અને અગ્રણી ફોટોગ્રાફર શ્રી સૌરભ દેસાઈ, EOS માસ્ટ્રો દ્રારા “વિઝ્યુઅલ આર્ટ ફોટોગ્રાફી” અને કુ. ઐશ્વર્યા નાયક, EOS ઈન્ફ્લુએન્સર દ્રારા “ફેશન ફોટોગ્રાફી, વ્લોગિંગ અને મોનેટાઈઝિંગ” પરના ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સૌરભ દેસાઈએ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી, સર્જનાત્મકતા અને વિશિષ્ટતા કેવી રીતે ઉમેરવી, અને તમારો પોતાનો પરિપ્રેક્ષ્ય કેવી રીતે બનાવવો તેના પર એક આંતરદૃષ્ટિપૂર્ણ સત્રને સંબોધિત કર્યું.
શ્રી. ઐશ્વર્યા નાયકે ફેશન, સૌંદર્ય અને ફોટોગ્રાફીને કેવી રીતે મુદ્રીકરણ કરી શકીએ તેના પર સંબોધન કર્યું અને સોશિયલ મીડિયાના વધતા વ્યાપાર પર વિગતવાર સમજૂતી રજૂ કરી; શા માટે આપણે ગ્રાહકની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેના પર કામ કરવું જોઈએ.
ઈન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ એ ફોટોગ્રાફી આર્ટના પ્રસાર દ્રારા જાપાન-ભારત મિત્રતાના હેતુને સમર્થન આપવા માટેની એક અનન્ય અને કલ્પનાશીલ પહેલ છે. આ કાર્યક્રમનું આયોજન એએમએના ઝેન-કાયઝેનની બીજી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યુ છે, જેનું ઉદ્ઘાટન ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રારા ૨૭મી જૂન, ૨૦૨૧ના રોજ કરવામાં આવ્યું હતું.