અંબાજીઃ અમદાવાદના જતીન શાહે નકલી ઘી ખરીદ્યું હોવાનું ખૂલ્યું
(એજન્સી)અંબાજી, અંબાજીનાં મોહનથાળમાન નકલી ઘી સપ્લાય કરવા મામલે પોલીસ દ્વારા એક પછી એક ધરપકડ તેઓનો કોર્ટમાં રજૂ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતીન શાહે નકલી ઘી દુષ્યંત સોની પાસેથી ખરીદ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
અંબાજી પોલીસ દ્વારા દુષ્યંત સોનીને પકડવા તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. દુષ્યંત સોની અંબાજી પોલીસ મથકે હાજર થતા પોલીસે દુષ્યંત સોનીની અટકાયત કરી તેની તપાસ હાથ ધરી છે. શક્તિપીઠ અંબાજી ખાતે તા.૨૩ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો.
જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે ઘીના સમ્પેલ ફેઈલ થતાં હવે સમગ્ર મામલો ઉઘાડો પડ્યો છે. જેને લઈ તપાસના ધમધમાટ પણ ચાલી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે. મોહીની કેટરર્સ ના જવાબદાર આલોક અમરસિંહ ઝઝારીયા પાસેથી ભાદરવી પૂનમના મેળા પૂર્વે ઘીના ૨ લીગલ નમૂનાઓ લેવાયા હતા. આ બંને નમૂના અમૂલ ઘીના નામે ભળતા મે. મોહીની કેટરર્સ દ્વારા લોભ લાલચમાં આવીને ખરીદ કરવામાં આવ્યું હતું. આ ઘી ઉપયોગમાં ન લેવાય તે માટે તમામ જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરાયો છે.