તહેવારો પૂર્વે એમેઝોન-ઇન્ડિયા દ્વારા SMBઓને મદદ માટે સેલર-કનેક્ટ ઇવેન્ટ યોજાઈ
- 350થી વધારે વિક્રેતાઓએ ભાગ લઈને એમેઝોન-ઇન્ડિયાના આગેવાનો સાથે ચર્ચાઓ કરી
- આગામી તહેવારોના સંદર્ભે ઇવેન્ટમાં વિચારો, આંતરદ્રષ્ટિ તથા વ્યૂહરચનાઓ અંગે વિચાર-વિમર્શ યોજાયા
સુરત, એમેઝોન-ઇન્ડિયા દ્વારા સુરત ખાતે વાર્ષિક એમેઝોન-સેલર કનેક્ટ ઇવેન્ટ નામના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સુરતના 350થી વધારે વિક્રેતાઓએ ભાગ લીધો હતો. વિક્રેતાઓ સાથેની આ ઇવેન્ટમાં એમેઝોન સાથે ઓનલાઇન વેચાણની વિવિધ સમસ્યાઓને સાંકળી લઈને એમેઝોનના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરવાનું પ્લેટફોર્મ વિક્રેતાઓને પ્રાપ્ત થયું હતું. આવી રહેલા તહેવારોની મોસમમાં તૈયાર થવામાં મદદરૂપ થવા માટે નેતૃત્વ-સત્રો, પેનલ ચર્ચાઓ, માસ્ટર ક્લાસ વગેરેમાં વિક્રેતાઓને માહિતી મળી હતી.
એમેઝોન-ઇન્ડિયાના મુખ્ય આગેવાનો તથા નિષ્ણાતોએ તહેવારોની સિઝન દરમિયાન વિક્રેતાઓને ગ્રાહકની માંગ પૂરી કરવામાં મદદરૂપ થવા માટે જરૂરી આંતરદ્રષ્ટિની વાત કરી હતી. વિક્રેતાઓએ તેમની યોજનાઓ અંગે માહિતી આપી હતી અને તહેવારોની સિઝન માટે પોતપોતાની વ્યૂહરચનાઓને શ્રેષ્ઠ બનાવવા માટે વિચારોની આપ-લે કરી હતી. એમેઝોન-ડૉટ-ઇન ઉપર વિવિધ સાધનો તથા સુવિધાઓ અંગે વિક્રેતાઓની સમજણને સુધારવા માટે વિશેષ તાલીમ-સત્રો તથા માસ્ટરક્લાસ યોજવામાં આવ્યા હતા, જે તેમને વધારે સારા વેચાણ તથા વ્યવસાય-વૃદ્ધિ મેળવવામાં મદદરૂપ નીવડી શકે.
આ પ્રસંગે સંબોધન કરતાં એમેઝોન-ઇન્ડિયાના સેલ્સ-ડિરેક્ટર ગૌરવ ભટનાગરે જણાવ્યું હતું કે, “એમેઝોન સેલર કનેક્ટ એ એક નિર્ણાયક પહેલ છે, જેનાથી વિક્રેતાઓ સાથેના અમારા સંબંધો મજબૂત બને છે. તેમની જરૂરિયાતો વિશેની અમારી સમજ આ કાર્યક્રમથી વધે છે અને અમને તહેવારોની સિઝન માટે તૈયારી કરવામાં તે મદદરૂપ નીવડે છે. તાજેતરમાં અમે વેચાણ-ફીમાં નોંધપાત્ર ઘટાડો કરવાની પણ જાહેરાત કરી છે, જેનાથી વિક્રેતાઓ અમારા માર્કેટ-પ્લેસ પર તેમના ઉત્પાદન-પોર્ટફોલિયોને વિસ્તારી શકશે તથા તેમના વ્યવસાયને વધારી શકશે. અમારા વિક્રેતાઓ ઈ-કોમર્સથી મહત્તમ લાભ મેળવવા માટે તેમની વ્યાવસાયિક કામગીરીને વધારતા રહેતા હોવાથી અમે અમારા વિક્રેતાઓની વૃદ્ધિની સફરમાં નિશ્ચિતપણે રોકાયેલા તથા પ્રતિબદ્ધ છીએ.”
એમેઝોન-ઇન્ડિયાએ વિક્રેતાઓને ઈ-કોમર્સ સ્વીકારવામાં મદદ કરવા માટે ઘણાં ટુલ્સ અને સુવિધાઓ રજૂ કરી છે. સેલ્ફ-સર્વિસ રજિસ્ટ્રેશન (SSR 2.0) વિક્રેતાઓને તેના બહુ-ભાષી સપોર્ટ, નોંધણી તથા ઇન્વોઇસિંગ સાથે માર્કેટપ્લેસમાં જોડાવા માટેની પ્રક્રિયાને સરળ બનાવે છે. સેલ ઇવેન્ટ પ્લાનર વેચાણની ઇવેન્ટ દરમિયાન શ્રેષ્ઠ સોદાઓ ઑફર કરવામાં વિક્રેતાઓને સહાય કરે છે અને વેચાણમાં વૃદ્ધિ લાવવા માટે ઇન્વેન્ટરી પ્લાનિંગ માટે ડેટા આધારિત ભલામણો આપે છે.
વળી, ન્યૂ સેલર સક્સેસ સેન્ટર વિક્રેતાઓને તેમની ઓનલાઇન શોપ સ્થાપવા અને જાહેરાતો, પ્રાઇમ અને ડીલ્સ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન પૂરું પાડે છે.
એમેઝોન-ઇન્ડિયાએ તાજેતરમાં amazon.in મોબાઇલ એપ્લિકેશન ઉપર સેલર-સ્ટોરફ્રન્ટ (Seller Storefront)ને અપગ્રેડ કર્યું છે. વિક્રેતાઓ તેના પર પોતાના સ્થાન (સ્થળ અને શહેર)ને દર્શાવી શકે છે અને તેમના સ્ટોરફ્રન્ટને, સોશિયલ શેરબિલિટી બટન સાથે ફેસબુક, વૉટ્સએપ તથા ઇન્સ્ટાગ્રામ જેવાં પ્લેટફોર્મ ઉપર વધારે ટ્રાફિક મેળવવા માટે શેર કરી શકે છે. વળી, તેણે 1-ક્લિક ‘લોકલ શોપ્સ ઓન એમેઝોન’ નામની વિક્રેતા-ઓનબોર્ડિંગ એક્સપિરિયન્સની પણ રજૂઆત કરી છે, જે નવા વિક્રેતાઓને મોબાઇલ-એપ દ્વારા એક જ ક્લિકમાં પ્રોગ્રામમાં જોડાવામાં મદદ કરશે, જેનાથી શહેરમાં બે દિવસમાં જ ડિલિવરી શરૂ કરી શકાશે.
એટલું જ નહીં, વિક્રેતાઓને વધારે સહયોગ પૂરો પાડવા માટે એમેઝોને એમેઝોન–સેલર એપની કાર્યક્ષમતામાં વધારો કર્યો છે, જેનાથી વિક્રેતાઓ ગમે ત્યાં હોય પરંતુ પોતાના વ્યવસાયનું સંચાલન અને તેમાં વૃદ્ધિ કરી શકે છે. એપ્લિકેશનના વપરાશકારોને કુપન્સ, ડીલ્સ અને પ્રાયોજિત ઉત્પાદન-ઝુંબેશને હૅન્ડલ કરવામાં પણ તે મદદ કરશે. જ્યારે, કી-પર્ફોર્મન્સ-ઇન્ડિકેટરોનું ટ્રેકિંગ તથા પૃથક્કરણ સરળ બને તે માટે ઇન્ટરેક્ટીવ બિઝનેસ મેટ્રિક્સ પણ ઑફર કરાયેલ છે.
દરમિયાન, એમેઝોન દ્વારા જાહેર કરાયેલ સેલિંગ-ફીમાં ઘટાડો તા. 9 સપ્ટેમ્બર, 2024થી અમલમાં આવશે અને તહેવારોની સીઝન પછી પણ તે જારી રહેશે. વિક્રેતાઓને તેનાથી તહેવારોની સીઝન માટે સમયસર તેમની કામગીરીનું આયોજન કરવામાં તથા ઑપ્ટિમાઇઝ કરવામાં પૂરેપૂરી તક મળી રહેશે.