ભાદરવી મેળામાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતા હોડીગ્સ ફાડ્યા

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) ગુજરાતના સૌથી મોટા યાત્રાધામ અંબાજીના ભાદરવી મેળામાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતા હોડીગ્સ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા લગાવવામાં આવ્યા હતા, દાંતાથી અંબાજીના મુખ્યમાર્ગ પર ભક્તોને આવકારતા અને યાત્રાધામમાં સ્વાગતકરતા હોડીગ્સ ફાડી નાખ્યા છે.
હોડીગ્સમાં ભાદરવી પૂનમનો મહામેળો અને તમારી આસ્થા અમારી વ્યવસ્થા લખેલ છે, આ રીતે હોર્ડિંગ્સ ફાડી ગુસ્સો જાહેર કરતા આવા તત્વો સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર પણ ફાટેલા હોર્ડિંગ્સોથી કદાચ અજાણ છે, શું આ પાછળ કોઈ રાજકારણ છે?,
શું આપણા દેશના વડાપ્રધાનના હોડીગ્સની પણ આવી હાલત છે ? ત્યારે હવે વહીવટ આ પાછળ જે કોઈ જવાબદાર છે ? તેમના સુધી ક્યારે પહોંચે છે ? તે જાેવાનું રહ્યું.