એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામમાં હવે 50,000થી વધુ ક્રિએટર્સ

- એમેઝોન સમગ્ર ભારતમાં 50,000થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ધરાવે છે
- એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ, એમેઝોન લાઇવ અને ક્રિએટર યુનિવર્સિટી જેવા પ્રોગ્રામ્સ દ્વારા એમેઝોન ક્રિએટર્સને તેમને સફળ થવા માટે જરૂરી ટૂલ્સ તથા નોલેજ પૂરા પાડે છે અને તેમને તેમની નિપુણતાના પૈસા મળે તે માટે પ્લેટફોર્મ ઓફર કરે છે. આ અભિગમ ક્રિએટર્સ અને બ્રાન્ડ્સ બંનેને લાભદાયી રહે છે
- પ્રાઇમ ડે 2024 એ દરેક પ્રાઇમ મેમ્બર માટે આકર્ષક ડીલ્સ, મોટાપાયે બચત, બ્લોકબસ્ટર એન્ટરટેઇનમેન્ટ અને ટોચની બ્રાન્ડ્સ તેમજ નાના વ્યવસાયો તરફથી નવા લોન્ચીસ મેળવવાનો પ્રોગ્રામ છે
હૈદરાબાદ, 15 જુલાઈ, 2024 – Amazon.in એ જાહેરાત કરી છે કે કંપની તેના એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામના ભાગ રૂપે સમગ્ર દેશમાં 50,000થી વધુ ક્રિએટર્સ સાથે સહયોગ કરી રહી છે. આમાંના હજારો ક્રિએટર્સ એમેઝોન લાઇવ પ્રોગ્રામનો પણ ભાગ છે જે એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ છે જેમાં દર્શકો ક્રિએટર્સ અને બ્રાન્ડના પ્રતિનિધિઓ સાથે સીધી રીતે જોડાઈ શકે છે. પ્રાઇમ ડે 2024 માટે સેંકડો ક્રિએટર્સ મોબાઇલ, હોમ એપ્લાયન્સીસ, હોમ ડેકોર, ફેશન અને બ્યુટી સહિતની શ્રેણીઓમાં 300થી વધુ લાઇવ સ્ટ્રીમ્સ કરશે. વધુમાં, મોટોરોલા, સેમસંગ અને ફોરએવર21 સહિત 7 બ્રાન્ડ્સ પ્રાઇમ ડે દરમિયાન એમેઝોન લાઇવ પર ફ્લેગશિપ પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. Amazon Influencer Program Now Has Over 50,000 Creators.
ક્રિએટર્સને સશક્ત બનાવવા માટે એમેઝોન તેના દ્વારા બનાવાયેલા પ્રોગ્રામ્સનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે. એમેઝોન ઈન્ફ્લુએન્સર પ્રોગ્રામ તેમના ફોલોઅર્સને પ્રોડક્ટ્સની ભલામણ કરનારા ક્રિએટર્સ માટે કમિશન-આધારિત કમાણીની સુવિધા આપે છે. એમેઝોન લાઇવ પ્રોગ્રામમાં દર્શકો માટે રીઅલ-ટાઇમ પ્રોડક્ટ ડેમોસ્ટ્રેશન, નિષ્ણાંતોની સલાહ અને વધુ જાણકાર શોપિંગ અનુભવ છે.
ક્રિએટર એજ્યુકેશનના મહત્વને ઓળખીને, એમેઝોને તાજેતરમાં ક્રિએટર યુનિવર્સિટી શરૂ કરી છે. આ પ્રોગ્રામ ક્રિએટર્સને ક્રિએટર ઇકોનોમીમાં આગળ વધવા માટે જરૂરી જ્ઞાન અને સાધનોથી સજ્જ કરે છે. તે એક વ્યાપક અભ્યાસક્રમ, મૂલ્યવાન ઉદ્યોગ આંતરદ્રષ્ટિ અને ક્રિએટર્સ માટે જોડવા અને જ્ઞાન વહેંચવા માટે સહયોગી સમુદાયને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમો દ્વારા, આ 50,000થી વધુ સોશિયલ મીડિયા ક્રિએટર્સ 20 અને 21 જુલાઈ, 2024ના રોજ પ્રાઇમ ડે દરમિયાન ગ્રાહકોને ડીલ્સ વિશે શિક્ષિત કરવામાં અને તેમને ખરીદીના જાણકાર નિર્ણયો લેવા માટે સશક્ત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
“પ્રાઈમ ડે એ માત્ર ડીલ્સ કરતાં કંઈક સવિશેષ છે. તે ભારતમાં ક્રિએટર ઇકોનોમીની ઊજવણી છે. આ વર્ષે અમે 50,000થી વધુ સોશિયલ મીડિયા ક્રિએટર્સને સશક્ત બનાવવા માટે રોમાંચિત છીએ, જે તેમને પ્રાઇમ મેમ્બર્સ સાથે તેમનો જુસ્સો અને કુશળતા શેર કરવા સક્ષમ બનાવે છે. એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ, એમેઝોન લાઇવ અને ક્રિએટર યુનિવર્સિટી જેવા નવીન કાર્યક્રમો દ્વારા
અમે ક્રિએટર ઇકોનોમીમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છીએ અને ક્રિએટર્સને તેઓને સફળ થવા માટે જરૂરી સાધનો અને જ્ઞાનથી સજ્જ કરી રહ્યા છીએ. પ્રાઇમ ડે દરમિયાન પ્રાઇમ મેમ્બર્સને માહિતગાર નિર્ણયો લેવા માટે તેમના અભિપ્રાયો ચાવીરૂપ રહેશે અને ક્રિએટર્સ, ગ્રાહકો અને બ્રાન્ડ્સ બધાના માટે આ સાનુકૂળ તક રહેશે” એમ એમેઝોનના શોપિંગ એક્સપિરિયન્સ, ઈન્ડિયા એન્ડ ઇમર્જિંગ માર્કેટ્સના ડિરેક્ટર કિશોર થોટાએ જણાવ્યું હતું.
“એમેઝોન સાથે ક્રિએટર બનવું ખૂબ જ સકારાત્મક રહ્યું છે. એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામથી હું મારા પ્રેક્ષકો સાથે પ્રોડક્ટ અંગે મારી પ્રામાણિક ભલામણો કરી શકું છું અને જ્યારે તેઓ ખરીદી કરે છે ત્યારે કમિશન કમાઈ શકે છે. પરંતુ તે માત્ર કમાણી વિશે જ નથી. એમેઝોન લાઇવ એક પ્લેટફોર્મ છે જે ખરેખર અનુભવને વધારે છે. હું મારા ફોલોઅર્સ સાથે વાસ્તવિક સમયમાં કનેક્ટ થઈ શકું છું, તેમના પ્રશ્નોના લાઇવ જવાબ આપી શકું છું અને આગામી પ્રાઇમ ડે દરમિયાન આ અદ્ભુત ડીલ્સનું પ્રદર્શન કરી શકું છું. હું તેનો ભાગ બનીને રોમાંચિત છું” એમ એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિકા ગુરુનાનીએ જણાવ્યું હતું.
પ્રાઇમ મેમ્બર્સ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીમાં હજારો ડીલ્સ એક્સેસ કરી શકે છે. વૈશ્વિક બ્રાન્ડ્સથી માંડીને ભારતીય મનપસંદ અને નાના વ્યવસાયોની પ્રોડક્ટ્સ સુધી, એમેઝોનની બે દિવસીય ઇવેન્ટ દરમિયાન નોંધપાત્ર બચતનું વચન આપે છે. ચોક્કસ બેંક કાર્ડ્સ અને ઈએમઆઈ વ્યવહારોનો ઉપયોગ કરીને 10 ટકા છૂટ સહિતની પાર્ટનર ઓફર્સ, ગ્રાહકો માટે શોપિંગ અનુભવને વધુ વધારશે. મનોરંજનના ઉત્સાહીઓ પ્રાઇમ વીડિયો પર વિવિધ ભાષાઓમાં નવા શો અને મૂવીઝના રોમાંચક લાઇનઅપનો આનંદ માણી શકે છે, જેમાં મિર્ઝાપુર અને ધ બોયઝની બહુપ્રતીક્ષિત નવી સિઝનનો સમાવેશ થાય છે.
એમેઝોન પ્રાઇમથી દરેક દિવસ બને બહેતર
એમેઝોન પ્રાઇમ એ તમારા જીવનને દરરોજ બહેતર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે કારણ કે તે એક જ મેમ્બરશિપમાં શ્રેષ્ઠ ખરીદી, બચત અને મનોરંજન તથા તેમના કો-બ્રાન્ડેડ આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમામ પૂરું પાડે છે. ભારતમાં મેમ્બર્સ પ્રાઇમ મેમ્બરશિપ થકી એક મિલિયનથી વધુ પ્રોડક્ટ્સ પર એ જ દિવસમાં ડિલિવરી અને ચાર મિલિયનથી વધુ પ્રોડક્ટ્સ પર એક દિવસમાં ડિલિવરી,
કાર્ટમાં કોઈ મિનિમમ ખરીદીની લિમિટ નહીં, અને કો-બ્રાન્ડેડ આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ્સ દ્વારા ખરીદી પર અમર્યાદિત 5 ટકા કેશબેક, પ્રાઇમ ડે સહિતની અમારી શોપિંગ ઇવેન્ટ્સમાં વહેલી એક્સેસ, ડીલ્સની એક્સેસ પૂરી પાડે છે. એમેઝોન મ્યુઝિક પર એડ-ફ્રી અને પોડકાસ્ટ એપિસોડ્સ, પ્રાઇમ રીડિંગ સાથે 3,000થી વધુ ઇ-બુક્સ, મેગેઝિન અને કોમિક્સની ફ્રી રોટેટિંગ સિલેક્શન અને પ્રાઇમ ગેમિંગ સાથે માસિક ફ્રી-ઇન ગેમ કન્ટેન્ટ અને લાભોની એક્સેસ મેળવો.