Western Times News

Gujarati News

2025 સુધીમાં એમેઝોન ભારતમાં 20 લાખ નોકરીઓ ઊભી કરશે

એમેઝોને ભારતમાં 1.4 મિલિયન પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું,

  • આ નોકરીઓ આઈટી, ઇકોમર્સ, લોજિસ્ટિક્સ, મેન્યુફેક્ચરિંગ, કન્ટેન્ટ ક્રિએશન, સ્કીલ ડેવલપમેન્ટ અને અન્ય ક્ષેત્રો સંબંધિત છે
  • કંપનીએ ઇ-કોમર્સ નિકાસોમાં લગભગ 13 અબજ ડોલર સક્ષમ કર્યા છે અને ભારતની ડિજિટલ ઇકોનોમીનો ભાગ બનવા 12 મિલિયન નાના વ્યવસાયોને સક્ષમ કર્યા છે

2020માં તેની પ્રારંભિક Smbhav સમિટમાં એમેઝોને 2025 સુધીમાં 10 મિલિયન નાના વ્યવસાયોને ડિજિટાઇઝ કરવા20 અબજ ડોલરની કુલ નિકાસો કરવા અને 2 મિલિયન પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઊભી કરવાનું વચન આપ્યું હતું. કંપની આ વચનને પૂર્ણ કરવાના માર્ગે છે અને આ દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ સાધવામાં આવી છે. Amazon has created 1.4 million direct and indirect jobs in India; on track to create 2 million jobs in India by 2025.

છેલ્લા 4-5 વર્ષોમાં અમે 2020માં પ્રારંભિક Smbhav સમિટ ખાતે જાહેર કરેલા વચનો પૂરા કરવા માટે નોંધપાત્ર સમય અને પ્રયાસો આપ્યા છે. અમે નમ્રતાપૂર્વક જણાવવા માંગીએ છીએ કે અમે સમય કરતા એક વર્ષ પહેલા 10 મિલિયન નાના વ્યવસાયોને ડિજિટાઇઝ કરવાના વચનને પૂરું કર્યું છે અને 12 મિલિયનથી વધુ નાના વ્યવસાયોને ભારતની ડિજિટલ ઇકોનોમીનો ભાગ બનવા સક્ષમ કર્યા છે. અમે કુલ 13 અબજ ડોલરની નિકાસો કરી છે અને ભારતમાં 1.4 મિલિયન જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઊભી કરી છેએમ એમેઝોન ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર સમીર કુમારે જણાવ્યું હતું.

કંપનીએ તેની નિકાસોના લક્ષ્યાંકને વધારીને ચાર ગણું કર્યું છે અને 2030 સુધીમાં કુલ 80 અબજ ડોલરની નિકાસ કરવાનું વિચારી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.