કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચાલનારો પહેલો બિઝનેસમેન બન્યો અમન ગુપ્તા
મુંબઈ, અમન ગુપ્તા પોપ્યુલર બિઝનેસમેન પૈકીનો એક છે. અમન ગુપ્તા દેશની સૌથી લોકપ્રિય ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સ પૈકીની એકના કો-ફાઉન્ડર છે. અમન boAt ના કો-ફાઉન્ડર અને CMO છે. અમન ગુપ્તાને બિઝનેસ રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’થી વધુ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. તે આ રિયાલિટી શોની બંને સીઝનમાં જજ તરીકે જાેવા મળ્યો હતો. હાલમાં જ અમન ગુપ્તાએ ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી છે.
View this post on Instagram
અમન ગુપ્તા કાન ફિલ્મ ફેસ્ટિવલના રેમ્પ પર ચાલનારા પહેલા ભારતીય બિઝનેસમેન બન્યા છે. કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચાલવાનો ઉત્સાહ વ્યક્ત કરતાં અમન ગુપ્તાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસનીરો શેર કરી છે. અમન રેડ કાર્પેટ પર પોતાની પત્ની પ્રિયા ડાગર સાથે જાેવા મળ્યો હતો.
તેણે આ તસવીરો શેર કરવાની સાથે એક લાંબું કેપ્શન લખ્યું છે. અમન ગુપ્તાએ ખુશી વ્યક્ત કરતાં લખ્યું, કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચાલનારા પહેલા ભારતીય બિઝનેસમેન હોવાનો ગર્વ છે. અમને આગળ લખ્યું, “ક્યારેક તમે સપના જુઓ છો અને તે સાચા પડી જાય છે. ક્યારેક તમે નથી જાણતાં કે ભગવાને તમારા માટે શું વિચારી રાખ્યું છે. મેં ક્યારેય અહીં આવવાનું સપનું નહોતું જાેયું. પરંતુ અત્યારે તેને જીવી રહ્યો છું ત્યારે તેનો અહેસાસ થાય છે.
ઈશ્વર તમારો આભાર, જિંદગી તારો આભાર. આ રેડ કાર્પેટ પર હંમેશા ઐશ્વર્યા રાય કે અન્ય સેલેબ્સને જાેયા છે પરંતુ ક્યારેય નહોતું વિચાર્યું કે મને પણ અહીં આવવાની તક મળશે. જાે હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો.” આ ઈવેન્ટ માટે અમન ગુપ્તાએ બંધગળાના કાળા રંગના સૂટ પર પસંદગી ઉતારી હતી.
જ્યારે તેની પત્નીએ સિલ્વર અને બ્લૂ રંગના કોમ્બિનેશનનું ગાઉન પહેર્યું હતું. સોશિયલ મીડિયા યૂઝર્સે અમનના ડ્રેસિંગ સેન્સ પર કોમેન્ટ કરતાં કહ્યું કે બંધગળાનો સૂટ પહેરીને ભારતીય સંસ્કૃતિને યાદ કરી છે. અમનની સાથી શાર્ક નમિતા થાપરે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, “તમારા પર ખૂબ ગર્વ છે. તમે બંને ખૂબ સરસ દેખાઈ રહ્યા છો.”SS1MS