એમેઝોન ઈન્ડિયાએ દેશમાં 160થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી
· કુશળતા વધારીને અને શિક્ષણ આપીને, મજબૂત ડિઝાસ્ટર રિસ્પોન્સ પ્રયાસો અને સશક્તિકરણ દ્વારા કંપની સમુદાય પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે
બેંગ્લોર, એમેઝોન અનેક પ્રભાવશાળી પહેલ દ્વારા સમુદાયોને સશક્ત બનાવવામાં નોંધપાત્ર રીતે આગળ વધવાનું ચાલુ રાખે છે. એમેઝોને દેશભરમાં 7.8 મિલિયનથી વધુ લોકોના જીવન પર હકારાત્મક અસર કરી છે. પોતાના વિશાળ સંસાધનો અને નવીન ક્ષમતાઓનો લાભ લઈને એમેઝોન વંચિત લોકોને જરૂરી શિક્ષણ અને કૌશલ્યની તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. Amazon Impacts over 7.8 million lives through Community Engagement Efforts.
એમેઝોન ફ્યુચર એન્જિનિયર જેવા પ્રોગ્રામ્સનો હેતુ કમ્પ્યૂટર સાયન્સ શિક્ષણમાં અંતરને દૂર કરવાનો છે, જે વિવિધ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવા વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકિર્દી માટે નિર્ણાયક કૌશલ્યો મેળવવાની તક આપે છે. આ શૈક્ષણિક પ્રયાસો ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ માટે નાણાંકીય અવરોધો પડકારરૂપ ન બને તે સુનિશ્ચિત કરવા માટે રચાયેલ અસંખ્ય સ્કોલરશિપ પ્રોગ્રામ્સ દ્વારા પૂરક છે.
આ ઉપરાંત એમેઝોને જાહેર કર્યું છે કે તેણે શેલ્ટર અને હાઇજિન કીટનો સમાવેશ ધરાવતા તેના ડિઝાસ્ટર રીલિફ મટિરિયલની પ્રિ-પોઝિશનિંગ શરૂ કરી દીધી છે, જેથી કંપની 72 કલાકથી ઓછા સમયમાં જરૂરિયાત ધરાવતા સમુદાયો સુધી પહોંચી શકે અને રાહત સામગ્રી પૂરી પાડી શકે. આ પરિવર્તન હાંસલ કરવા માટે એમેઝોન રીલિફ મટિરિયલને ઝડપથી અને અસરકારક રીતે સમગ્ર દેશમાં ખસેડવા માટે તેના લોજિસ્ટિક્સ નેટવર્કનો ઉપયોગ કરશે.
ઇમર્જન્સી રિસ્પોન્સ ઉપરાંત એમેઝોને આરોગ્ય, સ્વચ્છતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને સ્થાનિક સમુદાયોમાં રોકાણ કર્યું છે. મહિલાઓ અને દિવ્યાંગો માટે નોકરીની તકો ઊભી કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જે સમાવેશક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
એમેઝોન ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર અને વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારી જણાવ્યું હતું કે “એમેઝોન પર અમારી સફળતા મૂળભૂત રીતે અમે જેમને સેવાઓ આપીએ છીએ તે સમુદાયોની સુખાકારી સાથે જોડાયેલી છે. અમે કાયમી અસર ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને વધુ સારી કામગીરી માટે અમારા સંસાધનોનો લાભ લેવાનું ચાલુ રાખીશું અને અમે જે સમુદાયોમાં રહીએ છીએ અને કામ કરીએ છીએ તેમના માટે સારા પાડોશી બનવાનો પ્રયત્ન કરીશું.”
એમેઝોન ટાર્ગેટેડ કેમ્પેઇન દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. અત્યાર સુધીમાં અમે 20,000થી વધુ મહિલાઓ અને છોકરીઓના જીવનમાં પરિવર્તન લાવ્યા છીએ. વધુમાં અમે કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોર જેવા શહેરો સહિત અનેક શહેરોમાં સેનિટરી નેપકીન ઉત્પાદન એકમો સ્થાપીને આ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતાને સક્ષમ કરી રહ્યા છીએ.
આ ઉત્પાદન એકમો ન કેવળ કિફાયતી મોડલ દ્વારા 60 ગ્રામીણ મહિલાઓ માટે ટકાઉ આજીવિકા ઉકેલો પૂરા પાડે છે પરંતુ તેમના આસપાસમાં 2,000થી વધુ ગ્રામીણ મહિલાઓ અને છોકરીઓ માટે પર્યાવરણ માટે જવાબદાર પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરે છે.
2023માં Amazon.in એ સાર્થક એજ્યુકેશનલ ટ્રસ્ટની ભાગીદારીમાં ગ્લોબલ રિસોર્સ સેન્ટર (જીઆરસી) શરૂ કર્યું હતું. ત્યારથી Amazon.in એ 10,000થી વધુ લાભાર્થીઓને તાલીમ આપી છે અને 6,000થી વધુ દિવ્યાંગોને રૂ. 20,000 સુધીના માસિક મહેનતાણા સાથે રોજગારીની તકો પૂરી પાડી છે અને મુસાફરી તથા રહેવાની સગવડમાં મદદ કરી છે.
1 મેથી 31 મે 2024 સુધીના ગ્લોબલ મંથ ઓફ વોલ્યુન્ટિયરિંગના ભાગરૂપે એમેઝોન શિક્ષણ, અન્ન સુરક્ષા, ટકાઉપણા અને મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. દેશભરમાં 150થી વધુ કાર્યક્રમો અને 40થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેની ભાગીદારી સાથે એમેઝોન કર્મચારીઓ બીજી અનેક રીતે આ કામમાં જોડાઈ શકે છે. અત્યાર સુધીમાં 35,000થી વધુ કર્મચારીઓએ અનેક પ્રવૃત્તિઓમાં સ્વૈચ્છિક સેવા આપી છે.
વધુમાં એમેઝોનની અસર સ્થાનિક કારીગરો અને નાના વ્યવસાયોને ટેકો આપવા સુધી વિસ્તરે છે. ઉદાહરણ તરીકે પોચમ્પલ્લીમાં પરંપરાગત વણાટ ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં મદદ કરવા માટે એપ રજૂ કરવાની પહેલ સમુદાયને સમર્થન આપવા માટે એમેઝોનના નવીન અભિગમને દર્શાવે છે. સ્થાનિક કારીગરોને વ્યાપક બજારો સુધી પહોંચવા માટે સાધનો અને પ્લેટફોર્મ પૂરું પાડીને એમેઝોન ન કેવળ સાંસ્કૃતિક વારસાને સાચવે છે પરંતુ આ સમુદાયો માટે આર્થિક તકો પણ વધારે છે.
એકંદરે એમેઝોનની વ્યાપક કમ્યૂનિટી ઇમ્પેક્ટ સ્ટ્રેટેજી હકારાત્મક પરિવર્તન લાવવા અને વિવિધ ક્ષેત્રોમાં ટકાઉ વિકાસને સમર્થન આપવા માટે ટેક્નોલોજી અને સંસાધનોનો લાભ લેવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કંપનીના વર્તમાન પ્રયાસો તેના કર્મચારીઓ જ્યાં રહે છે અને કામ કરે છે તે વિશ્વભરના સમુદાયોમાં કાયમી લાભો પૂરા પાડવાની સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.