Western Times News

Gujarati News

વન્યજીવ અભયારણ્યની હદથી એક કિ.મી. ત્રિજ્યામાં માઈનિંગ પર રાજ્ય વ્યાપી પ્રતિબંધ

અંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્યની આસપાસ વર્ષ 2019થી એકપણ લિઝને મંજૂરી અપાઈ નથી- વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ

અંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્યની આસપાસ વર્ષ 2019થી રાજ્ય સરકાર દ્વારા એક પણ લિઝને મંજૂરી આપવામાં આવી નથી‌. ગુજરાતમાં કેન્દ્ર સરકારની નીતિ મુજબ વન્યજીવ અભયારણ્યની એક કિ.મી.ની ત્રિજ્યામાં માઈનિંગની કામગીરી માટે મંજૂરી આપવામાં આવતી નથી,

જેથી છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના અંબાજી-બાલારામ અભયારણ્યની આસપાસ પ્રતિબંધ અંતર્ગત આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કે ભંગ થયો નથી તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલની જણાવ્યું હતું.

રાજ્ય મંત્રી શ્રી  મુકેશ પટેલે ગૃહમાં વધુ વિગત આપતા કહ્યું હતું કે,બાલારામ વન્યજીવ અભયારણ્ય હેઠળ ઈકો સેન્સિટીવ ઝોનમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના પાંચ તાલુકાના અંદાજે 133 ગામનો સમાવેશ થાય છે.

આ ઈકો સેન્સિટીવ ઝોનમાં રહેતા ખેડૂતો ખેતી માટે કૂવો ખોદી શકે,વીજ જોડાણ લઈ શકે, હયાત રસ્તાનું સમારકામ,પશુ પાલન માટે તબેલો, ઘર, કમ્પાઉન્ડ વોલ,  આ વિસ્તારમાં દવાખાનું, આંગણવાડી શાળા, ખેતી કરવા વિવિધ પાક,જૈવિક ખેતી, કુટીર ઉદ્યોગ, સોલાર પેનલ, કૌશલ્ય વિકાસ તેમજ પર્યાવરણ જાગૃતિ જેવી પ્રવૃત્તિ કરી શકાય છે.

મંત્રી શ્રી કર્યું હતું કે, હોટલ વ્યવસાય, વૃક્ષ કાપવા, ઉદ્યોગો સ્થાપવા, કેબલ નાખવું, રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, રાત્રિના સમયે ખેતીના ઉપયોગ સિવાય વાહન ચલાવવું, ઘન કચરો અને પ્લાસ્ટિકનો નિકાલ તેમજ હેલિકોપ્ટરનો ઉપયોગ વગેરે પ્રવૃત્તિઓ માટે ફરજિયાત મંજૂરી લેવાની હોય છે.

મંત્રીશ્રીએ ગૃહમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પર્યાવરણ અને વન્યજીવના હિતમાં આ વિસ્તારમાં માઈનિંગ પ્રવૃત્તિ માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.