Western Times News

Gujarati News

અંબાજીમાં બદલાયો દર્શન અને આરતીનો સમય

ગુરૂવારે ઘટ સ્થાપન આસો સુદ-૧(એકમ)સવારે ૧૧ઃ૦૦ થી ૧૨ઃ૦૦ કલાકે કરવામાં આવશે

(એજન્સી)પાલનપુર, નવરાત્રીને લઇને રાજ્યના વિવિધ મંદિરોમાં માતાજીના દર્શન તેમજ આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય અને

સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) તારીખ ૩ ઓક્ટોબર, ગુરુવારના રોજથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર થયાની જાણ કરવામાં આવી છે. માં અંબાના દર્શન કરવા આવતા ભક્તો માટે અંબાજી ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરમાં કરવામાં આવતી આરતી અને દર્શનનો સમય જાહેર કરાયો છે.

આવતી કાલે આસો સુદ -૧ (એકમ) ગુરૂવાર તા. ૦૩/૧૦/૨૪ના રોજથી માતાજી ની આરતી તથા દર્શનનો સમય મા ફેરફાર કરવામાં આવ્યો છે, અને અંબાજી મંદિર મા આવતીકાલે ઘટ સ્થાપન આસો સુદ-૧(એકમ) ગુરૂવાર ના સવારે ૧૧ઃ૦૦ થી ૧૨ઃ૦૦ કલાકે કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન ભક્તોને આરતી અને દર્શનનો લાભ મળી રહે તે માટે અંબાજી ટ્રસ્ટ વિશેષ આયોજન કરે છે.

આસો સુદ-૧(એકમ) ગુરૂવારે સવારે આરતીનો સમય ૦૭ઃ૩૦ થી ૦૮ઃ૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. સવારે ૧૧ઃ૦૦ થી ૧૨ઃ૦૦ કલાકે ઘટસ્થાપન થશે. બપોરે ૧૨ઃ૦૦ કલાકે મા અંબાને રાજભોગ ધરાવવામાં આવશે. ભક્તો સવારે ૦૮ઃ૦૦ થી ૧૧ઃ૩૦ સુધી તથા બપોરે ૧૨ઃ૩૦થી સાંજે ૧૬ઃ૧૫ સુધી મા અંબાના દર્શન કરી શકશે. સાંજે આરતીનો સમય ૧૮ઃ૩૦થી ૧૯ઃ૦૦ સુધીનો રહેશે. ભક્તો સાંજે ૧૯ઃ૦૦થી ૨૧ઃ૦૦ વાગ્યા સુધી માના દર્શન કરી શકશે.

આસો સુદ-૮ (આઠમ) તા. ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ આરતીનો સમય સવારે ૦૬ઃ૦૦ કલાકનો રહેશે. ઉત્થાપનનો સમય સવારે ૧૦ઃ૦૦ કલાક સુધીનો રહેશે. આસો સુદ ૧૦-વિજયા દશમી (સમીપુજન)તા. ૧૨/૧૦/૨૦૨૪ ના સાંજે ૦૫ઃ૦૦ કલાકે દુધપૌઆનો ભોગ ધરાવવામાં આવશે. તા.૧૬/૧૦/૨૦૨૪ના બુધવારના રોજ રાત્રે ૧૨ઃ૦૦ કલાકે કપુર આરતી કરવામાં આવશે. આસો સુદ-૧૫(પુનમ) તા. ૧૭/૧૦/૨૦૨૪ ના રોજ આરતીનો સમય સવારે ૦૬ઃ૦૦ કલાક સુધીનો રહેશે. તા. ૧૮/૧૦/૨૦૨૪થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.