એમેઝોન ડિલિવરી કરવા બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચે ઇલેક્ટ્રિક હેવી ગુડ્સ વાહનોનું પરિક્ષણ કરી રહી છે
એમેઝોને ભારતમાં ડિલિવરી માટેના વાહનોમાં ઇલેક્ટ્રિક વ્હિકલનો આંક 10,000ને વટાવ્યો,
હવે ભારે સામાન માટેના ઇલેક્ટ્રિક વાહનોનું પરીક્ષણ શરૂ
કંપનીએ લક્ષ્ય કરતા એક વર્ષ વહેલું 2024માં 10,000થી વધુ ઇલેક્ટ્રિક વાહનો (EVs) બેડામાં સામેલ કર્યા
- ધ્યેય હાંસલ કરવા ભારતીય વાહન નિર્માતાઓ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓ અને તેના ડિલિવરી સર્વિસ પાર્ટનર્સે એમેઝોનની સાથે મળીને કામ કર્યું
- કંપની તેના ડિલિવરી કાફલાને વધુ ઇલેક્ટ્રિક વ્હિકલ રાખવા પર કામ કરી રહી છે, બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચે ઇલેક્ટ્રિક હેવી ગુડ્સ વાહનોનું પરિક્ષણ કરી રહી છે
નવી દિલ્હી એમેઝોને જાહેરાત કરી કે તેણે આયોજન કર્યાનાં એક વર્ષની અંદર જ, ઓક્ટોબર 2024માં ભારતમાં તેના ડિલિવરી માટેના કાફલામાં 10,000 ઇલેક્ટ્રિક વાહનો (EVs) સુધી પહોંચવાના લક્ષ્યને પાર કરી લીધું છે. આ ઇલેક્ટ્રિક વાહનો દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં અને લેહથી માંડીને ગેગંટોક જેવા છેવાડાના વિસ્તારો મળી કુલ 500 શહેરોમાં ડિલિવરી કરી રહ્યાં છે. Amazon reaches more than 10,000 electric vehicles in its delivery fleet across India.
આ ધ્યેયને એક વર્ષ કરતાં વધુ વહેલા હાંસલ કરવું એ પેરિસ કરારના 10 વર્ષ પહેલાં, 2040 સુધીમાં તેની સમગ્ર કામગીરીમાં નેટ-ઝીરો કાર્બન એમિશનની ક્લાયમેટ પ્લેજ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાના એમેઝોનના પ્રયત્નોમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ભારતીય માર્ગો પર પરંપરાગત ડીઝલ વાહનોના વિકલ્પ તરીકે આ વાહનો કાર્બન ઉત્સર્જન ઘટાડે છે.
એમેઝોન તેના કાફલાને ડીકાર્બોનાઇઝ કરવાનું કામ ચાલુ રાખે છે અને ક્લાઇમેટ પ્લેજ લેનશિફ્ટ ઇનિશિયેટિવ હેઠળ 350 કિમીના બેંગલુરુ-ચેન્નાઇ હાઇવે પર લાંબા અંતરની હેવી ઇલેક્ટ્રિક ટ્રકનું પરીક્ષણ કરનાર પ્રથમ ઇ-કોમર્સ કંપની છે. લાંબા અંતરે માલના વહન માટે ઇલેક્ટ્રિક પરિવહનની સંભવિતતા ચકાસવા આ પ્રોજેક્ટ એમેઝોન, અશોક લેલેન્ડ, બિલિયન-ઇ અને ચાર્જઝોન સહિતના ઉદ્યોગના અગ્રણીઓને માટે એકસાથે લાવે છે.
વાહન ઉત્પાદકો અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓને એક સાથે લાવવાની સાથેસાથે, એમેઝોન અને ધ ક્લાઇમેટ પ્લેજએ ભારતમાં સેંકડો નવી નોકરીઓ ઊભી કરી છે, જે ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર્સ, ફ્લીટ ઓપરેટર્સ અને લોનદાતાઓ સાથેના સહયોગને આભારી છે.
એમેઝોન ઇન્ડિયાના ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ અભિનવ સિંઘે જણાવ્યું હતું કે: “અમારા કાફલામાં 10,000 કરતાં વધુ ઇલેક્ટ્રિક વાહનો હોવા અને લાંબા અંતરની ઇલેક્ટ્રિક ટ્રકનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવું એ સિદ્ધિઓ છે જેના પર અમે એમેઝોન પર ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ.
એક કંપની અને એક દેશ તરીકે આપણે ભારતના નેટ-ઝીરો લક્ષ્યાંકોને પૂર્ણ કરવા અને ડીઝલ નૂર પરની નિર્ભરતા ઘટાડવા માટે ધૂમાળામુક્ત વાહનો તરફ પરિવર્તન કરવું જોઈએ. લોજિસ્ટિક્સ ઉદ્યોગ હજુ પણ મર્યાદિત ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વાહનોની મર્યાદિત રેન્જની ચિંતાનો સામનો કરે છે અને અમે ઉકેલો શોધવા માટે સરકાર અને ઉદ્યોગની અગ્રણી કંપનીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ.”
એમેઝોને વોલ્વો આઈશર, ટાટા મોટર્સ, મહિન્દ્રા ઇલેક્ટ્રીક, અશોક લેલેન્ડ અને અલ્ટીગ્રીન જેવા અગ્રણી ઉત્પાદકો સાથે સહયોગ દ્વારા જરૂરિયાત પ્રમાણેના ઇલેક્ટ્રિક વ્હિકલ્સ તૈયાર કર્યા છે. કંપની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ અને ટ્રક માટે સસ્તા ધિરાણની સુવિધા પૂરી પાડી ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર અને ડિલિવરી એસોસિએટ્સ દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અપનાવવા સામેના અવરોધોને ઘટાડવામાં મદદ કરે છે, અને રાઇઝવાઇઝ, વિદ્યુતટેક, સીકર્સ, ટર્નો, એનબીએફસી કંપનીઓ, ધિરાણ સંસ્થાઓ અને સિડબી સહિત ફિનટેક કંપનીઓ સાથે કામ કરે છે. કંપનીએ “શૂન્ય” અને નીતિ-આયોગના ઇ-ફાસ્ટ પ્રોગ્રામ જેવી સરકારી પહેલોમાં પણ સહયોગ કર્યો છે.
આ ભાગીદારી ઇ-મોબિલિટી પર ભારતના વધતા ધ્યાન સાથે મેળ ખાય છે, પર્યાવરણીય પડકારોને સંબોધિત કરે છે અને 2070 સુધીમાં નેટ-ઝીરો એમિશનના રાષ્ટ્રીય ધ્યેયમાં યોગદાન આપે છે. એમેઝોન તેના કાફલામાં ઇલેક્ટ્રિક વાહનો ઉમેરવામાં અને ધુમાડામુક્ત કરવામાં રોકાણ કરવાનું ચાલુ રાખશે, અને પેટ્રોલ, ડીઝલ જેવા ઇઁધણો પર ઉદ્યોગની નિર્ભરતાને ઘટાડવામાં મદદ કરશે.