Western Times News

Gujarati News

એમેઝોને ભારતના નાના વ્યવસાયો માટે Smbhav Hackathon 2024 લોન્ચ કરી

  • એમેઝોન Smbhav Hackathon 2024 ઇકોમર્સમાં ભારતના એસએમબી માટે નવી પેઢીના સોલ્યુશન્સ લાવવા માટે ભારતના તેજસ્વી યુવાનોને સાથે લાવશે
  • એમેઝોન ઈન્ડિયાએ દેશભરના ઇનોવેટર્સ સુધી પહોંચવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડીપીઆઈઆઈટી, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (એનઆઈએફ) – ઈન્ડિયા અને એનઆઈએફ ઇન્ક્યુબેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (NIFientreC) સાથે ભાગીદારી કરી છે
  • સહભાગીઓને સીએટલમાં એમેઝોન હેડક્વાર્ટર્સની ટ્રિપ તથા રૂ. 10 લાખ સુધીના રોકડ ઈનામો જીતવાની તક મળશે તેમજ મેન્ટરશિપ અને નેટવર્કિંગ તકો મેળવી શકશે

 નવી દિલ્હી15 ઓક્ટોબર2024 – એમેઝોન ઈન્ડિયાએ ઇ-કોમર્સમાં ભારતના સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસીસ (એસએમબી) માટે નેક્સ્ટ જનરેશન ટેક અને એઆઈ-પાવર્ડ સોલ્યુશન્સ બનાવવા માટે દેશવ્યાપી સ્પર્ધા એમેઝોન Smbhav Hackathon 2024ના લોન્ચની આજે જાહેરાત કરી હતી.

આ હેકાથોન ભારતમાં કંપનીની ફ્લેગશિપ એન્યુઅલ સમિટની પાંચમી એડિશન Amazon Smbhav 2024ની લીડ-અપનો ભાગ છે. તે ભારતની ડિજિટલ ઇકોનોમીની વૃદ્ધિમાં યોગદાન આપવા માટે ભારતના ઇનોવેટર્સને આમંત્રિત કરે છે. Amazon Launches Smbhav Hackathon 2024 for Next-Gen Tech and AI-Powered Innovations for Indian Small Businesses.

 એમેઝોને દેશભરના ખૂણેખૂણેથી ઇનોવેટર્સની પ્રચંડ સંભાવનાઓને ટેકો આપવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડીપીઆઈઆઈટી, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (એનઆઈએફ) – ઈન્ડિયા અને એનઆઈએફ ઇન્ક્યુબેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (NIFientreC) સાથે ભાગીદારી કરી છે. વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, પાયાના સ્તરના ઇનોવેટર્સ,

સર્વિસ પ્રોવાઇડર્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ, એસએમબી અને વ્યાપક ઇકોમર્સ ઇકોસિસ્ટમ સહિતના 18 વર્ષથી ઉપરના તમામ ભારતીય નાગરિકો માટે ભાગ લેવા માટે ખુલ્લી આ હેકાથોન ઇ-કોમર્સ ઇકોસિસ્ટમમાં મહત્વના પડકારોનો ઉકેલ લાવવા માટે ભારતની નવીનતાની ભાવનાનો લાભ લેવા માંગે છે. તમે ગેમ-ચેન્જિંગ આઈડિયા ધરાવતા કોલેજના વિદ્યાર્થી હોવ, નાના શહેરમાંથી કામ કરતા ટેક ઉત્સાહી હોવ કે પછી સ્થાનિક બિઝનેસના પડકારોની પ્રત્યક્ષ સમજ ધરાવતા ઉદ્યોગસાહસિક હોવ, આ હેકાથોન ઇ-કોમર્સ ક્ષેત્રે અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટેની તમારા માટે શ્રેષ્ઠ તક છે.

 આ હેકાથોન ઝડપથી બદલાતા જતા ડિજિટલ ક્ષેત્રમાં એસએમબીની વૃદ્ધિ અને સફળતાને નોંધપાત્ર રીતે અસર કરી શકે તેવા ઇનોવેશન પર ધ્યાન આપશે. સહભાગીઓ પ્રોડક્ટ લિસ્ટિંગ માટે સોશિયલ મીડિયાનો લાભ લેવા, મલ્ટી-ચેનલ ફુલફિલમેન્ટને સ્ટ્રીમલાઇન કરવા, ક્રોસ-બોર્ડર ટ્રેડને સરળ બનાવવા અને ઇ-કોમર્સ માટે ટકાઉ ઉકેલો બનાવવા જેવા પડકારોનો સામનો કરશે.

 આ હેકાથોન આઈડિયા સબમિશનથી માંડીને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ જેવા વિવિધ તબક્કામાંથી પસાર થશે અને છેલ્લે ઉદ્યોગના અગ્રણીઓની પ્રતિષ્ઠિત જ્યુરી પેનલ સમક્ષ ડેમો ડેમાં પૂરી થશે.

આ સમગ્ર સફર દરમિયાન સહભાગીઓને તેમના આઇડિયા તથા પ્રોટોટાઇપને રિફાઇન કરવા માટે એક્સપર્ટ મેન્ટરિંગ સેશન્સનો લાભ મળશે. ટોચની ત્રણ ટીમ એમેઝોનના સીએટલ હેડક્વાર્ટરની એક્સક્લુઝિવ મુલાકાત લેવા અને રૂ. 10 લાખ સુધીના કેશ પ્રાઇઝ જીતવાની તક મળશે. વિજેતાઓને હજારો બિઝનેસ ઓનર્સ, ઉદ્યોગસાહસિકો, નીતિ ઘડનારાઓ તથા વૈશ્વિક અગ્રણીઓમાં કેન્દ્ર સ્થાને રહેનારી Amazon Smbhav 2024 Summit ખાતે માન્યતા આપવામાં આવશે.

 વિજ્ઞાન અને ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો), અર્થ સાયન્સિસના રાજ્યકક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો), પીએમઓ, અણુ ઊર્જા વિભાગ, અવકાશ, કર્મચારીઓ, જાહેર ફરિયાદ અને પેન્શન બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન ડો. જીતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે “એનઆઈએફ, NIFientreC, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડીપીઆઈઆઈટી અને એમેઝોન વચ્ચેનો સહયોગ દર્શાવે છે કે કેવી રીતે ખાનગી ક્ષેત્ર સરકાર સાથે સંકલન સાધીને સીમાઓ ઓળંગી શકે છે અને સામૂહિક ઉદ્દેશો સાકાર કરી શકે છે.

Amazon Smbhav Hackathon પાયાના સ્તરના ઇનોવેટર્સ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, વ્યવસાયિકો અને સમગ્ર દેશના એસએમબી માટે તેમની રચનાત્મકતા બહાર લાવવા અને ઇ-કોમર્સના ભવિષ્યને આકાર આપવા માટેની પરિવર્તનકારી તક રજૂ કરે છે. આવી અગ્રણી પહેલ અને પ્રતીકાત્મક ભાગીદારી દ્વારા અમે આપણા દેશની ડિજિટલ ઇકોનોમીને સમૃદ્ધ કરે તેવા ઇનોવેશન અને અત્યાધુનિક ઇ-કોમર્સ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી તરીકે ભારતના ઉદ્ભવને વેગ આપી શકીએ છીએ.”

 એમેઝોન ઈન્ડિયાના સેલિંગ પાર્ટનર સર્વિસીસના ડિરેક્ટર અમિત નંદાએ જણાવ્યું હતું કે“ઇ-કોમર્સ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામી રહ્યો છે અને તે જ રીતે નાના વ્યવસાયોની જરૂરિયાતોને પણ ડિજિટાઈઝ અને સ્કેલ કરવાની માંગ વધી છે. અમે ઉદ્યોગસાહસિકોને તેમના અનન્ય પડકારોને ઉકેલવા માટે અનુરૂપ સોલ્યુશન્સ સાથે સક્ષમ કરવા માટે સતત નવીનતા લાવીએ તે જરૂરી છે.

એમેઝોન Smbhav Hackathonવિકસિત ભારતના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ છેજે સમગ્ર ભારતમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે. સમયથી આગળ રહીને અને નાના વ્યાપારીઓને યોગ્ય સાધનો અને સમર્થન પ્રદાન કરીનેઅમે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફની ભારતની યાત્રામાં યોગદાન આપીનેતેમને સમૃદ્ધ થવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

 હેકાથોન માટેની મુખ્ય તારીખોમાં 14 ઓક્ટોબરે એપ્લિકેશન વિન્ડો ખૂલી છે14 નવેમ્બરના રોજ આઇડિયા સબમિટ કરવાની છેલ્લી તારીખ રહેશે18 નવેમ્બરના રોજ શોર્ટલિસ્ટ કરાયેલા આઇડિયાઝની જાહેરાત થશેપ્રોટોટાઇપ સબમિશનની અંતિમ તારીખ 24 નવેમ્બર રહેશે5-6 ડિસેમ્બર વર્ચ્યુઅલ ડેમો ડે રહેશે અને 10 ડિસેમ્બરે Amazon Smbhav 2024ના વિજેતાઓની જાહેરાત થશે.

 Amazon Smbhav Hackathon એ મોટા સ્વપ્નો જોવા, યથાવત સ્થિતિમાં પરિવર્તન લાવવા અને ઇ-કોમર્સના ભવિષ્યના આર્કિટેક્ટ બનવા માટે ઇનોવેટર્સને ખુલ્લું આમંત્રણ છે. વધુ માહિતી મેળવવા અને રજિસ્ટ્રેશન કરવા આ લિંકની મુલાકાત લોઃ

https://bit.ly/Smbhav_Hackathon2024.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.