૩૩ હજાર મહિલા સ્વયંસેવિકાઓનું પ્રમુખસ્વામીનગરમાં અદ્દભુત સંચાલન
પ્રમુખસ્વામીનગર ખાતે શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. સાંધ્ય સભામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ચર્ચા થાય છે. ગઈ કાલે અહી બીએપીએસ મહિલા દિનની ઉજવણી થઈ હતી.
પ્રમુખસ્વામીનગરમાં બાળનગરીમાં ‘સી ઓફ સુવર્ણ’ પ્રદર્શનમાં ૩૦૦ કરતાં વધુ બાલિકા દ્વારા ‘પ્રાર્થના પુરુષાર્થ=સફળતા’ સૂત્રની મંત્રમુગ્ધ કરી દેતી રજૂઆત જાેવા મળી હતી, તેમજ અહીં પ્રેમવતી ઉપહાર ગૃહ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે. ૨૫ કરતાં વધુ પ્રેમવતીમાં ૨૨૦૦ જેટલી મહિલા સ્વયંસેવિકા કાર્યરત છે. બીજી તરફ પ્રમુખસ્વામીનગરમાં સેવાથી લઈને તમામ અલગ અલગ વિભાગમાં ૩૩ હજાર મહિલા સ્વયંસેવિકા સેવા આપી રહી છે.