ટેસ્લાના શેર 7 ટકાથી વધુ ઘટતાં એલોન મસ્ક બીજા સ્થાન પર પહોંચ્યા
એમેઝોનના જેફ બેઝોસ ટેસ્લાના એલોન મસ્કને પછાડીને નંબર વન પર પહોંચી ગયા
નવી દિલ્હી, વિશ્વના અમીરોની યાદીમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી છે. લાંબા સમયથી ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિની ગાદી પર હતા, પરંતુ સોમવારે તેમને મોટો આંચકો લાગ્યો છે. તેની નેટવર્થમાં $૧૭.૬ બિલિયનનો ઘટાડો થયો અને તે બીજા સ્થાને સરકી ગયો. Amazon founder Jeff Bezos has overtaken Tesla and SpaceX CEO, Elon Musk, as the richest person in the world
એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ તેને પછાડીને નંબર વન પર પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, બેઝોસ ૨૦૦ બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, જ્યારે મસ્ક $૧૯૮ બિલિયનની નેટવર્થ સાથે બીજા સ્થાને સરકી ગયા છે. આ વર્ષે બેઝોસની નેટવર્થમાં $૨૩.૪ બિલિયનનો વધારો થયો છે, ટેસ્લાના શેર સોમવારે સાત ટકાથી વધુ ઘટયા હતા.
જ્યારે મસ્કની નેટવર્થમાં ૩૧.૩ બિલિયનનો ઘટાડો થયો છે. મસ્કે મે ૨૦૨૩માં LVMH CEO અને ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને હરાવીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. આર્નોલ્ટ હાલમાં ૧૯૭ અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં ત્રીજા સ્થાને છે. Bernard Arnault is Chairman and CEO of LVMH and Chairman of Christian Dior SE સોમવારે, તેમની નેટવર્થમાં $૧.૮૪ બિલિયનનો ઘટાડો થયો હતો. જો કે, આ વર્ષે તેની નેટવર્થ ૧૮.૩ બિલિયન વધી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગ ૧૭૯ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચોથા સ્થાને યથાવત છે.
આ વર્ષે તેની નેટવર્થમાં સૌથી વધુ $૫૦.૭ બિલિયનનો વધારો થયો છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આ યાદીમાં ૧૫૦ અબજ ડોલર સાથે પાંચમા સ્થાને છે. આ વર્ષે તેની નેટવર્થ $૮.૮૮ બિલિયન વધી છે.
અંબાણી અને અદાણી : વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં નવ અમેરિકાના છે. સ્ટીવ બાલ્મર આ યાદીમાં ૧૪૩ અબજ ડોલર સાથે છઠ્ઠા સ્થાને છે. અમેરિકાના સુપ્રસિદ્ધ રોકાણકાર વોરેન બફે $૧૩૩ બિલિયન સાથે સાતમા સ્થાને છે. લેરી એલિસન ($૧૨૯ બિલિયન) આઠમા, લેરી પેજ ($૧૨૨ બિલિયન) નવમા અને સેર્ગેઈ બ્રિન ($૧૧૬ બિલિયન) દસમા ક્રમે છે.
ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ૧૧૫ બિલિયન ડોલર સાથે આ યાદીમાં ૧૧મા નંબરે છે. સોમવારે તેમની નેટવર્થમાં ઼૧.૨૪ બિલિયનનો વધારો થયો છે. આ વર્ષે તેની નેટવર્થ $૧૮.૨ બિલિયન વધી છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી $૧૦૪ બિલિયનની નેટવર્થ સાથે અંબાણી કરતાં એક સ્થાન નીચે ૧૨મા ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થ $૧૯.૨ બિલિયન વધી છે.