Western Times News

Gujarati News

અમલા પોલ જગત દેસાઈ સાથે કરશે બીજા લગ્ન

મુંબઈ, સાઉથની પ્રખ્યાત અભિનેત્રી અમલા પોલ ગુરુવારે તેમના જન્મદિવસે સગાઈ કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી.. હકીકતમાં તે પણ ચોંકી ગઈ હતી જ્યારે તેના બોયફ્રેન્ડે તેને આવું સરપ્રાઈઝ આપ્યું હતું. હા, બોયફ્રેન્ડ જગત દેસાઈએ અમલા પોલને તેના જન્મદિવસ પર પ્રપોઝ કર્યું. અભિનેત્રીનો એક ક્યૂટ વીડિયો પણ સામે આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે અમલા પોલનો બોયફ્રેન્ડ કોણ છે.

એ પણ જાણી લો કે અભિનેત્રીએ પહેલા લગ્ન કોની સાથે કર્યા હતા અને ક્યારે છૂટાછેડા લીધા હતા. જેમ ફિલ્મોમાં થાય છે તેમ જગતે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. તેણે પહેલા ડાન્સ કર્યો. પછી અચાનક તે ઘૂંટણિયે પડી ગયો અને અભિનેત્રીને સગાઈની વીંટી સાથે પ્રપોઝ કર્યું. અમલાએ આ સુંદર પ્રસ્તાવને હા કહેવામાં એક સેકન્ડ પણ બગાડી ન હતી. ‘ફિલ્મીબીટ’ના અહેવાલ મુજબ જગત દેસાઈ ગુજરાતમાંથી આવે છે.

તેને જીમનો શોખ છે. તે એક ડોગ લવર પણ છે. તે ગોવામાં મિત્રો સાથે પાર્ટીઓ કરવાનો શોખીન છે.અમલા પોલના પહેલા લગ્ન એએલ વિજય સાથે ૨૦૧૪માં થયા હતા. બંનેએ વર્ષ ૨૦૧૭માં છૂટાછેડા લીધા હતા. છન્ વ્યવસાયે ડિરેક્ટર છે.અમલા પોલના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં સક્રિય છે. તેણે વર્ષ ૨૦૦૯માં મલયાલમ ફિલ્મ નીલથમારાથી અભિનયની શરૂઆત કરી હતી.

પરંતુ દરેક ઘરમાં તેને જે પ્રશંસા મળી તે ૨૦૧૧માં રિલીઝ થયેલી ફિલ્મ દેવા થિરુમગલથી મળી. જ્યાં તેના કામની સમીક્ષકો દ્રારા પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.અમલા પોલ છેલ્લે અજય દેવગન સાથે ‘ભોલા’માં જાેવા મળી હતી. અભિનેતા અને અમલાની જાેડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. હવે તે ટૂંક સમયમાં પૃથ્વીરાજ સુકુમારની ફિલ્મમાં જાેવા મળશે, જેનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.