Western Times News

Gujarati News

એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ઝડપથી સૌથી વધુ 1 મિલિયનના સીમાચિહ્નને આંબી ગયું

* એમેઝોન ઇન્ડિયાના કોઈ પણ રજિસ્ટર્ડ ગ્રાહક અને ICICI બેંકના ગ્રાહકો ન એવા ગ્રાહક કાર્ડ માટે અરજી શકે છે
* સંપૂર્ણ કોન્ટેક્ટલેસ અને ડિજિટલ એપ્લિકેશન પ્રક્રિયા માટે વીડિયો પર સંપૂર્ણ કેવાયસી સુવિધા પૂરી પાડે છે

મુંબઈઃ એમેઝોન પે અને ICICI બેંકએ આજે જાહેરાત કરી હતી કે, તેમણે આશરે 1.4 મિલિયન એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા છે. આ પ્રક્રિયામાં ક્રેડિટ કાર્ડ લોંચ થયાના 20 મહિનાથી ઓછા સમયગાળામાં 1 મિલિયનના સીમાચિહ્નને આંબી જનાર દેશમાં સૌથી ઝડપી ક્રેડિટ કાર્ડ બની ગયા છે. એમેઝોન પે અને ICICI બેંકે બે વર્ષ અગાઉ વિઝા દ્વારા પાવર્ડ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પ્રસ્તુત કર્યા હતા.

ક્રેડિટ કાર્ડ ગ્રાહકને વિશિષ્ટ ફાયદા આપે છે, જેમ કે 60 સેકન્ડથી ઓછા સમયમાં પસંદગીના ગ્રાહકો માટે કાર્ડ ઇશ્યૂ કર્યા પછી તરત અમર્યાદિત અને હંમેશા રિવોર્ડ, રિવોર્ડ પોઇન્ટ એમેઝોન પે બેલેન્સમાં સીધા ક્રેડિટ થવા અને ગ્રાહકોને સલામત રીતે ચુકવણી કરવા કોન્ટેક્ટલેસ પેમેન્ટની સુવિધા. ICICI બેંક અને એમેઝોન પે હવે દ્વિપાંખિય અભિગમ દ્વારા ગ્રાહકોને કાર્ડનો શ્રેષ્ઠ અનુભવ અને વિવિધ ફાયદાઓ આપવા સક્ષમ છે.

એક, એમેઝોનના રજિસ્ટર્ડ ગ્રાહકોને ICICI બેંકના ગ્રાહકો ન હોય તો પણ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની સુવિધા આપી છે. બે, બેંક નવી પહેલો અને ઓફર પ્રસ્તુત કરીને ગ્રાહકોની સુવિધામાં સતત વધારો કરે છે.

એમેઝોન પે અને ICICI બેંક ક્રેડિટ કાર્ડ ચાલુ રોગચાળા દરમિયાન ગ્રાહકની સુવિધા વધારવા જૂન, 2020માં નવી ઉપયોગિતાઓ માટે ‘વીડિયો કેવાયસી’ પ્રસ્તુત કરનાર ભારતમાં પ્રથમ ક્રેડિટ કાર્ડમાં સામેલ થયું હતું. એનાતી દેશમાં કોઈ પણ બેંકમાં પહેલી વાર બનેલા ગ્રાહકોને સલામત અને કોન્ટેક્ટલેસ રીતે કાર્ડ માટે અરજી કરવાની સુવિધા મળી હતી.

આ પ્રસંગે ICICI બેંકના અનસીક્યોર્ડ એસેટ્સના હેડ શ્રી સુદિપ્તા રૉયએ કહ્યું હતું કે, “એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડને ગ્રાહકો પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે ટૂંકા ગાળામાં કાર્ડે હાંસલ કરેલા સીમાચિહ્ન માટે પ્રેરકબળ છે. આ સફળતા કાર્ડ દ્વારા પ્રસ્તુત ઉદ્યોગમાં શ્રેષ્ઠ રિવોર્ડનો પુરાવો છે. બેંક જૂન, 2020થી દેશભમાં વીડિયો કેવાયસીની સુવિધા આપે છે, જેથી બેંકના નવા ગ્રાહકો દેશમાં કોઈ પણ જગ્યાએથી ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે. અમારું માનવું છે કે, આ સુવિધા સાથે વધુ ગ્રાહકો કોન્ટેક્ટલેસ અને સલામત રીતે કાર્ડ માટે અરજી કરી શકશે.”advt-rmd-pan

એમેઝોન પેના ફાઇનાન્સિયલ સર્વિસીસના ડાયરેક્ટર અને હેડ શ્રી વિકાસ બંસલે કહ્યું હતું કે, “એમેઝોન પેમાં અમે અમારા ગ્રાહકોને સતત નવા અનુભવો પ્રદાન કરીએ છીએ અને આ માટે સતત ઇનોવેશન કરીએ છીએ. એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ સૌથી વધુ રિવોર્ડિંગ, સુવિધાજનક અને અમારા ગ્રાહકોને વિશ્વસનિય અનુભવ પ્રદાન કરશે.

ડિજિટલ પેમેન્ટને વધારે સુવિધાજનક બનાવવા અને સાતત્યપૂર્ણ બનાવવા અમે 60 સેકન્ડમાં કાર્ડ તાત્કાલિક ઇશ્યૂ કરવાની પ્રક્રિયા પ્રસ્તુત કરી છે અને એને 100 ટકા ડિજિટલ વીડિયો કેવાયસી સક્ષમ બનાવી છે, જેથી અમે અમારા ગ્રાહક માટે અમારું વિઝન સાકાર કરી રહ્યાં છીએ. ગ્રાહકોએ અમારામાં મૂકેલા વિશ્વાસે જ અમને તેમના માટે વધુ ઇનોવેશન કરવા પ્રોત્સાહન આપ્યું છે.”

વિઝાના ભારત અને સાઉથ એશિયાના મર્ચન્ટ સેલ્સ એન્ડ એક્વાયરિંગ એન્ડ સાયબર સોર્સના હેડ શ્રી શૈલેષ પૉલે કહ્યું હતું કે, “વર્ષ 2025 સુધીમાં ભારત ઇકોમર્સમાં 300 મિલિયનથી 350 મિલિયન ઓનલાઇન ગ્રાહકોને આંબી જશે તથા એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ પાવર્ડ બાય વિઝા આ વધતા સેગમેન્ટને સુરક્ષિત ચુકવણીની સુવિધા આપશે. અમને એ જણાવતા ખુશી છે કે, આ સૌથી વધુ ઝડપથી વિકસતી કો-બ્રાન્ડેડ કાર્ડ પ્રોડક્ટ છે, જેણે ભારતમાં 1 મિલિયનના આંકડાને વટાવી દીધો છે.”

ગ્રાહકો એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ માટે એમેઝોન ઇન્ડિયા એપ કે વેબસાઇટ પર અરજી કરી શકે છે. તેમને 100 ટકા કોન્ટેક્ટલેસ અને પેપરલેસ રીતે તાત્કાલિક ડિજિટલ કાર્ડ મળશે. બેંક થોડા દિવસની અંદર ગ્રાહકને ફિઝિકલ કાર્ડ પણ મોકલે છે.

એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડની મુખ્ય ખાસિયતોમાં નીચેની સામેલ છેઃ
⦁ આ લાઇફટાઇમ ફ્રી ક્રેડિટ કાર્ડ છે. કાર્ડ માટે જોઇનિંગ કે વાર્ષિક ફી નથી
⦁ ખર્ચની કેટેગરીને આધારે કાર્ડ ખર્ચ પર અનલિમિટેડ રિવોર્ડ પોઇન્ટ મેળવો
⦁ Amazon.in પર ખરીદી પર એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે 5 ટકા રિવોર્ડ પોઇન્ટ અને અન્ય તમામ ગ્રાહકો માટે 3 ટકા રિવોર્ડ પોઇન્ટ
⦁ Amazon.in પર ડિજિટલ કેટેગરીઓ પર ખર્ચ પર 2 ટકા, જેમ કે બિલની ચુકવણી, રિચાર્જ, એમેઝોન પે બેલેન્સમાં નાણાં ઉમેરવા, ટ્રાવેલ અને મૂવી બુકિંગ્સ પર
⦁ એમેઝોન પે મર્ચન્ટ પર ખર્ચ માટે 2 ટકા, ઉદાહરણ તરીકે, સ્વિગ્ગી, બુકમાયશૉ, યાત્રા અને વગેરે
⦁ દેશમાં કોઈ પણ મર્ચન્ટ લોકેશન પર ખર્ચ બદલ 1 ટકા, જેમાં વિઝા કાર્ડ સ્વીકારવામાં આવે છે. ગ્રાહકોને ફ્યુઅલ-સરચાર્જ પણ મળશે અને મોટી પસંદગી પર કોઈ પણ ખર્ચ વિના ઇએમઆઇ ઓફર. ઇંધણ, ઇએમઆઇ વ્યવહારો અને સોનાની ખરીદી પર કોઈ આવક નહીં.
⦁ એક રિવોર્ડ પોઇન્ટ એટલે એક રૂપિયો
⦁ તમે સંચય કરી શકો એ રિવોર્ડ પોઇન્ટ પર કોઈ અપર લિમિટ નહીં
⦁ રિવોર્ડ પોઇન્ટ્સ એક્સપાયર નહીં થાય અને Amazon.in અને એમેઝોન પે મર્ચન્ટ પર 16 કરોડથી વધારે પ્રોડક્ટ પર રીડિમ કરી શકાશે
⦁ કાર્ડનો ઉપયોગ ભારતમાં 4 મિલિયનથી વધારે મર્ચન્ટ લોકેશન પર થઈ શકશે – તમે ગમે ત્યાંથી ખરીદી કરી શકો

રિવોર્ડ અર્નિંગ ગ્રાહકના એમેઝોન પે બેલેન્સમાં કાર્ડની બિલિંગ સાયકલ ડેટ પછી માસિક ધોરણે ક્રેડિટ જમા થાય છે. ગ્રાહકો આ પોઇન્ટને Amazon.in પર ઉપલબ્ધ 160 મિલિયનથી વધારે ચીજવસ્તુઓમાંથી ખરીદી પર રીડિમ કરી શકાશે, જેમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ગ્રોસરી, એપ્લાયન્સિસ, ફેશન અને બિલ પેમેન્ટ વગેરે કેટેગરી સામેલ છે. રિવોર્ડ પોઇન્ટનો ઉપયોગ ફ્લાઇટ ટિકિટ, હોટેલ્સ બુકિંગ, ફૂડ ડિલિવરી, મૂવી ટિકિટ વગેરેની ખરીદી બદલ એમેઝોન પે પાર્ટનર મર્ચન્ટ સાથે પણ ઉપયોગ થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.