એમેઝોને ભારતમાં તમામ ઇલેક્ટ્રિક વાહનો સાથે ગ્લોબલ લાસ્ટ માઇલ ફ્લીટ પ્રોગ્રામ લોન્ચ કર્યો
• ઇલેક્ટ્રિક ફ્લીટ પ્રોગ્રામ ડિલિવરી સર્વિસ પાર્ટનર્સને શૂન્ય ટેલપાઇપ ઉત્સર્જન સાથે કસ્ટમર ડિલિવરી કરવા સક્ષમ બનાવે છે
• ભારતમાં 300થી વધુ ડિલિવરી પાર્ટનર્સ થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો લીઝ પર આપવા માટે સક્ષમ હશે, જે લાસ્ટ માઇલ ડિલિવરીમાં વધારાની સલામતી લાવવા માટે કસ્ટમાઇઝ્ડ છે.
• લાસ્ટ માઈલ ફ્લીટ પ્રોગ્રામ, જે ભારતમાં તમામ ઈલેક્ટ્રિક વાહનો સાથે શરૂ થાય છે, તે એમેઝોનને 2040 સુધીમાં નેટ-ઝીરો કાર્બન સુધી પહોંચવાનો વૈશ્વિક લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે.
બેંગલુરુ, એમેઝોને આજે ભારતમાં 100% ઈલેક્ટ્રિક વાહનો (ઇવી) સાથે તેનો લાસ્ટ માઈલ ફ્લીટ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે કંપની દ્વારા લોન્ચ કરાયેલી વિશ્વભરની પ્રથમ પહેલ છે. આ પ્રોગ્રામ 300થી વધુ ડિલિવરી સર્વિસ પાર્ટનર્સ (ડીએસપી)ને ઝીરો ટેલપાઈપ ઉત્સર્જન સાથે કસ્ટમર ડિલિવરી કરવામાં મદદ કરશે.
એમેઝોનનો ગ્લોબલ લાસ્ટ માઇલ ફ્લીટ પ્રોગ્રામ ફ્લીટ મેનેજમેન્ટ કંપની દ્વારા તેના ડિલિવરી પાર્ટનર્સ દ્વારા અનુરૂપ ટેલર્ડ વ્હીકલ ફ્લીટની પ્રાપ્તિને સક્ષમ કરે છે. ઉત્તર અમેરિકા અને યુરોપમાં પહેલેથી જ અસરકારક રીતે કાર્યરત એવો એમેઝોનનો ફ્લીટ પ્રોગ્રામ ભારતમાં સંપૂર્ણપણે કસ્ટમ-ડિઝાઈન કરેલ ઇવી સાથે પ્રથમ વખત લોન્ચ થઈ રહ્યો છે, જે ડીએસપી માટે લાસ્ટ માઈલ ડિલિવરી માટે સલામત, ઉચ્ચ-ગુણવત્તાવાળા શૂન્ય-ઉત્સર્જન વાહનોને એક્સેસ કરવા માટે અનુકૂળ બનાવે છે.
ભારતમાં ઓલ ઈલેક્ટ્રિક ફ્લીટ પ્રોગ્રામ ડીએસપીને લાસ્ટ માઈલ ડિલિવરી માટે યોગ્ય કસ્ટમાઈઝ્ડ ઇવીની ઍક્સેસ પ્રદાન કરે છે, જેમાં મેઇન્ટેનન્સ, ચાર્જિંગ અને પાર્કિંગ પણ આપવામાં આવે છે. વાહનો અદ્યતન સલામતી સુવિધાઓથી પણ સજ્જ છે, જે એમેઝોનના ડિલિવરી પાર્ટનર્સ અને તેઓ જેમને સેવા પૂરી પાડે છે તે સમુદાયોની સુખાકારીને ટેકો આપે છે. વાહનો દ્વારા જનરેટ કરવામાં આવેલ ડેટાથી એમેઝોન સલામતી અને સમયની ચોક્સાઇ માટે ડિલિવરી ઓપ્ટિમાઇઝ કરી શકે છે. દિવાળીની વ્યસ્ત સિઝન પહેલા ભારતની ફ્લીટ લોન્ચ થાય છે અને સમયાંતરે વધુ ઈલેક્ટ્રિક થ્રી અને ફોર-વ્હીલર્સનો ઉમેરો થશે.
“અમે 2040 સુધીમાં નેટ-ઝીરો કાર્બન બનવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારા ડિલિવરી નેટવર્કને ડીકાર્બોનાઇઝ કરવું એ અમને તે લક્ષ્ય સુધી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે” એમ એમેઝોન ઇન્ડિયાના ઓપરેશન્સના વીપી અભિનવ સિંઘે જણાવ્યું હતું. ભારતમાં ઓલ-ઇલેક્ટ્રિક ફ્લીટ સાથે લાસ્ટ માઇલ ફ્લીટ પ્રોગ્રામ લોન્ચ કરીને અમે અમારા ડિલિવરી સર્વિસ પાર્ટનર્સને અમારી સાથે ડીકાર્બોનિઝ કરવામાં મદદ કરીએ છીએ. અમને આનંદ છે કે ભારત પહેલો એવો દેશ છે જ્યાં અમે આ કરવા સક્ષમ છીએ.”
એમેઝોનના ગ્લોબલ ફ્લીટ એન્ડ પ્રોડક્ટ્સના ડિરેક્ટર ટોમ ચેમ્પેનનિકલએ જણાવ્યું હતું કે “અમે ભારતમાં અમારો લાસ્ટ માઇલ ફ્લીટ પ્રોગ્રામ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ અને 100% ઇલેક્ટ્રિક ફ્લીટ સાથે લોન્ચિંગ કરવું એ અમારા માટે વિશ્વભરમાં પ્રથમ પહેલ છે. આ વાહનો લાસ્ટ માઈલ ડિલિવરી સેવાઓ માટેના ધોરણોને ઉચ્ચ બનાવશે, જે અમને અમારા ગ્રાહકોને સુરક્ષિત, વિશ્વસનીય અને અસરકારક રીતે પેકેજો પહોંચાડવામાં મદદ કરશે.”
આગામી બે વર્ષમાં, એમેઝોન લાસ્ટ માઇલ ડિલિવરી વાનનો મોટો હિસ્સો આ કાર્યક્રમ હેઠળ હેઠળ લાવવા માંગે છે જેમાં દરેક લાસ્ટ માઇલ વાનનો સમાવેશ થશે. પ્રોગ્રામના પ્રારંભિક તબક્કામાં, કંપનીએ મહિન્દ્રા ઝોર ગ્રાન્ડ થ્રી-વ્હીલર ઇવી રજૂ કર્યા છે, જેમાંના દરેક એમેઝોનના લાસ્ટ માઇલ ડિલિવરી માટે વિશિષ્ટ ઉન્નતીકરણોથી સજ્જ છે. મહિન્દ્રા ઝોર ગ્રાન્ડ એ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર છે જે લાસ્ટ માઇલ લોજિસ્ટિક્સ માટે યોગ્ય છે.
તેની ઇલેક્ટ્રિક પાવરટ્રેન કોઈ ઉત્સર્જન પેદા કરતી નથી, તે નબળી હવાની ગુણવત્તાવાળા વિસ્તારો માટે આદર્શ બનાવે છે. વિશાળ 170 ક્યુબિક ફીટ ડિલિવરી બોક્સ અને મજબૂત 400 કિલોગ્રામ પેલોડ ક્ષમતા સાથે, તે દૈનિક શિપમેન્ટને સરળતા સાથે હેન્ડલ કરી શકે છે. આ ઈલેક્ટ્રિક વાહન રસ્તાઓ પરથી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે અને એક ચાર્જ પર 100 કિલોમીટરથી વધુ મુસાફરી કરી શકે છે. તે ટેલિમેટિક્સ અને સલામતી તકનીકથી સજ્જ છે, જે વાહનની કામગીરી, ડ્રાઇવિંગ વર્તન અને મહત્વપૂર્ણ સલામતી મેટ્રિક્સ જેવા વિવિધ પાસાં પર રીઅલ-ટાઇમ ડેટા પ્રદાન કરે છે. એમેઝોન મોડલમાં ડિજિટલ રીઅર-વ્યુ કેમેરા જેવા સુરક્ષા કસ્ટમાઇઝેશન છે.
“લાસ્ટ માઇલ લોજિસ્ટિક્સમાં સ્વચ્છ, વધુ ટકાઉ ભવિષ્ય તરફ એમેઝોનની યાત્રાનો એક ભાગ બનવા માટે અમે ઉત્સાહિત છીએ. શૂન્ય ટેલપાઈપ ઉત્સર્જન અને વિશ્વસનીયતાને કેન્દ્ર સ્થાને રાખીને અમારું મહિન્દ્રા ઝોર ગ્રાન્ડ ન કેવળ કાર્ગો ડિલિવરીની કાર્યક્ષમતા વધારશે, પરંતુ પરંતુ હવાની ગુણવત્તામાં સુધારો અને ડ્રાઈવરનો થાક ઓછો કરવામાં પણ યોગદાન આપશે” એમ મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટીના એમડી અને સીઈઓ સુમન મિશ્રાએ જણાવ્યું હતું.
“100% ઈલેક્ટ્રિક વાહનો સાથે એમેઝોનના ફ્લીટ પ્રોગ્રામની શરૂઆત એ સ્વચ્છ વાતાવરણ તરફ પ્રશંસનીય પગલું છે. અમે વધુ ટકાઉ ડિલિવરી વિકલ્પો તરફ આ સંક્રમણને પ્રોત્સાહિત કરીએ છીએ જે સ્વચ્છ, ઊર્જાન્વિત અને અત્યાધુનિક છે અને વધુ સારા, સ્વસ્થ ભવિષ્ય માટે પ્રદૂષણકારી તત્વો અથવા ધુમાડો છોડતા નથી. આના જેવા કાર્યક્રમો લાસ્ટ માઇલ ડિલિવરી કામગીરીને ડીકાર્બોનાઇઝ કરવામાં ઘણા આગળ વધે છે અને આવા ઉકેલોને વધુ નવીનતા અને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો માર્ગ મોકળો કરશે. અમે એમેઝોનની પ્રશંસા કરીએ છીએ અને તેમના પર ગર્વ અનુભવીશું કારણ કે તેઓ આ સંક્રમણ માટે મહત્વાકાંક્ષી અને સ્પષ્ટ રોડમેપ તૈયાર કરે છે અને તેમાં વધુ વાહન સેગમેન્ટનો ઉમેરો કરે છે” એમ નીતિ આયોગના સલાહકાર શ્રી સુધેન્દુ જ્યોતિ સિંહાએ જણાવ્યું હતું.
શહેરી ડિલિવરી અને રાઇડ-હેલિંગ સર્વિસીઝ માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે એમેઝોન નીતિ આયોગના ‘શૂન્ય – ઝીરો-પોલ્યુશન મોબિલિટી કેમ્પેઇન’ને સમર્થન આપે છે. કંપની વાહન ઉત્પાદકો, ફ્લીટ મેનેજમેન્ટ નિષ્ણાંતો, ડિલિવરી પાર્ટનર્સ, ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર્સ અને ફાઈનાન્સિંગ કંપનીઓ સાથે ભાગીદારી કરીને તેના ફ્લીટને ઈલેક્ટ્રિફિકેશન કરવાની નવી રીતો શોધવાનું ચાલુ રાખે છે.
મહિન્દ્રા ઈલેક્ટ્રિક અને અન્ય વાહન ઉત્પાદકોના સમર્થન સાથે, એમેઝોને આજે ભારતના 400થી વધુ શહેરોમાં પેકેજો પહોંચાડવા માટે 6,000થી વધુ ઈલેક્ટ્રિક વાહનો તૈનાત કર્યા છે. કંપની 2025 સુધીમાં તેના ભારતના ફ્લીટમાં 10,000 ઈલેક્ટ્રિક વાહનો ધરાવવાનું લક્ષ્ય હાંસલ કરવાના માર્ગ પર છે. એમેઝોન અને ગ્લોબલ ઓપ્ટિમિઝમ દ્વારા સહ-સ્થાપિત ક્લાઈમેટ પ્લેજે પણ તાજેતરમાં લેનશિફ્ટ શરૂ કરવા માટે C40 સિટીને 10 મિલિયન અમેરિકન ડોલરની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
લેનશિફ્ટ એ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને પુણે સહિત લેટિન અમેરિકા અને ભારતના મોટા શહેરોમાં શૂન્ય-ઉત્સર્જન માધ્યમ અને હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રક અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરવાના હેતુથી આદરવામાં આવેલી એક પહેલ છે.
એમેઝોન સક્રિયપણે લૉ-કાર્બન ઇંધણની શોધ કરી રહ્યું છે, ઊર્જા-કાર્યક્ષમ નવીનતાઓને અપનાવી રહ્યું છે અને વીજળી ઉત્પાદનમાંથી ઉત્સર્જન ઘટાડવા માટે નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી રહ્યું છે. એમેઝોન 2025 સુધીમાં 100% નવીનીકરણીય ઊર્જા સાથે તેની વૈશ્વિક કામગીરી હાથ ધરવાના માર્ગે છે અને તે વૈશ્વિક સ્તરે નવીનીકરણીય ઊર્જાની સૌથી મોટી કોર્પોરેટ ખરીદકર્તા છે.