Western Times News

Gujarati News

એમેઝોન અને MSME કમિશનરેટે વૈશ્વિક ઇ-કોમર્સ નિકાસો માટે MSMEને સશક્ત કરવા MoU કર્યા

 ગુજરાતના 16,500થી વધુ નિકાસકારો પહેલેથી જ એમેઝોન ગ્લોબલ સેલિંગ સાથે વિશ્વભરમાં ગ્રાહકોને વેચાણ કરે છે

  • FIEO અને AEPC સાથેના સહયોગમાં અમદાવાદમાં એક્સપોર્ટ કનેક્ટ ખાતે એમઓયુની જાહેરાત કરાઈ
  • એક્સપોર્ટ કનેક્ટનો ઉદ્દેશ ગુજરાતમાં સ્થાનિક વ્યવસાયો માટે ઇ-કોમર્સ નિકાસો અંગે જાગૃતતા વધારવાનો છે

 અમદાવાદ, 05 જૂન, 2025 – એમેઝોન ઈન્ડિયાએ લાખો સ્થાનિક એમએસએમઈને ડિજિટલ બનાવીને રાજ્યથી નિકાસોને વેગ આપવામાં મદદ કરવા માટે ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) મંત્રાલયના કમિશનરેટ સાથે એમઓયુ કર્યાની આજે જાહેરાત કરી હતી. Amazon and MSME Commissionerate, Government of Gujarat, Sign MoU to Empower Local MSMEs for Global E-commerce Exports

આ ભાગીદારી દ્વારા એમેઝોન અને કમિશનરેટ એમેઝોન ગ્લોબલ સેલિંગ દ્વારા તેમની નિકાસો શરૂ કરવા અને વધારવા માટે રાજ્યમાં વ્યવસાયો માટે વર્કશોપ યોજવા, તાલીમ આપવા અને ટેકો પૂરો પાડવા માટે સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત એમઓયુ હેઠળ એમેઝોન ગાંધીનગરમાં સમગ્ર ભારતમાં નિકાસકારો વચ્ચે સહયોગ વધારે તથા સતત સમર્થન આપે તેવું એક્સપોર્ટ કમ્યૂનિટી-લોકલ નેટવર્ક ઊભું કરશે. તે ઇકોમર્સ અને ઇ-કોમર્સ નિકાસોની જરૂરિયાતો અંગે એમએસએમઈ કમિશનરેટના સભ્યોને તાલીમ પણ આપશે જેઓ બદલામાં સમગ્ર રાજ્યમાં એમએસએમઈ માટે તાલીમનું આયોજન કરશે.

 આ એમઓયુ ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) અને એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) સાથેના સહયોગમાં એમેઝોન ગ્લોબલ સેલિંગ દ્વારા યોજાયેલી ફ્લેગશિપ ઇવેન્ટ એવી અમદાવાદની એક્સપોર્ટ કનેક્ટ 2025ના ઉપક્રમે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોના 700થી વધુ નિકાસકારોએ ભાગ લીધો હતો

જેમાં તેમને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સુધી તેમની પહોંચ વિસ્તારવામાં મદદ કરવા માટે એમેઝોન ગ્લોબલ સેલિંગની લીડરશિપ તરફથી આંતરદ્રષ્ટિ, સંસાધનો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા. રાજ્યમાં 36.51 લાખથી વધુ એમએસએમઈ સાથે ગુજરાત નિકાસોમાં મજબૂત પાયો ધરાવે છે. આ પાયો રાજ્યને નિકાસોની બાબતે ભારતની ઇ-કોમર્સ સંભાવનાઓ અનલોક કરવા માટેના એમેઝોનના વ્યાપક પ્રયાસોમાં મહત્વનો વિસ્તાર બનાવે છે.

 

ગુજરાતમાં એમેઝોન ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામની કેટલીક વાસ્તવિકતાઓ
કુલ નિકાસકારો 16,500
નિકાસ કરતા ટોચના શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ, ભાવનગર
ટોચની કામગીરી ધરાવતી શ્રેણીઓ એપરલ, બ્યૂટી, હેલ્થ અને પર્સનલ કેર, ગ્રોસરી અને હોમ
રાજ્યની પ્રોડક્ટ્સ માટેના મહત્વના વૈશ્વિક બજારો યુએસએ, યુકે, જર્મની, કેનેડા, ઇટાલી

એમેઝોન ગ્લોબલ સેલિંગ ઈન્ડિયાના હેડ શ્રીનિધિ કલ્વાપુડીએ જણાવ્યું હતું કે “એમેઝોન ખાતે અમે તમામ પ્રકારના ભારતીય વ્યવસાયો માટે નિકાસોને સુલભ બનાવવા તથા તેમને વિશ્વભરમાં સફળ થવા માટે સક્ષમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે સમગ્ર રાજ્યમાં હજારો ઉદ્યોગસાહસિકો તથા નાના વ્યવસાયોને ટેકો આપવા તથા સશક્ત બનાવવા માટે ગુજરાત સરકારના એમએસએમઈ કમિશનરેટ સાથે ભાગીદારી કરતા રોમાંચિત છીએ. આ ભાગીદારી એમેઝોન ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામ હેઠળ 2030 સુધીમાં ભારતથી કુલ 80 અબજ ડોલરની ઇ-કોમર્સ નિકાસો સક્ષમ કરવાના અમારા વ્યાપક લક્ષ્યાંક સાથે સંલગ્ન છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “અમારા નિકાસકારોના પ્રતિભાવના આધારે અમે રાજ્ય સ્તરના વ્યાપારી સમુદાયોને સીધી જ ઇ-કોમર્સ તકો પહોંચાડવા માટે 2025માં અમારી એક્સપોર્ટ કનેક્ટ પહેલને વિસ્તારી હતી અને નિકાસકારોનો સમુદાય બનાવવા માટે રાજ્ય સરકારો સાથે ભાગીદારીને મજબૂત બનાવી હતી. આ કાર્યક્રમો એમેઝોન ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામને રજૂ કરવાની અમારી પોતાની રીત છે અને તે વ્યવસાયોને અમારા ટૂલ્સ તથા સર્વિસીઝ સાથે આંતરરાષ્ટ્રીય બજારોની પહોંચ મેળવવામાં મદદ કરે છે.”

એક્સપોર્ટ કનેક્ટ ખાતે એમએસએમઈ કમિશ્નર શ્રી સંદીપ સાગલે દ્વારા આપવામાં આવેલા મુખ્ય વક્તવ્યમાં અમૂલ્ય નીતિગત દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો હતો જે ઉદ્યોગની આંતરદ્રષ્ટિ દ્વારા પૂરક હતો. આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન, પ્રોડક્ટ લિસ્ટિંગ, ક્રોસ-બોર્ડર લોજિસ્ટિક્સ, પેમેન્ટ સોલ્યુશન્સ અને જાહેરાત વ્યૂહરચનાઓ ધરાવતા એમેઝોન ગ્લોબલ સેલિંગનો લાભ લેવા માટે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,

જેથી ઉપસ્થિત લોકોને લાખો વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચવાનો લાભ મળી શકે. ઇન્ટરેક્ટિવ બ્રેકઆઉટ સેશન્સ, લાઇવ પ્રશ્નોત્તરી અને એમેઝોન નિષ્ણાંતો સાથે વ્યક્તિગત સલાહમસલત દ્વારા કમ્પ્લાયન્સ, એડ મેનેજમેન્ટ અને એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટર લોજિસ્ટિક્સ સહિતની મુખ્ય ચિંતાઓને સંબોધવામાં આવી હતી.

એમએસએમઈ કમિશનરેટના એમએસએમઈ કમિશ્નર શ્રી સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે “સ્થાનિક ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા અને આપણા રાજ્યની નિકાસ ક્ષમતા વધારવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. અમારા વિઝન સાથે સંલગ્ન હોય તેવી પહેલ શરૂ કરવામાં એમેઝોનના સતત પ્રયાસોની હું પ્રશંસા કરું છું. ગુજરાતભરના હજારો નાના વ્યવસાયો આ તકોનો લાભ વૈશ્વિક સ્તરે લઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે અમે ઘનિષ્ઠપણે સહયોગ કરવા આતુર છીએ. આવી ભાગીદારી આપણા રાજ્યના ડિજિટલ વિકાસને વેગ આપવા અને ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયોને વધારવા અને વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે.”

બ્રાન્ડ લેડીલાઇનના માલિક સુનિલ વાલેચાએ (Brand Ladyline Sunil Valecha) જણાવ્યું હતું કે, “હું ઈ-કોમર્સ નિકાસની જટિલતાઓ અને મારા વ્યવસાય માટે સ્પષ્ટ, વ્યૂહાત્મક રોડમેપ લઈને આવવા પર ખૂબ જ અભિભૂત થઈ ગયો હતો. જોકે, અમદાવાદમાં એક્સપોર્ટ કનેક્ટ ઇવેન્ટમાં હાજરી આપવી એ શ્રેષ્ઠ નિર્ણય હતો. સ્થળ પર જ રજિસ્ટ્રેશન સપોર્ટથી વ્યક્તિગત સહાય મળી હતી, જેનાથી હું એમેઝોન નિષ્ણાંતો સાથે જોડાઈ શક્યો હતો અને મારા ચોક્કસ પ્રશ્નોના જવાબો મેળવી શક્યો હતો.

આ ઇવેન્ટે નેટવર્કિંગને પણ સરળ બનાવ્યું હતું, જેનાથી હું ભાગીદારો અને સમાન વિચારધારા ધરાવતા સેલર્સ સાથે વાતચીત કરી શક્યો અને મેં બહુમૂલ્ય જોડાણો પણ બનાવ્યા. આ પ્લેટફોર્મે ફક્ત મને જ નહીં પરંતુ ઘણા લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાયની પહોંચ વધારવા માટે જરૂરી આત્મવિશ્વાસ અને વ્યવહારુ સાધનોથી સશક્ત બનાવ્યા. હતા.”

આ વર્ષે એમેઝોન તેની નિકાસ સમુદાય પહેલને વધુ મજબૂત બનાવી રહી છે અને સ્થાનિક ઓફલાઇન નેટવર્ક્સ દ્વારા આખું વર્ષ સપોર્ટ પૂરો પાડી રહી છે. આ સમુદાયો સેલર્સને નિકાસ પ્રક્રિયામાં આગળ વધવા, તેમના વ્યવસાયોને વધારવા અને મેન્ટર્સ સાથે જોડાવા માટે માર્ગદર્શન આપે છે. FIEO અને AEPC જેવા ભાગીદારો સાથે મળીને એક્સપોર્ટ કનેક્ટ, વધતી જતી ઈ-કોમર્સ નિકાસ તક માટે સેતુ તરીકે કામ કરે છે. તે ભારતીય સેલર્સને એમેઝોનના સોલ્યુશન્સ જેમ કે ફુલફિલમેન્ટ બાય એમેઝોન (FBA), એમેઝોન ગ્લોબલ સેલિંગ, ટેકનોલોજી-આધારિત ટૂલ્સ, સંસાધનો વગેરેની મદદથી ‘મેડ ઇન ઈન્ડિયા’ પ્રોડક્ટ્સ સાથે વિશ્વભરના 18થી વધુ એમેઝોન ગ્લોબલ માર્કેટપ્લેસીસમાં લાખો ગ્રાહકો સુધી પહોંચવા માટે સશક્ત બનાવે છે.

કોઈમ્બતુર (તિરુપુર, ચેન્નઈ, કરુર, સેલમ, મદુરાઈ, ત્રિચી અને નમક્કલના 600થી વધુ નિકાસકારો), જયપુર (ઉદયપુર, અજમેર, કોટા અને અલવરના 400થી વધુ નિકાસકારો) અને નવી દિલ્હી (દિલ્હી/એનસીઆરના 1,100 નિકાસકારો) માં સફળ એક્સપોર્ટ કનેક્ટ કાર્યક્રમો બાદ, જેમાં એપરલ, ગ્રોસરી, ઇલેક્ટ્રોનિક્સ, લગેજ આર્ટ અને ક્રાફ્ટ સપ્લાય, કિચન, ઇલેક્ટ્રોનિક્સ, બ્યૂટી, લૉન અને ગાર્ડન, બેબી પ્રોડક્ટ્સ અને રમકડાં જેવી વિવિધ શ્રેણીઓના સેલર્સ સામેલ છે,

આ કાર્યક્રમ અમદાવાદમાં તેનો રાષ્ટ્રવ્યાપી પ્રવાસ ચાલુ રાખે છે. આ એક-દિવસની કોન્ફરન્સીસ નવા અને અનુભવી સેલર્સને શૈક્ષણિક સત્રો, પ્રત્યક્ષ સહાય અને એમેઝોન નિષ્ણાંતો સુધી સીધી પહોંચ દ્વારા વૈશ્વિક ઈ-કોમર્સ નિકાસ શરૂ કરવા અને તેને વધારવા માટેના સાધનોથી સજ્જ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.