Western Times News

Gujarati News

Amazon ફરી એક વખત ભારતમાં કર્મચારીઓની કરશે છટણી

નવી દિલ્હી, હાલમાં ભારતમાં નોકરીઓની ભારે અછત છે. આ સિવાય બીજી તરફ અહીંની કંપનીઓ લોકોને નોકરીમાંથી કાઢી રહી છે. દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન ભારતમાં કામ કરતા લોકોને છૂટા કરી રહી છે. જણાવી દઈએ કે કંપની દેશમાં લગભગ ૫૦૦ કર્મચારીઓની છટણીની પ્રક્રિયામાં લાગેલી છે.

માર્ચના અંતમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી વિશ્વભરમાં આ કંપનીના ૯૦૦૦ કર્મચારીઓને અસર થઈ હતી. કોચી અને લખનૌમાં સેલર ઓનબોર્ડિંગ ફંક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. જાેકે એમેઝોનના સૂત્રોએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. એમેઝોન તાજેતરના મહિનાઓમાં બીજી વખત કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ કહ્યું હતું કે લગભગ ૧૮,૦૦૦ કર્મચારીઓની છટણી કરવામાં આવશે.

નવેમ્બર ૨૦૨૨ માં, એવું નોંધવામાં આવ્યું હતું કે એમેઝોન તેની વૈશ્વિક યોજના હેઠળ ભારતમાંથી ઘણી નોકરીઓ દૂર કરશે. એમેઝોન હજુ પણ કંપનીમાં વૃદ્ધિ કરી રહ્યું છે. તેના સૌથી મોટા વિક્રેતાઓમાંના એક, Appario, ભારતમાં નિયમોનું પાલન કરવા માટે નવા વિક્રેતાને ઇન્વેન્ટરી ટ્રાન્સફર કરી રહી છે.

ગયા વર્ષે, એમેઝોને ભારતમાં તેના ફૂડ, ડિલિવરી, એડટેક અને હોલસેલ ડિસ્ટ્રિબ્યુશન સહિત અનેક વ્યવસાયો બંધ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે ગત જાન્યુઆરીમાં કંપનીએ ગુરુગ્રામ, બેંગલુરુ સહિત તેની ઘણી ઓફિસોમાં કર્મચારીઓની છટણી કરી હતી. મોટાભાગની છટણી ખોટ કરતા વિભાગોમાંથી કરવામાં આવી હતી.

આર્થિક મંદીના કારણે મોટાભાગની આઈટી કંપનીઓમાં હલચલ મચી ગઈ છે. વૈશ્વિક મંદીના ડરને કારણે, અન્ય ઘણી કંપનીઓ પણ તેમના કર્મચારીઓની છટણીમાં વ્યસ્ત છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૨ ના અંતમાં શરૂ થયેલી આર્થિક કટોકટીએ સમગ્ર વિશ્વને ઘેરી લીધું છે. તેની અસર ભારતમાં પણ સ્પષ્ટપણે જાેવા મળી શકે છે. બેંગ્લોર, હૈદરાબાદ, ગુરુગ્રામ, પુણે જેવા શહેરોને આઈટી હબ ગણવામાં આવે છે જ્યાં લાખો યુવાનોને રોજગાર મળે છે.

મોટી કંપનીઓમાં ઝડપી છટણીને કારણે છેલ્લા કેટલાક મહિનામાં ભારતમાં ઓછામાં ઓછા ૩૬,૪૦૦ લોકો બેરોજગાર બન્યા છે. layoff.fyi.ના અહેવાલ મુજબ, ઘણી કંપનીઓએ તેમના ૧૦૦ ટકા કર્મચારીઓને છૂટા કર્યા છે. જેમાં લિડો લર્નિંગ, સુપરલર્ન અને ગોનટ્‌સ જેવી કંપનીઓના નામ સામેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.