એમેઝોન સમગ્ર ભારતમાં સેલર્સ માટે ઓટોમેશન ક્ષમતાઓ અને પે ઓન ડિલિવરીને વિસ્તારી
એમસીએફ સાથે વ્યવસાયોને એમેઝોન અને નોન-એમેઝોન ઓર્ડર્સ માટે અલગથી ઇન્વેટરી પૂલ જાળવવાની જરૂર નથી જે અલગથી વેરહાઉસ કે લોજિસ્ટિક્સ પાર્ટનર્સ મેનેજ કરવાની જરૂરિયાત દૂર કરે છે
- હિમાલયન ઓર્ગેનિક્સ, ડર્માટચ, સત્વ અને અન્ય સહિતના 1,000થી વધુ ઉદ્યોગ સાહસિકો અને ડીટુસી બ્રાન્ડ્સ પહેલેથી જ એમસીએફ સર્વિસીઝ (MCF services) નો ઉપયોગ કરી રહ્યા છે
બેંગ્લોર, એમેઝોન ઈન્ડિયાએ તેની મલ્ટી-ચેનલ ફુલફિલમેન્ટ (એમસીએફ) ઓફરિંગ્સના વિસ્તરણની આજે જાહેરાત કરી હતી અને સેલર્સ તથા ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (ડીટુસી) બ્રાન્ડ્સ માટે ઓટોમેશન ક્ષમતાઓ તથા પેમેન્ટ વિકલ્પો વધારી હતી. આ વિસ્તરણમાં ઇન્ટિગ્રેશન્સ એપીઆઈ સ્યૂટ અને પે-ઓન-ડિલિવરી (પીઓડી) પેમેન્ટ વિકલ્પ જેવા બે મહત્વના ફીચર્સનો સમાવેશ થાય છે. Amazon Multichannel Fulfilment Expands Automation Capabilities and Pay on Delivery for sellers and D2C brands across India
2024ના પ્રારંભમાં સફળ પાઇલટના પગલે આ સર્વિસીઝ સમગ્ર ભારતમાં તમામ કદના બિઝનેસીસ માટે હવે ઉપલબ્ધ છે. એમેઝોન સંભવ 2023 ખાતે એમસીએફે તેમની પોતાની વેબસાઇટ્સ સહિત વિવિધ સેલ્સ ચેનલ્સથી ઓર્ડર્સ માટે એમેઝોનના ફુલફિલમેન્ટ નેટવર્કનો ઉપયોગ કરવા માટે ડીટુસી બ્રાન્ડ્સ તથા નાના વ્યવસાયોને સક્ષમ બનાવ્યા છે.
આ સર્વિસ સિંગલ ઇન્વેન્ટરી પૂલથી ઓર્ડર પ્રોસેસિંગ, ટ્રેકિંગ અને શિપિંગને સરળ બનાવે છે અને અલગ વેરહાઉસીસ કે લોજિસ્ટિક્સ પાર્ટનર્સની જરૂરિયાત દૂર કરે છે. તેનાથી ઉદ્યોગસાહસિકો મુખ્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપી શકે છે જ્યારે એમેઝોન ફુલફિલમેન્ટ મેનેજ કરે છે. આજે હિમાલયન ઓર્ગેનિક્સ, ડર્માટચ, સત્વ અને અન્ય સહિતની ડીટુસી બ્રાન્ડ્સ તથા 1,000થી વધુ ઉદ્યોગસાહસિકો એમસીએફ સર્વિસીસનો ઉપયોગ કરી રહ્યા છે.
એમસીએફ ઇન્ટિગ્રેશન્સ એપીઆઈ સ્યૂટ ડીટુસી સેલર્સ અને ઇન્ડિપેન્ડન્ટ સોફ્ટવેર વેન્ડર્સ (આઈએસવી) માટે ઓર્ડર ફુલફિલમેન્ટને ઓટોમેટ કરે છે જે મલ્ટીપલ સેલ્સ ચેનલ્સ પર એમેઝોન ફુલફિલમેન્ટ ક્ષમતાઓ સાથે સરળ સંકલન સક્ષમ બનાવે છે. આનાથી તમામ કદના બિઝનેસીસ સીધા જ એમેઝોનના ફુલફિલમેન્ટ નેટવર્ક સાથે તેમના ઓનલાઇન સ્ટોરફ્રન્ટ્સ અથવા વેબસાઇટ્સને કનેક્ટ કરી શકે છે,
કામગીરીને સુવ્યવસ્થિત કરી શકે છે, ભૂલો ઘટાડી શકે છે અને ગ્રાહક અનુભવ વધારી શકે છે. Webbee અને ShipTurtle જેવા આઈએસવી પાર્ટનર્સે આ ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન્સનો અમલ કરી દીધો છે. આ ઉપરાંત પે-ઓન-ડિલિવરી (પીઓડી) વિકલ્પ ડીટુસી બ્રાન્ડ્સ માટેની મહત્વની જરૂરિયાતોને સંબોધે છે જેનાથી ગ્રાહકો વેબસાઇટ્સ તથા સોશિયલ મીડિયા સ્ટોર્સ પરથી ડિલિવરી પર પેમેન્ટ સાથે ખરીદી પૂરી કરી શકે છે. ભારતમાં લગભગ 70 ટકા ડીટુસી ઓર્ડર્સ રોકડ આધારિત છે ત્યારે આ ફીચર એમસીએફ યુઝર્સ માટે એકંદરે વેચાણ વધારવા અને નોંધપાત્ર રીતે કન્વર્ઝન રેટ વધારે તેવી સંભાવના છે.
એમેઝોનના ઇમર્જિંગ માર્કેટ્સ અને ઈન્ડિયા ગ્લોબલ ટ્રેડના સેલર એક્સપિરિયન્સ વીપી વિવેક સોમરેડ્ડીએ જણાવ્યું હતું કે અમે નાના વ્યવસાયો અને ડીટુસી બ્રાન્ડ્સને આજના ઇ-કોમર્સ ક્ષેત્રમાં ટકવા માટે ટૂલ્સ સાથે સશક્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ઓટોમેશન ક્ષમતાઓ અને પે-ઓન-ડિલિવરી પેમેન્ટ વિકલ્પ સાથે અમારી મલ્ટી-ચેનલ ફુલફિલમેન્ટ સર્વિસ ઓફરિંગ્સનું વિસ્તરણ આ લક્ષ્યાંક તરફનું એક મહત્વનું પગલું છે.
અમારા વર્લ્ડ-ક્લાસ ફુલફિલમેન્ટ નેટવર્ક અને ટેક્નોલોજી ઓફર કરીને અમે ઉદ્યોગસાહસિકોને નવીનતા તથા વૃદ્ધિ પર ધ્યાન આપવા સક્ષમ બનાવી રહ્યા છીએ. આ સર્વિસ કામગીરીને સુવ્યવસ્થિત કરે છે, ફ્લેક્સિબલ પેમેન્ટ વિકલ્પો પૂરા પાડે છે અને તમામ સેલ્સ ચેનલ્સ પર સરળ ઇન્ટિગ્રેશનને મંજૂરી આપે છે જેનાથી વ્યવસાયો વધુ સારા ગ્રાહક અનુભવો પૂરા પાડવામાં અને તેમની પહોંચ વિસ્તારવામાં મદદ મળે છે. અમારું વિઝન તમામ કદના વ્યવસાયોને સમાન તકો આપવાનું છે જે ભારતની ડિજિટલ ઇકોનોમીના એકંદરે વૃદ્ધિમાં યોગદાન આપે.
એમેઝોનના મલ્ટી-ચેનલ ફુલફિલમેન્ટ ફીચર્સ, ખાસ કરીને કેશ-ઓન-ડિલિવરી વિકલ્પ અને ઇન્ટિગ્રેશન્સ એપીઆઈ સ્યૂટ સાથે અમે અમારી પોતાની કામગીરીને સુવ્યવસ્થિત કરીને તથા વધુ સરળ અને વિશ્વસનીય અનુભવ અમરા ગ્રાહકોને આપવા માટે સક્ષમ છીએ. આ ક્ષમતાઓથી અમે કેશ-ઓન-ડિલિવરી વિકલ્પોની માંગને પહોંચી વળીએ છીએ જે ભારતમાં અમારા ગ્રાહકો માટે જરૂરી છે. એમેઝોનની વ્યાપક પહોંચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમને સમગ્ર દેશમાં વિસ્તરવા તથા દરેક ગ્રાહક જોડાણ માટે, ચાહે તે ગમે ત્યાંથી ખરીદી કરે, અમારી સર્વિસની ગુણવત્તા વધારવા માટેનો વિશ્વાસ આપે છે, એમ ડર્માટચના ફાઉન્ડર અનિશ નાગપાલે જણાવ્યું હતું.