AMAનું વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે એઆઈએમએના શ્રેષ્ઠ એલએમએ એવોર્ડથી સન્માન કરાયું
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ભારતમાં મેનેજમેન્ટ પ્રોફેશનની રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા, ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (એઆઈએમએ)ના પ્રમોટર અને સ્થાપક-સભ્યો પૈકીમાનું એક છે. એએમએ ગુજરાત સરકાર દ્રારા મેનેજમેન્ટ તાલીમ માટેની માન્ય સંસ્થા છે
અને આંતરરાષ્ટ્રીય વેપારને લગતી બાબતો પર ગુજરાતની રુચિ ધરાવતા ઉત્પાદનો અને સેવાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ નિરંતર શિક્ષણને લગતા તાલીમ કાર્યક્રમો, પરિષદો અને સેમિનારોનું આયોજન કરે છે અને આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રમાં સંશોધનને સમર્થન આપે છે. એએમએ દ્રારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન તેના પોતાના એક અનોખા મોડેલમાં નવીન કાર્યક્રમો અને વાઇબ્રન્ટ પ્રવૃત્તિઓનું આયોજન કરી એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે. AMA wins AIMA’s Best LMA Award Category-I for 2023-2024
દર વર્ષે એઆઈએમએ, લોકલ મેનેજમેન્ટ એસોસિએશનના યોગદાનને “બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિએશન એવોર્ડ”થી સન્માનિત કરે છે. અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત એઆઈએમએના ‘ઇન્ડિયાઝ એસેન્ટઃ નેવિગેટિંગ ગ્લોબલ અનસરટેઈનીટી’ થીમ પરના ૫૧મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન દરમ્યાન પ્રતિષ્ઠિત વક્તાઓ,
સીઈઓ, મંત્રીઓ અને વિચારશીલ નેતાઓ ઉપસ્થિતિમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને એઆઈએમએનો શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ ૨૦૨૩-૨૪ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે, એએમએ વ્યાવસાયિક સંચાલનમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે ૧૯૯૦થી ૨૦૨૪ દરમિયાન ૨૦ વખત એઆઈએમએ દ્રારા શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિયેશન એવોર્ડ (કેટેગરી-૧) જીત્યું છે.
એઆઈએમએના ઉચ્ચ અધિકારીઓ શ્રીમતી રેખા સેઠી, ડાયરેક્ટર જનરલ, ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (એઆઈએમએ); શ્રી નિખિલ સાહની, પ્રમુખ, એઆઈએમએ અને વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ત્રિવેણી ટર્બાઇન લિ.; શ્રી સંજય કિર્લોસ્કર, ભૂતપૂર્વ પ્રમુખ, એઆઈએમએ અને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, કિર્લોસ્કર બ્રધર્સ લિ.; શ્રી સુધીર જાલાન, ભૂતપૂર્વ પ્રમુખ, એઆઈએમએ અને ચેરમેન, નિયો ફૂડસ પ્રા. લિ.; શ્રી ટી વી નરેન્દ્રન, વાઇસ પ્રેસિડેન્ટ, એઆઈએમએ અને સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર, ટાટા સ્ટીલ લિ.;
અને સુશ્રી સુનીતા રેડ્ડી, સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ, એઆઈએમએ અને મેનેજિંગ ડિરેક્ટર, એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઈઝ લિ. દ્રારા એએમએના ઉચ્ચ અધિકારીઓ ડો. સાવન ગોડિયાવાલા, પીએચડી, સીએ, એલએલબી, એન્જલ ઈન્વેસ્ટર, સ્ટાર્ટ-અપ મેન્ટર, આઈઆઈએમએ અને આઈઆઈટી ગાંધીનગરના વિઝિટિંગ પ્રોફેસર, એએમએના પ્રમુખ; શ્રી દિવ્યેશ રાડિયા, ભૂતપૂર્વ પ્રમુખ એએમએ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર,
ઓરસેટ હાઈડ્રોલિક્સ પ્રા. લિ.; શ્રી યતીન્દ્ર શર્મા, ભૂતપૂર્વ પ્રમુખ એએમએ, મેનેજિંગ પાર્ટનર, ઇન્વેસકો ફિસ્કલ સર્વિસિસ; અને એએમએના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિતને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. એએમએ ડૉ. વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવવા અને મેનેજમેન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ છે.