Western Times News

Gujarati News

હવે યાત્રિકોને અંબાજી મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા નહીં પડે

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચઢાવવા માંગતા શ્રદ્ધાળુઓને ધજા પુરી પાડશે

પાલનપુર, શકિતપીઠ અંબાજી મંદિર ખાતે વર્ષે હજારો ધજાઓ માં અંબે ના મંદિરના શિખરે શ્રદ્ધાળુઓ દ્વારા શ્રદ્ધાનું પ્રતીક માનીને ચઢાવવામાં આવે છે. લોકોની આ શ્રદ્ધા અને આસ્થા ટકી રહે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરે ચઢતી ધજાઓને યાત્રિકોને વિનામૂલ્ય મંદિરના પ્રસાદરૂપે આપવાનું નકકી કર્યું હતું જે ધજાઓ માતાજીના ચોકમાં નિઃશુલ્ક અપાતી હતી

પણ અંબાજી મંદિરે કોઈ શ્રદ્ધાળુ ઘરે બેઠા મંદિર ટ્રસ્ટને પોતાનું સરનામું મોકલી ધજા ઘરે બેઠા મંગાવવા માંગતો હશે તો તેને નિઃશુલ્ક ધજાનું પાર્સલ બનાવી કોઈપણ સ્થળે ધજા મોકલવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ ધજાઓ એને કુરિયર દ્વારા મોકલવામાં આવે છે તે કુરિયર ચાર્જ પણ યાત્રિકો પાસેથી લેવામાં આવતો નથી.

આ વ્યવસ્થા આગામી ભાદરવી પૂનમ મેળા દરમિયાન સ્થગિત કરવામાં આવશે જયારે અંબાજી મંદિરે ધજા લઈને આવતા યાત્રિકોને મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચઢાવવા માંગતા શ્રદ્ધાળુઓને ધજા પુરી પાડશે

જે નોમિનલ ચાર્જ ધજા શાસ્ત્રોકવિધિ પ્રમાણે પૂજા વિધિ કરી યાત્રિકો અંબાજી મંદિરે ચઢાવી શકશે ને આ ધજાઓ મંદિર ટ્રસ્ટ સખી મંડળમાં કામ કરતી નિરાધાર મહિલાઓ પાસે ખરીદવાનો આયોજન હાથ ધરાશે તેમ કૌશિક મોદી (અધિક કલેકટર, મંદિર વહીવટદાર) અંબાજી મંદિરએ જણાવ્યું હતું.

જોકે અંબાજીમાં આ ધજાઓ બનાવવાની કામગીરી શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં ચાલતા સખીમંડળના પ્રોજેકટ દ્વારા હાલ ધજા બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં નિરાધાર મહિલાઓ સવારે પોતાનું ઘરનું કામ પતાવી બપોરે આ ધજા બનાવવા પહોંચી જાય છે તેમાં પ,૭, અને ૧૧ મીટર જેટલી લાંબી ધજાઓ આ મહિલાઓ બનાવી રહી છે ને સાથે સુશિભિત પણ કરે છે ને રોજની ર૦ થી રપ ધજાઓ આ મહિલાઓ બનાવી રહી છે

તેમણે હમણાં સુધી પ૦૦ જેટલી ધજાઓ બનાવી એકત્રિત કરી છે જે અંબાજી મંદિર ટ્રસ્ટ ધજાનું વેચાણ શરુ કરનાર છે તેઓ આ ધજા ખરીદી નિરાધાર મહિલાઓને સહયોગી બને તેવી ઈચ્છા વ્યકત કરાઈ છે.

હાલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મંદિરનો પ્રસાદ ઓનલાઈન વેચાણ પ્રક્રિયા હાથ ધરી છે તે રીતે માતાજીની ધજાઓ પણ નિઃશુલ્ક ઘરેબેઠા પહોંચાડી લોકોની આસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.